બોલિવૂડના આ સેલેબ્સ છે સિંગલ ફાધર, જે એકદમ મસ્ત રીતે નિભાવે છે જવાબદારી, જોઇ લો તસવીરોમાં તમે પણ

આ બોલિવૂડ સેલેબ્સ નિભાવી રહ્યા છે સિંગલ ફાધરની જવાબદારી ખૂબ સારી રીતે, કોઈને એક બાળક છે તો કોઈને 6 બાળકો છે. જાણો તેમના વિશે અને કેટલીક તસ્વીરો પણ જુઓ.

નવા ટ્રેન્ડ શરૂ કરવાની ક્રેડિટ મોટા પ્રમાણમાં બોલીવુડના ફાળે જ જાય છે. તેમની જીવનશૈલી અને ફેશન ટ્રેન્ડ હંમેશાં અનુસરવામાં આવે છે, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ હવે જે ટ્રેન્ડ અપનાવી રહ્યા છે તે ખૂબ જ યુનિક છે. બોલીવુડના ઘણા કલાકારોએ લગ્ન કરીને સ્થાયી થવા કરતાં સિંગલ ફાધર બનવું વધુ યોગ્ય માન્યું છે, અને સિંગલ ફાધર બનવાનો આ ટ્રેન્ડ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે.

image source

સિંગલ ફાધર બનવાનો આ વિચાર શરૂઆતમાં લોકોને થોડો ખટક્યો કે હંમેશાં વ્યસ્ત રહેનારા આ સ્ટાર સેલેબ્સ, પોતાના બાળકોનો ઉછેર કેવી રીતે કરશે અથવા તેમના માટે માતા અને પિતા બંનેની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકશે, પરંતુ આ ફિલ્મી કલાકારોએ દુનિયાને એ કરી બતાવ્યું કે તેઓ કેવી રીતે પોતાના બાળકોનો ઉછેર કરી રહ્યા છે!

આમાં વિશેષ વાત એ છે કે આમાંના કેટલાક કલાકારો એવા છે કે જેમણે સરોગસી દ્વારા બાળકોને જન્મ આપ્યો છે, તો કેટલાક લોકોએ દત્તક પણ લીધા છે. બાળક ઇચ્છતા આ અભિનેતાઓએ બતાવી દીધું છે કે બાળકો હોવા માટે લગ્ન કરવા જરૂરી હોતા નથી. તેમણે બાળકોને માતા-પિતા બંનેનો પ્રેમ આપીને એ દાખલો બેસાડ્યો છે. તો ચાલો જાણીએ બોલીવુડના એવા કેટલાક સિંગલ ફાધર વિશે થોડીક વાતો.

image source

બોલિવૂડનો ડાન્સિંગ જેક જીતેન્દ્ર કપૂરનો પુત્ર તુષાર કપૂર પણ લગ્ન કર્યા વગર પિતા બન્યો હતો. જ્યારે તેણે સિંગલ ફાધર બનવાનું નક્કી કર્યું ત્યારે તે બોલિવૂડ માટે તદ્દન નવી જ વાત હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો ખુલાસો પણ થયો છે કે લગ્ન કર્યા વિના પિતા બનવાનો ટ્રેન્ડ શરૂ કરવાનો શ્રેય પણ તુષાર કપૂરને જ જાય છે. તે પહેલાં ભાગ્યે જ કોઈએ તેના વિશે વિચાર્યું પણ હશે. તેમ છતાં, તુષાર કપૂરે માતા-પિતા બંનેની બેવડી ભૂમિકા સારી રીતે નિભાવી છે. તેનો પુત્ર પણ હવે કિશોરવયનો થઈ ગયો છે. તુષાર કપૂરે એ કરી બતાવ્યું છે કે કોઈપણ સંબંધ કેવી રીતે જોડી શકાય છે અને આગળ વધારી શકાય છે.

image source

કરણ જોહર સરોગસીથી જોડિયા બાળકોનો પિતા બન્યો છે. જાણે કે ભગવાનએ ખુદ તેના ઉમદા હેતુ માટે તેને ડબલ આશીર્વાદ આપ્યા છે. અંગ્રેજી કહેવત પ્રમાણે, થ્રી ઇઝ કંપની. કરણ જોહર આ કંપનીને જોરદાર રીતે એન્જોય કરી રહ્યો છે અને તેના બે બાળકો સાથે ખૂબ મોજ મસ્તી કરી રહ્યો છે. તેણે પોતાના બાળકોનું નામ તેના માતા અને પિતાના નામ – રુહી અને યશ પરથી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે તેને એક પુત્ર અને એક પુત્રી છે.

image source

બોલિવૂડ એક્ટર રાહુલ બોઝ મોટાભાગે તેમના ચેરિટી કાર્ય માટે જાણીતા છે. લાગે છે કે તેઓ તેમના કાર્યો દ્વારા સમાજને સકારાત્મક સંદેશા આપવાનું કામ કરી રહ્યા છે. તમે તેમને મેરેથોનમાં ભાગ લેતા જોઈ શકો છો, નિરાધાર બાળકોથી સંબંધિત કોઈપણ સંસ્થાના પ્રોગ્રામમાં તમે તેમને જોઈ શકો છો. ખાસ વાત એ છે કે તેઓએ એક કે બે નહીં પણ 6 બાળકોને દત્તક લીધેલા છે. આ બધા બાળકો આંદામાન અને નિકોબારના છે. તેમની આ જ જીવંતતાથી તેમની જીંદાદિલી પ્રગટ થાય છે.

image source

અભિનેતા રાહુલ દેવ 10 વર્ષની વયથી તેમના પુત્રને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને ઉછેરી રહ્યા છે. તેનો પુત્ર સિદ્ધાર્થ હવે 21 વર્ષનો થઈ ગયો છે. 2009 માં પત્ની રીનાનું કેન્સરથી મૃત્યુ થયા બાદ દેવએ ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. સિદ્ધંત સાથેનો તેનો ફોટો તેના ટ્વિટર હેન્ડલ પર પિતા અને પુત્ર વચ્ચેની કેમિસ્ટ્રીનું વર્ણન કરે છે. એવું લાગે છે કે બંને વચ્ચે એક બીજા સંબંધ પણ છે જે છે મિત્રતાનો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ