કંગનાના જીવન પર બનશે ફિલ્મ, વાંચો શું તૈયારીઓ ચાલી રહી છે…

મણીકર્ણિકા ફિલ્મની રીલીઝ પછી હવે ચર્ચામાં છે અભિનેત્રી કંગના રનોતના જીવન પર બનવાવાળી બાયોપિક ફિલ્. હા તમે સાચું વાંચી રહ્યા છો. કંગના જાતે આ ફિલ્મ ડાયરેક્ટકરવાની છે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કેવી વિજેન્દ્ર પ્રસાદ આ સ્ટોરી પર કામ કરી રહ્યા છે તેમણે મણીકર્ણિકાની સ્ક્રીપ્ટ પણ લખી હતી.

રીપોર્ટસ પ્રમાણે કંગનાની આ કહાની આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે અને આ ફિલ્મ પર કામ ૨૦૨૦ સુધીમાં શરુ પણ થઇ જશે. પોતાની બાયોપિકની વાત કરતા કંગના કહે છેહા, એ વાત સાચી છે. હું મારી જ બાયોપિક ડાયરેક્ટ કરવાની છું. પણ આ કોઈ પ્રોપેગેંડા ફિલ્મ નહિ હોય, આ ફિલ્મમાં મારા જીવનની સફરને બતાવવામાં આવશે, જે થોડા હલકાફૂલકા અંદાઝમાં હશે. આ ફિલ્મમાં કોઈપણ વિવાદ જોડવામાં આવશે નહિ.

કંગનાના આવનાર પિક્ચર પંગા અને મેંટલ છે આ ફિલ્મોની રીલીઝ પછી તે પોતાની બાયોપિક પર કામ શરુ કરશે. સુત્રો પ્રમાણે ફિલ્મની ટીમમાં ઘણા બધા ટેકનિશિયન મણીકર્ણિકાફિલ્મની ટીમમાંથી હશે.

હવે એ વાત જોવી રહી કે આ બાયોપિક કેટલી રસપ્રદ બને છે, કંગનાનું નામ બોલીવુડમાં ઘણા વિવાદો સાથે જોડાયેલ છે. પછી તે ઋત્વિક રોશન હોય, સોનુ સુદ હોય કે પછી આદિત્યપંચોલી હોય. બધામાં કોઈને કોઈ વિવાદ થતો જ હોય છે.