ચીર દૂંગા, ફાડ દૂંગા ગીતે સોશિયલ મડિયા પર મચાવી ધૂમ, જોઇ લો તમે પણ નવા વર્ષનું આ સુપરહિટ વાયરલ ગીત

ઇન્ટરનેટ હવે ભારતના ગામડે ગામડે અને ખૂણે ખૂણે પહોંચી ગયું છે. અને અહીંથી લોકો પોતાની ટેલેન્ટ પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મથી શેર કરતા હોય છે. જેમાંની કેટલીક લોકોને ખૂબ ગમી જાય છે. સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ છે જે રાનુ મંડલ જેવી રેલ્વે સ્ટેશન પર ગીતો ગાઈને બે ટંકનું ભોજન કમાતી મહિલાને સ્ટાર બનાવી દે છે. અહીં જો કોઈને કોઈ વસ્તુ ગમી જાય પછી તે કોઈ વિડિયો હોય, તસ્વીર હોય, કોઈની સુંદર સ્પીચ હોય કે પછી કોઈ ગીત હોય તે તરત જ વાયરલ થઈ જાય છે.

સોશિયલ મિડિયા પર વર્ષના છેલ્લા દિવસે તો તમે અવનવા સમાચાર તો વાંચી જ લીધા હશે, પણ દર વખતની જેમ આ વખતે પણ યૂટ્યૂબર આદર્શ આનંદ પાછળ નથી રહ્યા અને ટાઇમ ખતમ થાય તે પહેલાં જ તેમણે આ અવસર પર પણ એક નવો વિડિયો રિલિઝ કરી દીધો છે. અ જો તમને પણ 1લી જાન્યુઆરી ઉજવવાની રજા ન મળી હોય તો તમારી ઉદાસી દૂર કરવા માટે આ વિડિયો તમારે ચોક્કસ જોવી જોઈ.

આ વિડયોમાં યૂટ્યૂબર આદર્શ આનંદે પોતાની બચ્ચા પાર્ટી ટીમ સાથે મળીને ફેમસ ભોજપુરી સિંગર પવન સિંગના ગીત ચીર દૂંગા ફાડ દૂંગાનું ફની વર્ઝન ડાન્સ વિડિયો બનાવ્યો છે, જેમાં તેમણે પવન સિંગને રિપ્લેસ કર્યા છે, અને તેઓ તેમની જ જેમ શર્ટ અને લૂંગી પહેરીને સંપૂર્ણ ગ્રામીણ સ્ટાઇલમાં પાર્ટી એન્જોય કરી રહ્યા છે.

આ વિડિયોમાં તેમણે ખાસ ફોકસ લોટા દારૂ પાર્ટી પર કર્યું છે. પાર્ટીના ગીત પર ફોકસ કરતા તેમણે ગીત દરમિયાન જમવાનું બનાવ્યું છે અને સાથે સાથે થાળીમા ચિકનની જગ્યાએ પેપર પર ચિકન લખીને ચિપકાવી દીધું છે. તેનાથી આદર્શ દરેક બદલાતા ટ્રેન્ડની સાથે એક નવો વડિયો લઈને આવી જાય છે અને અત્યાર સુધીમાં કોઈપણ વિડિયો પર લાખથી ઓછા વ્યૂઝ નથી આવ્યા. આ પહેલાં પણ તેઓ ઘણીભધી વિડયોઝ શેર કરી ચુક્યા છે જેમાં ફેયર એન્ડ લવલી ખાતી હૂં ડીજે વર્ઝન અને રસોડે મે કૌન થા વિડિયો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા.

આ વિડિયોને આદર્શ આનંદે 30મી ડિસેમ્બરે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે,વિડિયોન સાથે કેપ્શનમાં ગીત અને તેના સિંગર્સના નામ પણ લખ્યા છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધારે વાર જોવામા આવ્યો છે, સાથે સાથે 16 હજાર લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

પોતાની કમેન્ટ્સમાં લોકો આદર્શ એન્ડ ટીમના વખાણ કરતા નથી થાકી રહ્યા અને તેમણે ઓરિજિનલથી પણ વધારે સારો આ વડિયોને કહ્યો છે. અને ઘણા બધા લોકોને આ વડિયો ખૂબ ફની લાગ્યો છે. આ વિડિયો યૂટ્યૂબ પર પણ અવેલેબલ છે. આદર્શનું ફેન ફોલોઇંગ ખૂબ વધારે છે, તેમને 8 લાખ કરતાં પણ વધારે લોકો યૂટ્યૂબ પર ફેલો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ