ચા સાથે ક્યારેય આ ખોરાક ખાવો જોઈએ નહિ, ચા નાસ્તા કરતા મિત્રો માટે ખાસ…

આપણામાંથી ઘણા લોકોની સવાર ચા વગર થઈ પણ નથી શકતી.અમુક લોકો ચાના એટલા મોટા શોખીન હોય છે કે જ્યાર સુધી પેટની અંદર બે થી ચાર કપ ચા ન નાખી દે તો તેનાથી કોઈ કામ નથી થઇ શકતુ.આખા દિવસમાં સવાર અને સાંજનો સમય ચા માટે ફિક્સ હોય છે.સાંજે ચા સાથે લોકો સ્નેક્સ ખાવાનું ખૂબ પસંદ કરે છે.

પરંતુ સાંજનાં સમયમાં ચા સાથે સ્નેક્સનો ચુનાવ કરવો ખૂબ જરૂરી હોય છે કારણ કે ચા સાથર અમુક ચીજોનું સેવન કરવું સ્વાસ્થય માટે સાચે નુકસાનકારક પુરવાર થઇ શકે છે.આપણામાંથી ઘણા લોકો ચા સાથે મેંદા કે બેસનથી બનેલા સ્નેક્સ ખાવાનું પસંદ કરે છે.સ્નેક્સ ટાઈમમાં ચા સાથે સમજી વિચારીને ચીજોનું સેવન કરવું.નહિતર ખોટી ચીજ ખાવાથીએ તમારા સામે આડઅસર બનીને સામે આવી શકે છે.

પાણી

ઘરનાં વડિલો અવારનવાર ચાની પહેલા પાણી પીવાની સલાહ આપતા હોય છે,અને અવારનવાર આપણને ચા ને તરત પછી પાણી પીવાથી રોકે છે,આ સાચુ પણ છે.કારણ કે ચા પછી પાણી પીવાથી આપણા પેટમાં ઘણી પ્રકારની તકલીફ થવા માંડે છે.ચાના તરત બાદ પાણી પીવાથી ચહેરા પર કરચલીની સમસ્યા થવા લાગે છે.

લીંબુ

ચા સાથે લીંબુ ક્યારેય ભૂલથી પણ ન ખાવું જોઈએ .એ તમારા પેટમાં ઝેરનું કામ કરી શકે છે,તેનાથી એસીડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.

તળેલી-શેકેલી ચીજો

આપણામાંથી ઘણસ લોકો ચા સાથે નમકીન કે તળેલી-શેકેલું ખાવાનું પસંદ કરે છે.વધારેભાગનાં લોકોનું ચા સાથેનું ફેવરેટ કોમ્બિનેશન પકોડા હોય છે.વરસાદ આવ્યો કે ઘર પર કોઈ મહેમાન આવી ગયા.ચા અને પકોડા વગર વાત નથી બનતી.પરંતુ તમને જાણીને થોડુ ખરાબ લાગશે કે ચા સાથે બેસનની ચીજો ખાવાથી નુક્સાન થાય છે.ચા સાથે જો તમે બેસનથી બનેલી ચીજો ખાવ છો,તો આ કોમ્બિનેશન તમારા વાળ માટે નુકસાનકારક પુરવાર થઇ શકે છે.એટલુ જ નહિ તમારા વાળ સફેદ થવાની શક્યતા પણ વધી શકે છે.

મીઠા બિસ્કીટ

આપણામાંથી ઘણા લોકોને ચા સાથે બિસ્કીટનું કોમ્બિનેશન ખૂબ ભાવતુ હોય છે.જો તમે પણ ચા-બિસ્કીટનાં પ્રેમી છો તો તમારે તેને વધુ ખાવાથી બચવુ જોઈએ .કારણ કે બિસ્કીટમાં જરૂરતથી વધારે શુગર ઉપયોગ કરવામાં આવે છે,જે શરીર માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે.એ ટલુ જ નહિ તેનાથી ડાયાબિટીસ અને ખીલ કે ફોલ્લિઓ થવાનુ જોખમ રહે છે.

મધ

શું તમે મીઠાથી બચવા માટે ચાની અંદર મધ ઉમેરીને પીવાની મૂર્ખામી તો નથી કરતા ને.કારણ કે તેનાથી શરીરનાં તાપમાનમાં ફરક પડે છે અને તે તણાવ વધારવાની સાથે જ શરીરમાં બેચેની અને ગભરામણની સમસ્યા વધારે છે.

સ્મોકિંગ

અવારનવાર આપણે ઘણા લોકોને જોયા હશે કે બ્રેકટાઈમમાં ચાની ચુસ્કીઓ સાથે થોડી સિગારેટ પણ સળગાવી લે છે.પરંતુ જો તમે પણ કંઈક આવો જ શોખ રાખો છો તો અત્યારથી ચેતી જજો. નહિતર એસોફેગલ કેન્સરનું જોખમ વધી જાય છે.વાત કંઈક એ મ છે કે ગરમ ચા પીવાથી એ સોફેગસ ટિશૂ નષ્ટ થવા લાગે છે જેના પરિણામસ્વરૂપે કેન્સરની તકલીફ થઈ શકે છે.

હળદર

ચા પીવાના તરત બાદ હળદરની ચીજોથી પણ દૂર રહેવુ જોઈએ .ચા પીધા બાદ હળદરની ચીજો ખાવાથી વાળની ઘણી તકલીફો થવા લાગે છે.અને તે ઘણી રીતનાં એલર્જીક રિએક્શન પણ આપી શકે છે.