OMG! આ તારીખે ચંદ્ર કરશે મકર રાશિમાં પ્રવેશ, ભારત પર ત્રાટકી શકે છે આ ભયાનક મુશ્કેલીઓ, જેમાં અહીં તો ભૂકંપ અને ઓલાવૃષ્ટિના છે યોગ

9 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ ત્યારે એક દુર્લભ મહાસંયોગ પણ સર્જાશે. આ સંયોગ 59 વર્ષ પછી સર્જાવા જઈ રહ્યો છે. આ સમય ખાસ એટલા માટે હશે કે તે દરમિયાન 9 માંથી 6 ગ્રહો એક જ રાશિ એટલે કે મકર રાશિમાં હશે. તેના પર જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતો પણ નજર રાખી રહ્યા છે. કારણ કે એક સાથે 5 થી વધુ ગ્રહો જ્યારે એક રાશિમાં પ્રવેશ કરે છે તો વૈશ્વિક ફલક પર ઘણા રાજકીય પરિવર્તન આવી શકે છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક રાશિમાં સૂર્ય, ગુરુ, શનિ, મંગળ, બુધ અને શુક્ર પ્રવેશ કરે છે તો તે મોટા યુદ્ધો અને ક્રાંતિ થવાની સંભાવના વધી જાય છે. આવો સંયોગ 9 ફેબ્રુઆરી 2021ના રો સર્જાવા જઈ રહ્યો છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં જ વર્ષ 1962માં મકર રાશિમાં 7 ગ્રહોનો પ્રવેશ થયો હતો. આ પ્રવેશનું પરિણામ એ આવ્યું કે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવા લાગી હતી. આ વાત વિશ્વભરના દેશો માટે ચિંતાજનક સાબિત થઈ હતી. તેના પરિણામ સ્વરુપ વિશ્વ 2 ભાગમાં વિભાજીત થયું અને શીત યુદ્ધનો પ્રારંભ થયો.

image soucre

ત્યારબાદ વર્ષ 1979માં સિંહ રાશિમાં 5 ગ્રહોનો પ્રવેશ થયો હતો. તે સમયે ઈરાનમાં મુસ્લિમ ક્રાંતિ થઈ હતી. જેના કરાણે વિશ્વભરમાં ઊથલપાથલ મચી ગઈ હતી. છેલ્લા 26 ડિસેમ્બર 2019 ના રોજ ધન રાશિમાં 5 ગ્રહોનો યોગ સર્જાવાના કારણે કોરોના વાયરસ અને આર્થિક મંદીનું સંકટ આવ્યું જેને આજ સુધી આપણે જોઈ રહ્યા છીએ. હવે 9 ફેબ્રુઆરી 2021થી ફરીથી એક રાશિમાં 6 ગ્રહ એકઠા થવાના છે તેનાથી વિશ્વભરમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

image source

આ પરીવર્તનની અસર આપણા પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન પર સૌથી વધુ જોવા મળી શકે છે. તેમને કોઈ મોટા સંકટનો સામનો કરવો પડશે. પાકિસ્તાનને તેની રાશિથી આઠમા સ્થાને સર્જાનાર આ મહાનયુતિના મોટા ભૂકંપથી નુકસાન થવાની સંભાવના છે. ચીનની જન્મ રાશિ મકર રાશિમાં શનિ-ગુરુ સહિત 6 ગ્રહોના ગોચરના કારણે તેણે આર્થિક સંકટ સામનો કરવો પડશે. જેની અસર વિશ્વભરના ધનકુબેરોને થશે.

image soucre

આ ગ્રહોના ગોચરની અસર ભારતના શેર માર્કેટને પણ થઈ શકે છે. મેદની જ્યોતિષ અનુસાર મકર એ જળ રાશિ અને પૃથ્વી તત્વથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. તેવામાં જ્યારે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિ સર્જાય છે ત્યારે ભૂકંપ થવાના પણ યોગ બની રહ્યા છે. આ સિવાય 12 ફેબ્રુઆરી અને અમાસના દિવસથી અસામાન્ય વરસાદ અને તોફાનો પણ સર્જાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ