બોલીવુડની આ સુંદર અને દેખાવડી અભિનેત્રીઓની સંપત્તિ જોઈને તમારા પણ હોશ ઉડી જશે..

બોલીવૂડની આ અભિનેત્રીઓની સંપત્તિ જાણી તમારી આંખો ચાર થઈ જશે ! તેમાંની એક તો ભલાભલા સુપરસ્ટાર્સને પણ પાછળ પાડી રહી છે

image source

બોલીવૂડમાં પ્રવેશવું પણ અઘરુ છે અને તેમાં સફળ થવું તો તેના કરતાં ક્યાંય વધારે અઘરુ છે. પણ જો એકવાર સફળ થઈ જાઓ તો તમે અઢળક સંપત્તિમાં આળોટવા લાગો છો. બોલીવૂડનું માત્ર એક વર્ષનું બોક્સ ઓફિસ કલેક્શન જ 16000-17000 કરોડ રૂપિયાથી વધારે છે. અને આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે તેમાંની મોટા ભાગની રકમ ફિલ્મના લીડ એક્ટર્સને મળે છે. અને અભિનેત્રીઓ પણ એક ફિલ્મના કરોડો રૂપિયા ચાર્જ કરે છે.

image source

જો કે એ વાસ્તવિકતા પણ જાણી લેવી કે અહીં અભિનેતાને અભિનેત્રી કરાતં ઘણી વધારે ફી ચૂકવવામાં આવે છે. જો કે એક અપવાદ પ્રમાણે ફિલ્મ પદ્માવતમાં સૌથી વધારે ફી ફીલ્મની લીડ એક્ટ્રેસ દીપીકા પદુકોણને ચુકવવામાં આવી હતી. બાકી સામાન્ય રીતે જોવા જઈએ તો સુપર સ્ટાર અભિનેતાઓ જેમ કે રનબીર કપૂર, રણવીર સિંહ વિગેરે એક ફિલ્મના 20-25 કરોડ ચાર્જ કરે છે તો તેની સામે દીપીકા જેવી સુપરસ્ટાર ટોચની અભિનેત્રીઓને 14-15 કરોડ રૂપિયા જ ચુકવવામાં આવે છે.

image source

તેમ છતાં બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ આજે સેંકડો કરોડોમાં આળોટે છે. તો આજે અમે તમને બતાવીએ બોલીવૂડની ટોપ એક્ટ્રેસિસ જેની કુલ સંપત્તી જાણી તમે ચોંકી ઉઠશો.

દીપીકા પદુકોણ

image source

દીપીકા આજે બોલીવૂડની સૌથી સફળ અભિનેત્રી છે. અને સૌથી વધારે ફી વસુલતી અભિનેત્રી છે. તેણીએ પોતાની કેરિયરની શરૂઆત ફારાહ ખાન દીગદર્શીત, શાહરુખ ખાન અભિનિત ઓમ શાંતિ ઓમથી કરી હતી. ત્યાર બાદ તેણીએ ક્યારેય પાછુ વળીને નથી જોયું. તેણી અભિનેત્રી બન્યા પહેલાં સુપર મોડેલ હતી અને હીમેશ રેશમિયાના મ્યુઝિક આલ્બમ તેરા સુરુરમાં પણ આવી ચુકી હતી.

image source

દીપીકા પદુકોણે માત્ર ગ્લેમરસ રોલ જ નથી કરી જાણતી પણ તેણી દરેક પ્રકારની ભૂમિકા ઉત્તમ રીતે કરી જાણે છે. તે પછી રામલીલાની લીલા હોય કે પછી પીકુમાં એક આદર્શ દીકરીનું પાત્ર ભજવતી હોય. એક-બે વર્ષ પહેલાં તેણીએ ફેસબુક ફોલોઅર્સમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદીને પણ પાછળ પાડી દીધા હતા અને ભારતની સૌથી વધારે ફેસબુક ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રી બની હતી.

image source

આજે દિપિકા પદુકોણે માત્ર ફિલ્મો દ્વારા જ નહીં પણ વિવિધ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ, તેમજ પોતાની ક્લોધીંગ રેંજ વિગેરેથી પણ અઢળક કમાણી કરી રહી છે. આજે તેણીની નેટ વર્થ 475 કરોડ છે. વીન ડીઝલ સાથે હોલીવૂડ ફિલ્મ xxx 2 કર્યા બાદ તેણી એક ઇન્ટરનેશન સ્ટાર બની ચૂકી છે. 2018માં તેણીનું સ્થાન વિશ્વની સો સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવવામા આવ્યું હતું.

પ્રિયંકા ચોપરા

image source

પ્રિયંકા ચોપરા 2000ના વર્ષમાં મિસ વર્લ્ડનો તાજ જીતી હતી. પ્રિયંકાની કેરિયર અન્ય અભિનેત્રીઓ જેવી સરળ નથી રહી તેણીને ડગલેને પગલે પડકારોનો સામનો કરવો પડ્યો છે. પ્રિયંકાએ ક્યારેય પોતાના ફેન્સને નિરાશ નથી કર્યા તે પછી ફિલ્મ ફેશનની સુપર મોડેલ હોય કે પછી ફિલ્મ એતરાઝની વેમ્પ હોય તેણીએ દરેક ભૂમિકા સુંદર રીતે નિભાવી જાણી છે. અને ફિલ્મ બરફીમાંનો અભિનય તો અત્યંત વખણાયો હતો.

image source

પ્રિયંકા પોતાની એક ફિલ્મ માટે 13 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયંકા હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. અને ગયા વર્ષે 2018માં તેણીએ અમેરિકન પોપસ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કીરને પોતાની બ્રાન્ડ વેલ્યુમાં ઓર વધારે ઉમેરો કર્યો છે. હાલ પ્રિયંકાની કુલ સંપત્તિ 200 કરોડ ઉપર છે જો કે ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.

image source

ઘણા લાંબા સમય બાદ પ્રિયંકા બોલીવૂડની ફિલ્મ કરી રહી છે. અને હાલ તેણી તેના પ્રમોશન માટે ભારતમાં આવેલી છે. અને વિવિધ ટીવી શોઝ તેમજ ઇવેન્ટમાં તેણી પોતાની આવનારી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકનું પ્રમોશન કરતી જોવા મળે છે. પ્રિયંકાને 2016માં દેશના ઉચ્ચતમ નાગરિક સમ્માન પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી. અને તેણીને ટાઇમ મેગેઝિન દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં ગણવામાં આવી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ભૂતપુર્વ મિસ વર્લ્ડ અને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી ગણાતી ઐશ્વર્યા રાય જ્યારે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તેનો જાદૂ દર્શકો પર છવાઈ જાય છે. ઐશ્વર્યા રાય અત્યાર સુધીમાં ઘણી બધી હીટ ફિલ્મો આપી ચુકી છે. ભારત માટે ગર્વની વાત એ છે કે તેણી ફ્રાન્સમાં દર વર્ષે યોજાતા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ની જ્યુરી મેમ્બર પણ રહી ચુકી છે.

image source

હાલ ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ટરનેશનલ મેકઅપ બ્રાન્ડ લોરિયલની ભારત ખાતેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઐશ્વર્યા ઘણી ઓછી ફિલ્મો કરી રહી છે તેમ છતાં તેણીને મો માંગ્યા ભાવ મળી રહ્યા છે. તેણી એક ફિલ્મના 6થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ઐશ્વર્યા રાયની કુપલ સંપત્તિ 250 કરોડ આસપાસ છે.

image source

ઐશ્વર્યા રાય આવનારા સમયમાં મણિરત્નમની ફિલ્મમાં જોવા મળશે જેનું નામ હજુ નક્કી નથી થયું. આ ઉપરાંત તેણી વિતેલા જમાનાની સુપરહીટ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ વો કોનથીની રીમેકમાં પણ જોવા મળશે. આ સાઇકોલોજીકલ થ્રીલરમાં તેણી શાહિદ કપુર સામે જોવા મળશે. આ સિવાય બંગાળી ડીરેક્ટર સુજોય ઘોષની ફિલ્મમાં તેણી સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આમ ઐશ્વર્યા પાસે કામની કોઈ જ કમી નથી પણ તેણી એક સમર્પિત માતા પણ છે માટે તે તે બાબતનુ પણ હંમેશા ધ્યાન રાખે છે.

કરીના કપૂર ખાન

image source

કરીના કપૂર ખાન એક લાંબી રેસનો ઘોડો સાબિત થઈ છે તેણીએ પોતાની કેરિયરની શરૂઆત 2000ની સાલમાં જે.પી. દત્તાની ફિલ્મ રેફ્યુજીથી કર્યું હતું જેમાં અમિતાભ બચ્ચ્નના દીકરા અભિષેકે પણ ડેબ્યુ કર્યું હતું. આજની તારીખમાં તેણી સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશેલી અભિનેત્રીઓ ક્યાંય પાછળ રહી ગઈ છે અને તેણી તેણીના વર્ષો બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશેલી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.

image source

કરીના કપૂર ખાન પોતાની એક ફિલ્મના રૂપિયા 11થી 12 કરોડ ચાર્જ કરે છે. અને ખાસ તેણી તે ફિલ્મમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે તેણીના રોલને પણ પુરતુ મહત્ત્વ આપવામાં આવ્યું હોય. કરીના કપૂર પણ ફિલ્મો ઉપરાંત ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ વિગેરેને એન્ડોર્સ કરીને બીજી કરોડોની કમાણી કરી રહી છે. તેણીએ પહેલીવાર કોઈ રીયાલીટી ટીવી શોને જજ કરવાનું પસંદ કર્યું છે અને તેની માટે તેણીને એક એપિસોડના 3 કરોડ રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે. તેણીની કુલ નેટવર્થ 400 કરોડ ઉપરાંત છે. હાલ તેણી ઇરફાન ખાન સાથે અંગ્રેઝી મિડિયમ કરી રહી છે.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્માએ પોતાની કેરિયરની શરૂઆત ફિલ્મ રબ ને બના દી જોડીથી કરી હતી. તેમાં તેણી સાથે શાહરુખ ખાન હતો. આમ પણ શાહરુખ ખાન સાથે જે પણ અભિનેત્રીઓ પોતાની પહેલી ફિલ્મો કરે છે તેણીની કેરિયર સફળ રહે છે. અનુષ્કા શર્મા એક ફિલ્મના 7થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણીની નેટ વર્થ એટલે કે કુલ સંપત્તિ 220 કરોડ રૂપિયા છે. અનુષ્કા શર્મા વિવિધ પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને પોતાની એક ક્લોધીંગ લાઈન ‘નશ’ પણ ધરાવે છે. ગયા વર્ષે તેણીના ઇન્ડિયન ક્રીકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી સાથેના લગ્નએ ભારે ચર્ચા જગાવી હતી.

વિદ્યા બાલન

image source

વિદ્યા બાલન એક એક્કો અભિનેત્રી છે. વિદ્યા બાલનને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી નવાજવામાં આવી છે તો બજી બાજુ તેણી નેશનલ અવોર્ડ પણ મેળવી ચુકી છે. વિદ્યા દરેક ફિલ્મમાં પોતાના અભિનયના ઓજસથી દર્શકોને આંજી નાખે છે. વિદ્યા બાલન ઘણી ઓફી ફિલ્મો કરે છે તેણી એક ફિલ્મના 8 કરોડ ઉપરાંત ફી વસુલે છે. તેણીની કુવલ સંપત્તિ 100 કરોડ ઉપર છે.

કાજોલ

image source

કાજોલ એક એવી અભિનેત્રી છે જેને આજ સુધી કોઈ જ ટક્કર નથી મારી શક્યું. તેણીએ હંમેશા પોતાને ગમતી ફિલ્મો જ કરી છે. તેણીએ ક્યારેય પોતાની કેરિયર સાથે કોઈ જ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. અત્યાર સુધીમાં કાજોલ 40 ઉપરાંત ફિલ્મો કરી ચુકી છે. કાજોલ આજે એક ફિલ્મના 5થી 7 કરોડ રૂપિયા વસુલે છે તેણીની કુલ સંપત્તિ 140 કરોડ ઉપર છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કરોડોની કમાણી કરી રહી છે.

image source

આ ઉપરાંત આજે હીન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંગના રનૌત, આલિયા ભટ્ટ, પરિણિતિ ચોપરા સોનાક્ષી સિન્હા પણ પુષ્કળ કમાણી કરી રહી છે. હાલ એવી સ્થિતિ છે કે આ અભિનેત્રીઓ જ્યાં પણ હાથ નાખે ત્યાં પૈસો નીકળે છે તે પછી તેમની ફિલ્મો હોય, એન્ડોર્સમેન્ટ હોય તેમની પોતાની કોઈ પ્રોડક્ટ હોય કે પછી તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ હોય તે બધેથી તેમને કમાણી જ કમાણી થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ