જુઓ યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્નનો UNSEEN આલ્બમ

2020માં વધારે એક મોટી હસતીએ લગ્ન કરી લીધા છે. ટીમ ઈન્ડિયા સ્ટાર બોલર યુજવેંદ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે મંગળવારે ગુરુગ્રામમાં લગ્ન કરી લીધા છે.

image source

ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે મંગળવારે પોતાની મંગેતર ધનશ્રી વર્માની સાથે લગ્નના બંધનમાં બંધાય ગયો. યુજવેન્દ્રએ તેમજ ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર લગ્નના ફોટોઝ શેર કર્યા છે. બંનેએ IPLની 13મી સીઝન શરૂ થતાં પહેલાં સગાઈ કરી હતી.

image source

તેની સગાઈથી લઈ લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ધનાશ્રીએ ચહલ સાથે ખૂબસૂરત તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેના અને ચહલના ફેન્સ ખૂબ લાઈક્સ કરી રહ્યાં છે.

image source

ચહલ અને ધનશ્રીએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. ચહલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી હતી. બંનેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. ત્યારે લગ્નના એક દિવસ બાદ ધનશ્રીએ ચહલ સાથે ફોટોશૂટની કેટલીક ખાસ તસવીર શેર કરી છે.

image source

સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે અને લોકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે. જો વાત કરીએ તો ધનશ્રી વ્યવસાયે યૂટ્યૂબર છે અને સોશિયલ મીડિયામાં પોતાના ડાન્સના વીડિયો શેર કરે છે. ધનશ્રી ડાન્સરની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. તેમની પોતાની એક ડાન્સ કંપની પણ છે. ધનશ્રીએ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “બધુ જ ખૂબસૂરત અને સુંદર હતું… એન્ગેજમેન્ટ ડે.” જોઈ શકાય છે કે તસવીરોમાં બન્નેની જોડી ખૂબસૂરત લાગી રહી છે.

image soucre

ચહલ અને ધનશ્રીની આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ થઈ હતી. જે બાદ UAEમાં રમાયેલી IPLની 13મી સીઝનમાં પણ ધનશ્રી ચહલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ચીયર કરતા જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2020 દરમિયાન ધનશ્રી ચહલ સાથે યૂએઈમાં હાજર હતી. ધનશ્રી મેચ દરમિયાન ચહલની ટીમ બેંગલુરૂને સપોર્ટ કરતી જોવા મળી હતી.

image soucre

આ પહેલાં બંન્નેની લવ સ્ટોરી પણ ચર્ચામાં આવી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2020) રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્પિનર યુજવેન્દ્ર ચહલે હાલમાં જ પોતાની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો છે.

image source

ચહલે આ વર્ષે ઓગસ્ટમાં પોતાની રોકા સેરેમનીની તસવીર શેર પોતાના રિલેશનશિપની જાણકારી પ્રશંસકો સાથે શેર કરી હતી. ચહલની ફિયાન્સી ધનશ્રી વર્મા કોરિયાગ્રાફ હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યુબર છે.

image soucre

ચહલ સગાઈ પહેલા ધનશ્રી વર્મા સાથે ઘણા ઝુમ સેશન્સમાં એક્ટિવ જોવા મળ્યો છે. હાલ ધનશ્રી ચહલ સાથે યૂએઈમાં છે, જ્યાં આરસીબીને સપોર્ટ કરવા આવી હતી.

image soucre

આરસીબીના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ પરથી ચહલ અને ધનશ્રી વર્માના ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ચહલે ધનશ્રી સાથે પોતાની લવસ્ટોરી વિશે બતાવ્યું હતું.

image soucre

ઇન્ટરવ્યૂ દરમિયાન ચહલે બતાવ્યું કે કેવી રીતે ડાન્સ ક્લાસ દરમિયાન તેની અને ધનશ્રીની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. ચહલે વીડિયોમાં જણાવ્યું કે હું બાળપણથી જ ડાન્સ શીખવા માંગતો હતો. ભાંગડા અને બધુ જ. એકબીજાને જાણ્યાના બે-અઢી મહિના પછી મેં પોતાના પરિવારને અમારા રિલેશનશિપ વિશે વાત કરી હતી.

image source

બે મહિનાના ડાન્સ ક્લાસ પછી મેં પોતાની ફેમિલીને કહ્યું કે હું ધનશ્રી સાથે લગ્ન કરવા માંગું છં. ધનશ્રીએ ચહલને ડાન્સમાં 10માંથી 7 નંબર આપ્યા હતા. કારણ કે યુઝી ઘણો ઇમાનદાર અને મહેનતી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ