આ છે ઇન્ડસ્ટ્રીના પાંચ ઠીંગણા એક્ટર્સ, જેમાં એકને આજે નથી મળી રહ્યું કામ અને જીવી રહ્યા છે ગુમનામીનું જીવન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાએ ઠીંગણા એક્ટર્સ છે જે એક્ટિંગ કરીને ઓર વધારે કમાલ કરી રહ્યા છે. તેઓ ભલે ત્રણ ફૂટના કેકે ગોસ્વામી હોય કે બાબા એસો વર ઢૂંઢો વાળી જૂહી અસલમ હોય. આ એક્ટર્સ પોતાના પાત્રમાં એવા રંગાઈ જાય છે કે મોટા મોટા સ્ટાર્સ પણ તેમના આગળ ઠીંગણા દેખાવા લાગે છે. તો આજે અમે તમારી સમક્ષ મનોરંજન જગત ના કેટલાક ઠીંગણા કલાકારો વિષેની જાણકારી લઈને આવ્યા છીએ.

જૂહી અસલમ

image source

જૂહી અસલમને ફેન્સ બાબા એસો વર ઢૂંઢો સિરિયલની ભારતી તરીકે જાણે છે. આ શોમા જૂહી એટલી ફેમસ થઈ ગઈ હતી કે લોકો તેણીનું અસલી નામ ભૂલીને તેને ભારતી તરીકે જ ઓળખવા લાગ્યા હતા. આજે જૂહી અસલમની ઓળખ આપવાની જરૂર નથી પણ એક સમય એવો પણ હતો જ્યારે લોકો તેણીની ખૂબ મજાક ઉડાવતા હતા. વાસ્તવમાં જૂહીની હાઇટ ખૂબ જ ઓછી છે. તે 3.5 ફૂટની છે. બાબા એસો વર ઢૂંઢો ઉપરાંત 28 વર્ષની જૂહી જોધા અકબર અને કબૂલ હૈ જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. જૂહી હાલમાં જ એક દીકરીની માતા બની છે.

લીલીપુટ

image source

લીલીપુટ ખૂબ જ જૂના જાણીતા ઠીંગણા કલાકાર છે. તેમની હાઇટ 3.5 ફૂટ છે. લીલીપુટે બંટી ઔર બબલી, સ્વર્ગ, આંટી નંબર વન, કભી તુમ કભી હમ, વિગેરે મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં તેમેણે દેખ ભાઈ દેખ, સીઆઈડી, અને માનો યા ના માનો જેવા મોટા ટીવી શોમાં પણ કામ કર્યું છે. ઉંમરના આ પડાવ પર તેમની પાસે આજે કોઈ જ કામ નથી તેના કારણે તેઓ દેવામાં ડૂબી ગયા છે. લોકો ભૂલી ગયા છે કે આ ઉમદા અભિનેતા એક સમયે ઇન્ડસ્ટ્રી માટે સારુ કામ કરતા હતા. આ વાત તેમણે મુંબઈ મિરરને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં કહી હતી.

કેકે ગોસ્વામી

image source

કેકે ગોસ્વામીની હાઇટ 3 ફૂટની છે. તે કેટલીએ ટેલીવીઝન સિરિયલમાં કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ કે કે ભાભી જી ઘપ પર હૈ સિરિયલમાં જોવા મળ્યા હતા. તમણે સીઆઈડી, ચક્રવર્તી અશોક સમ્રાટ, ત્રિદેવિયાં, જૂનિયર ટી, અને ગુટર ગૂ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. કે. કે ગોસ્વામી મુજફ્ફરપુર બિહારના રહેનારા છે. ગોસ્વામીને બાળપણમાં સર્કસવાળા લેવા આવ્યા હતા. મોટી રકમની ઓફર આપવા છતાં પણ તેમના માતા પિતા તેમને આપવા તૈયાર નહોતા થયા. તેઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે કે કે ને ન લઈ જવા દીધા.

અજય કુમાર

image source

અજય કુમાર મલયાલમ ફિલ્મના કોમેડિયન છે. તેમની હાઇટ 2.6 ફૂટની છે. તેઓ મલયાલમ ફિલ્મ અદ્ભુત દ્વીપમાં જોવા મળ્યા હતા. તેમના નામે બે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ છે. પહેલા કોઈ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનારા સૌથી નાના કદના એક્ટરનો અને બીજો ફીલ્મને ડીરેક્ટ કરનાર સૌથી નાના કદના વ્યક્તિનો.

જ્યોતિ આમ્ગે

image source

જ્યોતિ આમ્ગેની હાઇટ 2.06 ફૂટની છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે જ્યોતિ વિશ્વની સૌથી નાના કદની જીવતી મહિલા છે. જ્યોતિ બિગ બૉસ સિઝન 6ની કંટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. તેમણે ટીવી સીરીયલ અમેરિકન હોરર સ્ટોરીની ચોથી સીઝન પ્રીક શોમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ