બોલિવૂડના આ સેલેબ્સે કોરોનાની મંદીમાં લીધી જોરદાર મોંધી પ્રોપર્ટી, આંકડાઓ જાણીને ફાટી જશે આંખો

ડિસેમ્બર 2020 માં, લક્ઝરી સેગમેન્ટમાં 34,000 કરોડ રૂપિયાની સંપત્તિ એકલા મુંબઇમાં વેચાઇ હતી. જેમાં ઉદ્યોગપતિ ઓ અને સેલિબ્રિટીસની લાંબી યાદી સામેલ છે., આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, રીતીક રોશન, કરીશ્મા કપૂર સહિની બોલિવુડ સેલિબ્રિટિઓએ covid 19ની મહામારીમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી મળેલી સ્ટેમ્પ ડ્યુટીની રાહતનો ભરપૂર ફાયદો લીધો છે,

IMAGE SOURCE

એકવખતની બોલીવુડ ટોચની અભિનત્રી કરિશ્મા કપૂર અને માતા બબીતા કપૂર મુંબઇના ખારમાં પોશ એપાર્ટમેન્ટ વેચી મારતા સિનેજગત સહિત રિયલ એસ્ટેટમાં કાનાફૂસી શરૂથઈ ગઈ છે. રિતિક રોશન, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂરે મહામારીમાં કરોડોના અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ સેલિબ્રિટિઝના નામ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સોથી વધુ સ્થાવર મિલકત ધરાવનાર તરીકે નોંધાએલા છે ત્યારે આ ફ્લેટના વેચાણથી રિયલ એસ્ટેટમાં કંઈક નવાજૂની થવાના એંધાણ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. આવો જાણીએ કે શું છે સમગ્ર મામલો?

image source

અભિનેત્રી કરિશ્મા કપૂર અને માતા બબીતા કપૂરે મુંબઇમાં 10.11 કરોડમાં એક એપાર્ટમેન્ટ વેચ્યું છે, જે સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓની યાદીમાં સ્થાન સામેલ છે, મુંબઈની સ્ટેમ્પ ડ્યુટીમાં મોટા ભાગનો ઘટાડાને પરિણામે આમચી મુંબઈમાં રિયલ એસ્ટેટની તેજીનો તરખાટ જોવા મળ્યો છે.

કરીશ્માએ બચાવી ડ્યુટી

image source

રાજા હિન્દુસ્તાની અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેનારી કરિશ્મા કપૂરે મુંબઈના ખાર વિસ્તારમાં 10માં માળનું એપાર્ટમેન્ટ વેચ્યું હતું. Zap10.com દ્વારા એક્સેસ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, 24 ડિસેમ્બરે 1610 ચોરસ ફૂટના ( Apartment ) એપાર્ટમેન્ટનું વેચાણ નોંધાયું હતું. જ માટે કરિશામાએ 20.22 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. ખાર પશ્ચિમમાં રોઝ ક્વીન સ્થિત આ અપાર્ટમેન્ટમાં બે કાર પાર્કિંગ છે અને ખરીદનારનું નામ આભા દમાની છે.

image source

મુંબઈ ક્ષેત્રમાં સક્રિય રિયલ એસ્ટેટના દલાલોએ જણાવ્યું હતું કે અપાર્ટમેન્ટ્સ મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં સ્થિત છે અને આ કદના એપાર્ટમેન્ટનો વર્તમાન દર પ્રતિ ચોરસ ફૂટ રૂ. 55,000 છે.

સિ ફેસિંગ અપાટ્રમેન્ટની કિમંત એક ચોરસફૂટના રૂા. 90000

image source

આ અપાટ્રમેન્ટ બજારભાવે વેચાયું છે. જેએલ ઈન્ડિયામાં વેસ્ટ ઈનંડિયાના રેસિડેન્સિએલ સવ્રિસના સિનિયર ડાયરેક્ટર અને હેડ રીતેશ મહેતાએ જણાવ્યું હતું કે સિ ફેસિંગ અપાટ્રમેન્ટની કિમંત નવી બિલ્ડિંગમાં એક ચોરસફૂટના રૂા. 90000 છે. 2018 માં, કપૂરે, જે હવે બોલિવૂડમાં સક્રિય નથી, તેણે બાંદ્રામાં પોતાનો 675 ચોરસ ફૂટનો ફ્લેટ 7 કરોડ રૂપિયામાં વેચ્યો હતો જેની બજાર કિંમત 1.89 કરોડ રૂપિયાના 3.7 ગણા હતી. તેણે તેના અધિકાર 1.03 લાખ / ચોરસ ફૂટના ફ્લેટમાં બાંદ્રા પૂર્વ સ્થિત ફર્મ સિલ્વર બર્ચ રીઅલ એસ્ટેટ પ્રા.લિ.ને ટ્રાન્સફર કર્યા છે.

જાન્હવી કપૂરે 39 કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યુ

image source

તાજેતરના મહિનાઓમાં, બોલિવૂડ સ્ટાર્સે સ્ટેમ્પ ડ્યુટી કાપનો લાભ લઈ મહારાષ્ટ્રમાં નવા એપાર્ટમેન્ટ્સ નોંધાવ્યા છે. જાન્હવી કપૂરે મુંબઇના જુહુમાં 39 કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી; 23 વર્ષીય જાન્હવી કપૂર એ સ્વર્ગસ્થ અભિનેતા શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી છે તેણે આ સંપત્તિ ખરીદવા માટે રૂા. 23 કરોડની લોન હોમ લોન લીધી છે. રજિસ્ટ્રેશન અને લોનના દસ્તાવેજો અંગે Moneycongrol હામી ભરી છે.

રિતિક રોશને 100 કરોડના બે અપાર્ટમેન્ટ ખરીદ્યા

image source

2020ના ઓક્ટોબર મહિનામાં અભિનેતા રિતિક રોશને પણ બે અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. મુંબઇના જુહુ-વર્ઝન લિંક રોડમાં, ત્રણ માળમાં ફેલાયેલા બે એપાર્ટમેન્ટ્સને 100 કરોડ રૂપિયામાં ખરીદ્યા. તેમાં ખાનગી લિફ્ટ અને 10 પાર્કિંગ સ્લોટ હતા.

આલિયા ભટ્ટે પણ 32 કરોડનો ભવ્ય અપાર્ટમેન્ટ ખરીદ્યો

image source

2020માં જ નવેમ્બર મહિનામાં મહેશ ભટ્ટની દીકરી અને રાઝી જેવી ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટે બાંદ્રાના પાલી હિલ વાસ્તુ ભવનમાં 2,460 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ 32 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ