આ તારીખે લોન્ચ થશે Citroen C5 Aircross એસયુવી કાર, ફીચર્સ અને કિંમત જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

ફ્રેન્ચ કાર નિર્માતા કંપની Citroen ભારતમાં પોતાની પહેલી એસયુવી C5 Aircross બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ કાર સીધી રીતે જ Hyundai Tuscon, Jeep Compass Skoda Karaq ની હરીફ બનશે. કંપની હાલ એરક્રોસને ભારતમાં સિકેડી એટલે કે કમ્પ્લિટલી નૉકડ ડાઉન યુનિટ અંતર્ગત રજૂ કરશે. સિટ્રોન સી5 નું ટ્રાયલ પ્રોડક્શન પહેલા જ શરૂ થઈ ચૂક્યું છે. અને તે તામિલનાડુ સ્થિત તિરુવલ્લુર પ્લાન્ટમાં બનાવવામાં આવશે.

પહેલી ફેબ્રુઆરીએ થશે લોન્ચ

યુરોપીયન કંપની ગ્રૂપ પીએસએ એ 2019 માં.ચેન્નઈમાં પોતાનું ઇન્ડિયા ટેક્નિકલ સેન્ટર શરૂ કર્યું હતું. કંપની સિટ્રોન એરક્રોસ સી5 ને આગામી પહેલી ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરશે. આ એસયુવી અનેક વખત ભારતમાં ટેસ્ટિંગ સમયે જોવા મળી છે. કંપની સી5 સિવાય ભારત માટે નવી એમપીવી Berlingo (બર્લિંગો) પર પણ કામ કરી રહી છે.

CKD (કમ્પ્લિટલી નૉકડ ડાઉન) એટલે શું ?

image source

સિકેડી કાર કે બાઇકને અલગ અલગ વિસ્તારોમાં કોઈ એક દેશમાંથી બીજા દેશમાં નિર્યાત કરવામાં આવે છે. આ વાહનોને સૌથી પહેલા આયાતિત દેશોમાં એક એસેમ્બલી પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. જ્યાં વાહનના બધા ભાગોને જોડવામાં આવે છે અને આખું વાહન તૈયાર કરવામાં આવે છે. ભારતમાં ઉપલબ્ધ સિકેડી કારોમાં જેગુઆર xe, xf, xj, લેન્ડ રોવર ઇવોક, ડિસ્કવરી સ્પોર્ટ સહિત અનેક કારોનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે સિકેડી કારો સીબીયુ કારોની સરખામણીએ સસ્તી હોય છે.

સી5 ની ડિઝાઇન

image source

ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉપલબ્ધ સી5 ના આગળના ભાગમાં પહોળી ગ્રીલ અને પાતળા આકારના સ્પ્લિટ હેડલેમ્પ અને LED ડે ટાઈમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે. જ્યારે પાછળના ભાગમાં ફ્લેમ્બોયેન્ટ ટેલલાઇટ્સ સાથે ટ્વીન એગ્ઝહોસ્ટ ટિપ્સ અને બ્લેક બમ્પર આપવામાં આવ્યું છે. સી5 એસયુવીની લંબાઈ 4500 mm છે. સમાચાર મુજબ કંપની સી5 ને સ્પોર્ટી ફિલ આપવા માટે રેડ હેડલાઇટ્સ આપી શકે છે.

સી5 માં કયા કયા ફીચર્સ હશે

image source

સી5 ની કેબિનની વાત કરીએ તો તેમાં સ્પ્લિટ એસી વેન્ટ્સ મળશે. તેમાં 12.3 ઇંચનું ડીઝીટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, 8 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સ્પોર્ટ કરશે. એ સિવાય તેમાં પેનોરેમિક સનરુફ , પાવર્ડ ટેલગેટ, વાયરલેસ ચાર્જીંગ સાથે હીટેડ સીટ મળશે. સેફટીની વાત કરીએ તો તેમાં એયરબેગ્સ, એબીએસ સાથે ઇબીડી, ફ્રન્ટ ને રિયર પાર્કિંગ સેન્સર પણ મળશે. એવી આશા છે કે કંપની સિટ્રોનને પેટ્રોલ અને ડીઝલ બન્ને વિકલ્પ સાથે લોન્ચ કરશે.

સી5 ની કેબિન

image source

5 સીટર એસયુવીમાં 20 નવા ડ્રાઇવર આસિસ્ટન્ટ ફીચર સાથે હાઇવે ડ્રાઇવર અસિસ્ટ, લેવલ ટુ ઓટોનોમસ ડ્રાઇવિંગ સિસ્ટમને 6 એડવાન્સ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. એ સિવાય સ્માર્ટ હેડલેમ્પ સાથે ઓટો હાઈબીમ ફીચર, અટેંશન આસિસ્ટ, ક્રોસ ટ્રાફિક ડિટેક્શન, બલાઇન્ડ સ્પોટ આસિસ્ટ, હિલ હોલ્ડ આસિસ્ટ જેવા અનેક સેફટી ફીચર્સ પણ આપવામાં આવશે.

એન્જીન અને કિંમત

image source

સિટ્રોનમાં કંપની 6 સ્પીડ મેન્યુઅલ સાથે 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન યુનિટનો વિકલ્પ આપશે. વિદેશમાં વેંચાતી સિટ્રોન સી5 માં ચાર એન્જીન વિકલ્પ મળે છે. એવું મનાય છે કે ભારતમાં પણ 1.5 લીટર, 2.0 લીટર ડીઝલ એન્જીન અને 1.2 લીટર, 1.6 લીટર પેટ્રોલ એન્જીન સાથે સી5 લોન્ચ થશે. અંદાજ મુજબ તેની એક્સ શોરૂમની કિંમત 22 લાખ રૂપિયાથી 27 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ