નવી આફતઃ બંગાળમાં મળ્યો ટ્રિપલ મ્યુટેન્ટ કોરોના, જાણો વેક્સીન પર કેવી થશે અસર

કોરોના વાયરસનો આ ત્રીજો પ્રકાર કેટલો ખતરનાક છે તેની કોઈ જાણકારી મળી રહી નથી, પરંતુ હાલમાં આ ટ્રિપલ મ્યુટેન્ટ બંગાળમાં મળ્યો હોવાની જાણકારી મળતા હાહાકાર મચ્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલી રહ્યો છે તો દેશવાસીઓના મનમાં ડબલ મ્યુટેન્ટ અને બ્રિટન અને બ્રાઝિલ સહિતના અન્ય દેશોથી આવેલા વેરિએન્ટ માટે ચિંતા વધી છે. પરંતુ હવે કોરોનાનું નવું સ્વરૂપ બી.1.618 કે ટ્રિપલ મ્યુટેન્ટે ચિંતા વધારી છે. આ વેરિઅન્ટ પશ્ચિમ બંગાળમાં મોટા પાયો જોવા મળી રહ્યું છે. જાણકારો કહે છે કે વાયરસનો આ પ્રકાર અન્ય પ્રકારની સરખામણીએ વધારે સંક્રામક હોઈ શકે છે. તો જાણો તેને વિશેની જાણકારી.

ડબલ મ્યૂટેન્ટ બાદ ટ્રિપલ મ્યૂટેન્ટ બની જશે મુસીબત

image source

એક રિપોર્મટાં વાયરસના અનેક પ્રકારની જાણકારી નામમાં છે. કહેવાઈ રહ્યું છે કે તેમાં વાયરસના 3 મ્યૂટેન્ટ સામેલ છે. ટ્રિપલ મ્યુટેન્ટમાં ભારતમાં ઓળખમાં આવેલા સાર્સ અને કોવની અન્ય લાઈનેઝ કહી શકાય છે. તેને પ.બંગાળમાં જોવામાં આવી રહ્યો છે.

બીજો વેરિઅન્ટ કરતાં હોઈ શકે છે વધારે ખતરનાક

image source

કોરોના વાયરસનો આ પ્રકાર કેટલો ખતરનાક છે તેની યોગ્ય જાણકારી હજુ સુધી મળી નથી. મીડિયા રિપોર્ટ અુસાર આ વધારે સંક્રામક છે. એક રિપોર્ટમાં કહેવાયું છે આ વધારે ઝડપથી ફેલાઈ રહેલો વેરિઅન્ટ છે જે અનેક લોકોને બીમાર કરી રહ્યો છે.

વેક્સીન પર ટ્રિપલ મ્યુટેન્ટની કેવી થશે અસર

image source

આ વેરિ્અન્ટ મળ્યા બાદ મોટો સવાલ એ છે કે આ વેક્સીન કાર્યક્રમ પર અસર કરશે. એક્સપર્ટ આ વાત પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે તેની અસર વેક્સીનની પ્રભાવકારિતા પર પડી શકે છે. કેમકે નવા વાયરસમાં મોટું મ્યુટેશન છે જેને ઈ484કે કહેવાય છે. તેને પહેલા બાર્ઝિલ અને દ. આફ્રિકી વેરિઅન્ટમાં જોવા મળ્યું હતું. જાણકારો તેની પર પણ વધારે પ્રયોગ કરવાની વાત કરી રહ્યા છે.

image source

ગુજરાતમાં સતત કોરોનાના દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ 13 હજાર 105 કેસ આવ્યા છે અને સાથે જ ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી 5 હજાર 10 દર્દી સ્વસ્થ થયા છે. એક દિવસમા રાજ્યમાં કોરોનાથી 137 દર્દીના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, તો ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 92 હજાર 84 પહોંચી ચૂક્યા છે. અહીં કોરોનાના કુલ કેસ 4 લાખ 53 હજાર 836 થયા છે તો સાથે રાજ્યમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 લાખ 55 હજાર 875ની થઈ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 હજાર 877 પહોંચી ચૂક્યો છે જે ચિંતા જન્માવી રહ્યો છે. આવામાં જો બંગાળથી ટ્રિપલ મ્યુટેન્ટ વેરિઅન્ટ આવશે તો આ તબાહીનો આંક વધુ ઉપર જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!