પશુપ્રેમ હોય તો આવો, લાખો રૂપિયા ખર્ચીને આ મહિલા પોતાના ઘરે 480 બિલાડીઓ અને 12 શ્વાન રાખે છે

સામાન્ય રીતે લોકો કૂતરો પાળે છે તો ઘરની રક્ષા કરવા માટે. પણ અમુક લોકો શોખ ખાતર પણ આવા ભોળા પશુઓ પાળે છે અને તેમનું ધ્યાન રાખે છે. ત્યારે હાલમાં એક મહિલાની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે કે જેણે 480 પાલતું બિલાડીઓ અને 12 શ્વાનની સેવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. તો આવો જાણીએ આ લેડી વિશે. મસ્કટમાં રહેતી મરિયમ અલ બલૂશી પાસે 480 પાલતું બિલાડીઓ અને 12 શ્વાન છે. આ જ તેનો પરિવાર છે. તેમાં 17 પેટ્સ જોઈ શકતા નથી. તેમના ખાવા-પીવા પાછળ મરિયમ દર મહિને 5 લાખ 75 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે, આ પેટ્સનો ખર્ચ દરેક લોકોને પરવડે તેમ નથી.

જો આ વિશે વિગતે કરીએ તો આટલા બધા પ્રાણીઓને ઘરે રાખવાને લીધે તેના પડોશીઓ ફરિયાદ કરતા રહે છે પરંતુ મરિયમ આ લોકોનો સાથે છોડવા તૈયાર નથી. તે માને છે કે, પ્રાણીઓ મનુષ્ય કરતાં વધારે વફાદાર હોય છે. ઉલ્લેખનીય છે કે, મરિયમ પાસે જે પેટ્સ છે તેમાંથી મોટાભાગના ગલીઓમાં રખડતા હતા અને તેમની દેખભાળ કોઈ કરતું નહોતું. આ બધાને ખવડાવવાથી લઈને સાફ-સફાઈનું કામ મરિયમ જ કરે છે. આ પેટ્સમાંથી કોઈ બીમાર થઇ જાય છે તો તેને હોસ્પિટલ પણ લઈને જાય છે.

તેના ઘરની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો હાલમાં તેનું ઘર પેટ્સના પાંજરાઓથી ભરેલું છે. બધાને કસરત કરાવે છે અને વોક માટે પણ લઇ જાય છે. પ્રાણીઓ પાછળ જીવન સમર્પિત કરનારી મરિયમની ઉંમર 51 વર્ષ છે. તેમજ જ્યારે મરિયમને આ કામની શરુઆત વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, વર્ષ 2008માં મારો દીકરો એક પર્શિયન કેટ ઘરે લઈને આવ્યો હતો. અન્ય માતાની જેમ મેં પણ તેને ઘરમાં રાખવાની ના પાડી દીધી જેથી મારું ઘર ખરાબ ના થાય. તેના બે વર્ષ પછી દીકરાએ એક બિલાડી પાળી. તે સમયે મારા વિચાર પેટ્સ માટે બદલાઈ ગયા હતા. હું તે બિલાડીને ખવડાવતી, નવડાવતી અને તેની સાથે સમય પસાર કરવા લાગી.

image source

પછી આગળની વાત કરતાં મરિયમ કહે છે કે 2014માં મેં પોતાનું ઘર ખરીદ્યું અને પ્રાણીઓની સેવામાં દિવસ-રાત એક કર્યા. હવે હાલમાં આ મહિલાની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને લોકો સોશિયલ મીડિયા પર પણ વખણાઈ રહી છે.

આ સિવાય વાત કરીએ તો જોવા જેવી વાત છે કે આજકાલ તો તમને ખબર જ હશે કે સામાન્ય લોકોથી લઈને એવા ઘણા એક્ટર છે અને અભિનેત્રી છે જે જાનવરો પર વધારે વિશ્વાસ કરે છે, કારણ કે આજકાલ કોઈ પણ મનુષ્યનો વિશ્વાસ કરી શકતો નથી કે ક્યારે તે દગો આપી જાય. એક એવા જ અભિનેતા છે કે જેના ઘરની સુરક્ષા કોઈ પણ ચોકીદાર કે વોચમેન નથી કરતા પરંતુ એના ઘરનું રક્ષણ 114 કુતરા કરે છે. આ એક્ટર નું નામ મિથુન ચક્રવતી છે, જે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખુબ જ મોટો સુપરસ્ટાર છે.

image source

મિથુન ચક્રવતી ઘણા બધા કુતરા પાળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ મિથુનની કમાણી ટર્નઓવર લગભગ ૨૪૦ કરોડ છે. મિથુન વર્તમાનમાં ફિલ્મોથી ભલે દુર રહ્યા હોય પરંતુ તે આ પૈસા જુદી જુદી હોટલોના મધ્યમથી કમાય છે. જેમીનીસ મોનાર્ચ ગ્રુપના અંડરમાં મિથુનની ઘણી હોટલો ચાલી રહી છે. તેની મોટાભાગની આવક અહિંયાથી જ થાય છે. મિથુનના મુંબઈમાં બે ઘર છે.

એક ઘર બાંદ્રામાં તો બીજું ઘર મડ આઈલેન્ડમાં છે. મિથુનના મુંબઈ વાળા ઘરમાં કુલ ૩૮ કુતરા રહે છે. તેનું કારણ એ છે કે મિથુન એક પશુપ્રેમી માણસ છે. મિથુનના મુંબઈ વાળા ઘર ઉપરાંત તેના ઉટી વાળા ઘરમાં 76 કુતરા છે. તેવામાં જયારે પણ મિથુન ઉટીવાળા મકાનમાં જાય છે, તો ત્યાં પણ આ કુતરા સાથે સારો સમય પસાર કરે છે. તે પોતાના આ પશુ પ્રેમથી સમાજમાં પણ સારો સંદેશ આપી રહ્યાં છે. આટલા બધા કુતરા હોવાને કારણે જ મિથુનનું ઘર મુંબઈમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ