કેનેડામાં રસ્તાઓ ગરમીથી તિરાડો પડવા લાગી, 130થી વધુના મોત, આંકડો હજુ વધવાના એંધાણ

કેનેડા અને અમેરિકાના કેટલાક ભાગો તીવ્ર ગરમી સાથે ઝઝૂમી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડામાં તીવ્ર ગરમીની આવી સ્થિતિ છે કે અહીં તાપમાનનો પારો 49 ડિગ્રીને વટાવી ગયો છે. આ સાથે જ કેનેડામાં ભારે લૂનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે અને મીડિયા અહેવાલો અનુસાર શુક્રવારથી લઈને અત્યાર સુધીમાં વેનકુવર શહેરમાં 130 લોકોનાં મોત નીપજ્યાં છે.

image source

માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના વૃદ્ધો છે અથવા તેમની તબિયત ખરાબ હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત પાછળ ભારે ગરમી પણ એક મોટું કારણ છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના એક કોર્પરલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસ હજી ચાલુ છે, પરંતુ મોટાભાગના મોત ગરમીને કારણે થયા છે, જ્યારે કેનેડામાં વધતી ગરમીને કારણે શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

Canada Witnesses Record-breaking Heatwave As Temperature Touches 47.9°C, Schools Shut
image source

કેનેડાના પર્યાવરણ વિભાગે બ્રિટિશ કોલમ્બિયા, આલ્બર્ટા અને સાસ્કાટચેવન અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોના ભાગો માટે એક ચેતવણી જારી કરી છે, આ વિસ્તારમાં ખતરનાક ગરમીની લહેર એક અઠવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવના છે.તો બીજી તરફ યુ.એસ. નેશનલ વેધર સર્વિસ દ્વારા યુ.એસ. માં પણ આવી જ ચેતવણી આપવામાં આવી છે કે, લોકોને ઠંડી જગ્યાએ રહેવા માટે કહેવામાં આવ્યું છે, બહાર ન નિકળવા કહેવામાં આવી રહ્યું છે, પુષ્કળ પાણી પીવું જોઈએ અને પરિવારના સભ્યો અને પડોશીઓની તપાસ કરતા રહો. આવી ગરમીને કારણે શાળાઓ અને કોરોના રસીકરણ કેન્દ્રો પણ બંધ કરાયા છે.

વેનકુવર પોલીસે કહ્યું કે લોકોના જીવ બચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વૈંકુવરના લોકોનું કહેવું છે કે ગરમીની તીવ્ર લહેરને કારણે ઘરની બહાર જવું લગભગ અશક્ય બની ગયું છે. તો બીજી તરફ ગરમીની લહેરને કારણે, યુ.એસ.ના કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે, જેને રાષ્ટ્રીય હવામાન સેવા વિભાગે તીવ્ર, લાંબા, રેકોર્ડબ્રેક, અભૂતપૂર્વ, અસામાન્ય અને ખતરનાક તરીકે વર્ણવ્યું છે.

ગરમીનું કારણ

image source

નિષ્ણાતોનું મંતવ્ય છે કે હવામાન પરિવર્તનને કારણે ‘હીટવેવ’ જેવી મોસમની પ્રતિકુળ પરિસ્થિતિઓનો સતત સામનો કરવો પડી શકે છે. જો કે, કોઈપણ એક ઘટનાને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવાનું થોડું જટિલ હશે.

image source

કેનેડા અને અમેરિકાના પશ્ચિમ ભાગમાં ગરમીનું કારણ કેલિફોર્નિયા અને આર્કટિક પ્રદેશથી આવતી ગરમ હવા દ્વારા સર્જાયેલ દબાણ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું નીચે આવ્યું છે, પરંતુ સમુદ્રથી દૂર આવેલા વિસ્તારોમાં તાત્કાલિક રાહતની આશા નથી. રવિવાર પહેલા કેનેડામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસનો આંક ક્યારેય પાર કરી શક્યું ન હતું. બ્રિટિશ કોલમ્બિયાના પ્રીમિયર જ્હોન હાર્ગને કહ્યું કે પ્રાંતના ઇતિહાસમાં તે સૌથી ગરમ અઠવાડિયું રહ્યું છે અને તેનાથી “પરિવારો અને સમુદાયો પર વિનાશક અસરો પડી.”

ગરમીના કારણે મૃત્યુઆંક વધી શકે છે. કારણ એ છે કે કેટલાક વિસ્તારોમાં અધિકારીઓનું કહેવું છે કે તેમને અચાનક મૃત્યુ અંગેની માહિતી મળી છે પરંતુ તેઓએ હજુ સુધી મોતનો આંકડો એકત્રિત કર્યો નથી. શુક્રવારથી એકલા વાનકુવરમાં 65 લોકોના મોતનું કારણ આ ગરમી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

પોલીસ સાર્જન્ટ સ્ટીવ એડિસને કહ્યું, “હું 15 વર્ષથી પોલીસ અધિકારી રહ્યો છું, પરંતુ મેં આટલા ટૂંકા સમયમાં આટલા અચાનક
મૃત્યુ ક્યારેય જોયા નથી.” દિવસમાં ત્રણ કે ચાર સામાન્ય સંખ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ તેમના સબંધીઓના ઘરે પહોંચે છે અને તે જોવા મળે છે કે ‘તે મરી ગયો છે’.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong