આ રીતે ફક્ત 1 કોલની મદદથી બુક કરી લો ફ્લાઈટની ટિકિટ, જાણો શું છે નવી સર્વિસ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ એ રીતે ફેલાયું છે કે લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે લોકો પોતાના ઘરથી દૂર છે તે પોતાના ઘરે પરત આવવા ઈચ્છે છે. એવામાં તમે ફ્લાઈટથી ટિકિટ બુક કરાવીને સરળતાથી આવી શકો છો. આ માટે હવે તમારે ફક્ત એક કોલ કે એસએમએસ કરવાનો રહેશે..

image source

દેશમાં દરેક તરફ પોતાના વતન પરત ફરવાની નાસભાગ મચી ચૂકી છે. કોરોનાના આતંકથી સૌ કોઈ ડરી રહ્યા છે. સામાન્ય માણસ આવનારા સમયમાં યાત્રા કરવા જઈ રહ્યા છે તેમને માટે એક રાહતના સમાચાર આવી રહ્યા છે. હવે તમે તમારા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરાવવા ઇચ્છો છો તો તમે ફક્ત એક કોલ કે એસએમએસ કરી શકો છો. ટ્રાવેલ એજન્સી EaseMyTrip અને લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલની વચ્ચે એક ફ્લાઈટ બુકિંગને લઈને કરાર થયો છે.

જાણો શું કહ્યું છે EaseMyTripએ

image source

EaseMyTripએ કહ્યું છે કે ફ્લાઈટ સર્વિસ આપવા માટે ઓનલાઈન ટ્રાવેલ એજન્સીએ જસ્ટ ડાયલની સાથે કરાર કર્યો છે. આ માટે EaseMyTrip ડાયલ પર દરેક ફ્લાઈટના બુકિંગને માટે એક્સક્લૂઝિવ સર્વિસ પ્રોવાઈડર બની જશે. ઉલ્લેખનીય છે કે જસ્ટ ડાયલ પ્રમુખ લોકલ ચર્ચ એન્જિન છે. આ અલગ અલગ પ્લેટફોર્મ જેમકે વેબસાઈટ, મોબાઈલ વેબસાઈટ, એ્ડ્રોઈડ અને આઈઓએસમાં ઉપયોગ કરવા માટે સ્થાનીય શોધ સંબંધિત સેવા આપે છે. તે આ સેવાઓને ફોન કોલ અને એસએમએસ પર પણ જાણકારી આપે છે.

તમને કેવી રીતે મળશે ફાયદો

image source

બંને કંપનીઓ વચ્ચે થયેલી ડીલના આધારે જસ્ટ ડાયલ પર પ્રાપ્ત તમામ એર બુકિંગ રિકવેસ્ટ EaseMyTripની મદદથી પૂરી કરાશે. ઓનલાઈન ટ્રાવેલ એજન્સી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર EaseMyTrip સીધા એપીઆઈ ઈન્ટેગ્રેશનના આધારે આ સુવિધા આપશે. તેના આધારે રિયલ ટાઈમ બુકિંગ કરી શકાય છે.

જાણો શું કહ્યું જસ્ટ ડાયલે

image source

જસ્ટ ડાયલના ચીફ પ્રોડક્ટ ઓફિસર વિશાલ પરીખે કહ્યું કે આ કરાર છે અમે જસ્ટ ડાયલમાં અમારા ઉપયોગકર્તાને એક સ્ટેપ સોલ્યૂશન આપવામાં વિશ્વલાસ રાખીએ છીએ. આ ઈઝીએમઆઈટ્રિપની સાથે અમારો સહયોગ અમને અમાકા ગ્રાહકોને નિર્બાધિત રીતે સેવા આપવામાં મદદ કરશે.

image source

તો હવે તમે પણ તમારા વતન પરત ફરવા ઈચ્છો છો કે પછી ક્યાક જવા માટે ફ્લાઈટની ટિકિટનું બુકંગ કરાવવા ઇચ્છો છો તો તમે આ સેવાનો લાભ લઈ શકો છો અને સરળતાથી બુકિંગ કરાવી શકો છો. જાણી લો સમગ્ર પ્રોસેસ અને ફટાફટ કોરોના મહામારીમાં કરો તેનો ઉપયોગ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!