આ મહિલાએ જે કર્યું એ ખરેખર અકલ્પનીય, અદ્ભૂત અને અવિશ્વસનીય છે

ઝારખંડની છૂટની દેવીને પદ્મશ્રીથી નવાજવામાં આવી છે. આ સ્ત્રીને એક સમયે ચૂડેલ ગણીને તેના ઘર-ગામની બહાર ફેંકી દેવામાં આવી હતી. હવે ભારતના સર્વોત્તમ સન્માન તરીકે નવાજવામાં આવી છે., 62 વર્ષીય છુટની મહતોનું નામ એક સજ્જન તરીકે જોડાઈ ગયું છે. એક સમય એવો હતો કે ઘરના સાથીઓ જ તેને ચૂડેલના નામે માત્ર ત્રાસ જ આપતા હતા. એટલું જ નહીં પરંતુ તેણીને ઘરમાંથી કાઢી મૂકવામાં પણ આવી હતી. તે આઠ મહિનાના બાળક સાથે ઝાડ નીચે રહી હતી. પછી પતિ પણ સાથે ચાલ્યો ગયો.

image source

આજે તે તેના જેવી અસંખ્ય મહિલાઓની તાકાત બની છે. છુટની સરાઇકલા ખરસાવાન જિલ્લાના ગમ્હરીયા બ્લોકના બીરબંસ પંચાયતના ભોલાડીહ ગામની રહેવાસી છે. એસોસિએશન ફોર સોશિયલ એન્ડ હ્યુમન અવેરનેસ (આશા) દ્વારા સંચાલિત આ ગામ પોતે એક પુનર્વસન કેન્દ્ર ચલાવે છે. તે આશાની ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેમણે 25 વર્ષ પહેલાં અનેક યાતનાઓ સહન કરી છે. સાસરીયા અને ગામના લોકોએ તેમને ડાકણ એટલે કે મેલી વિદ્યા જેવા શબ્દો કહીને ગામમાંથી કાઢી મુકી હતી અને લગભગ 8 મહિના સુધી છુટની મેહતો પોતાના 4 બાળકો સાથે એક ઝાડ નીચે દિવસો પસાર કર્યા હતા.

image source

મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો છુટની પર એક સમયે બળાત્કારનો પણ પ્રયાસ થયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. આ સાથે જ એક જમાનામાં છુટની મહતોની જિંદગી દુખોના પહાડ નીચે એ રીતે દબાયેલી હતી કે તેનું દર્દ આપણાથી સંભળાય એવું પણ નથી. તેમ છતાં આ મહિલા ઘરની ચાર દિવાલોમાં કેદ પણ ન થઇ અને તેણે હિંમત કરીને ડાકણ પ્રથા નાબુદ કરવાનું નક્કી કર્યું. અને આજે છુટની મહતોને તેની આ કામગીરી માટે જ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. જો તેના ભણતર વિશે વાત કરીએ તો ત્રણ ચોપડી ભણેલી છુટનીના લગ્ન 1978માં ઝારખંડના મહતાનડીહ ગામમાં થયા હતા. પણ લગ્ન પછી તેની લાઈફ એકદમ અઘરી થઈ ગઈ અને ન ધારેલા અને ન જોયેલા દુખ આવી પડ્યા. આવો એની પણ વિગતે વાત કરીએ.

image soucre

તો બન્યું એવું કે, લગ્નના 16 વર્ષ પછી 1995માં એક તાંત્રિકના કહેવા પર સાસરીયાઓ અને ગામના લોકોએ છુટનીને ડાકણ માની લીધી. ખાલી માની લીધું એટલું જ નહીં પણ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. સાતે જ તેને મારવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હોવાની જાણકારી મળી. જેવી જ છુટનીને આ વાતની ખબર પડી કે તે પોતાના 4 બાળકો સાથે ગામમાંથી ભાગી ગઈ હતી. 8 મહિના સુધી એક ઝાડ નીચે જિંદગી પસાર કરવા મજબુર બની હતી. પછી તેણે ધારી લીધું કે આ રીતે તો લોકો કઈ કેટલી મહિલાઓને હેરાન કરશે. એટલે ગામના લોકોને ડાકણપ્રથા સામે એક કરવાનો પ્રયાસ શરૂ કર્યો. મેલી વિદ્યાનો શિકાર બનેલી સેંકડો મહિલાઓને પોતાના ઘરમાં આશરો આપ્યો.

Image result for chutani mahato padm shree award
image source

આગળ વાત કરીએ તો ખબર પડશે કે છુટનીનું દિલ કેટલું મોટું હતું. છુટનીએ આ મહિલાઓને માત્ર ખાવા પીવાની વ્યવસ્થા જ નહી, પણ તેમને માનસિક અને શારીરિક રીતે સક્ષમ બનાવવાનું કામ પણ છુટનીએ કર્યું. 125 જેટલી પીડિત મહિલાઓની તાકાત અને હિંમત બનેલી છુટની એ આવી મહિલાઓને પુર્નનિવાસ માટે મદદ કરી અને તેની મહેનત રંગ લાવી. હવે ભારત સરકારનું ધ્યાન તેના પર ગયું અને તેને પદ્મ એવોર્ડથી નવાજવામાં આવી છે. ત્યારે હવે આ કહાની આજના જમાનામાં લોકોને ખુબ પ્રેરણા આપી રહી છે અને લોકોને સદેશ આપી રહી છે કે ખરેખર તમે ડાકણ અને મેલી વિદ્યાના નામે કઈ કેટલી મહિલાઓની જિંદગી બરબાદ કરી રહ્યા છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ