શું તમે બોલિવૂડ સેલેબ્સના જોયા આ રોમેન્ટિક વિડીયો? જેમાં એકબીજા સાથે કરે છે જબરી પ્રેમભરી મસ્તી

બોલીવુડના આ સેલેબ્સ લોકડાઉન દરમ્યાન એકબીજાના પ્રેમમાં આ રીતે ખોવાયા છે, આ રીતે સમય પસાર કરી રહ્યા છે.

બધા આ દિવસોમાં લોકડાઉનને કારણે ઘરોમાં બંધ છે. ઘર બંધ હોવાને કારણે બધા કંટાળી ગયા છે. પરંતુ જો તમે ઘરમાં કંટાળી રહ્યા છો તો, તમે તમારા પાર્ટનર સાથે આ બોલિવૂડ સ્ટાર્સની જેમ સમય વિતાવી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો કે, લોકડાઉનને કારણે બોલીવુડના સેલેબ્સ પણ તેમના ઘરોમાં બંધ છે. જો કે, આ દરમિયાન, તેઓ તેમના પાર્ટનર્સ સાથે કઈંક ને કઈંક મોજ મસ્તી કરતા હોય છે, જેથી તેઓ આ મુશ્કેલ સમયમાં પણ પોતાની ખુશી શોધી લે છે. કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન છે. આને કારણે, બધા લોકો ઘરોમા બંધ છે. પરંતુ, પરિવાર સાથે રહેવું પણ આ લોકડાઉનમાં એક અલગ આનંદ આપે છે. આ સમય કપલ્સ માટે તો ખાસ જ છે. ભલે તે બોલિવૂડ સ્ટાર્સ હોય કે ક્રિકેટ સ્ટાર્સ, દરેક જણ આ સમય તેમના પાર્ટનર સાથે વધુ સારી પળ વિતાવી રહ્યો છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:-

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ એક આવા જ કપલ્સ છે. જો અત્યારે લોકડાઉન ન થયું હોત, તો બંને એમના કામકાજમાં જ વ્યસ્ત હોત. જ્યારે આ તક એમને મળી છે તો, ત્યારે બંને એક સાથે જ છે અને બંને વચ્ચે ઘણો બધો પ્રેમ પણ છે. જેના સાક્ષી તેમના આ ફોટો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ દિવસોમાં એકબીજા સાથે તેમનો ક્વોલીટી સમય વિતાવી રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટા અને વીડિયો શેર કરે છે. થોડા દિવસો પહેલા જ અનુષ્કા શર્મા વિરાટ કોહલી માટે હેર સ્ટાઈલિશ બની ગઈ હતી અને તેના હેર કટ કરતી પણ જોવા મળી હતી. જો વિરાટ અને અનુષ્કા સાથે હોય તો મોજ મસ્તી જ હોય પૂછવું ન પડે!

દીપિકા પાદુકોણ – રણવીર સિંહ

 

View this post on Instagram

 

Dil ka raasta pet se hoke jaata hai 😂❤️ @deepikapadukone

A post shared by Ranveer Singh (@ranveersingh) on

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ પળને ખૂબ જ સુંદર રીતે જીવવામાં વ્યસ્ત છે. તસવીરોમાં બંનેનો પ્રેમ સાફ જોવા મળી રહ્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કપલ્સમાંના એક છે. ફિલ્મ્સના શૂટિંગને કારણે તેઓ બંને એકબીજા સાથે વધારે સમય વિતાવી શકતા નહોતા, પરંતુ આ દિવસોમાં બંનેને એકબીજા સાથે સમય પસાર કરવાની અમૂલ્ય તક મળી છે અને તે દરમ્યાન દીપિકા રણવીરની કુક બની ગઈ છે. દીપિકા આ દિવસોમાં પોતાના પતિ રણવીર માટે કંઈક ખાસ બનાવતી રહેતી હોય છે. જેના ફોટોઝ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

મિલિંદ સોમન અને અંકિતા કોંવર:-

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning) on

મિલિંદ સોમન, એક ટોપ મોડેલ છે, તે પણ તેની પત્ની અંકિતા સાથે ખૂબ સરસ સમય પસાર કરી રહ્યો છે. જો કે આમ પણ બંનેનું બોન્ડિંગ હંમેશાં જબરદસ્ત જ દેખાતું હોય છે. જ્યારે લોકડાઉન દરમ્યાન રોજ સાથે હોય છે, ત્યારે પ્રેમ વધુ મજબૂત બને છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

અભિનેતા શાહિદ કપૂર પણ પત્ની મીરા રાજપૂત સાથે સમય પસાર કરી રહ્યો છે. શાહિદ અને મીરા વચ્ચેનું બોન્ડિંગ જબરદસ્ત છે. તાજેતરમાં જ આવેલા એક વીડિયોમાં શાહિદ કપૂર મીરાને મનાવતો હોય એમ જોવા મળ્યો હતો. જોકે તે એક ફની વીડિયો હતો.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ:-

 

View this post on Instagram

 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

બોલીવુડમાં આ કપલની ચર્ચા ન થાય તે તો શક્ય જ નથી. આયુષમાન તાહિરાને કેટલો પ્રેમ કરે છે તે કોઈથી પણ છુપાયેલું નથી. લોકડાઉનમાં બંને એક સાથે જ છે અને તેમનો પ્રેમ પણ.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ:-

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ન્યૂયોર્કમાં છે. આ મુશ્કેલ સમયમાં બંને એકબીજાની સાથે છે. નિક આ સમયે પ્રિયંકાની સંપૂર્ણ કાળજી લઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા પ્રિયંકાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં પ્રિયંકા નિકના ખોળામાં માથું રાખીને સુતેલી હતી. બંનેના આ ફોટાને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા:-

 

View this post on Instagram

 

Jhaadu Maar 😂😂😂 #ShilpaShetty #Rajkundra #QuarantineLife #india #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા આજકાલ ઘરે બેસીને ટિક-ટોક વીડિયો બનાવી રહ્યા છે. બંનેના વીડિયો એટલા રમૂજી હોય છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

સુષ્મિતા સેન અને રોહમન:-

સુષ્મિતા સેન તેના બોયફ્રેન્ડ રોહમન સાથે લોકડાઉનમાં કિંમતી સમય પસાર કરી રહી છે. બંનેનું બોન્ડિંગ પણ જબરદસ્ત જોવા મળે છે. તેમજ તેમની વચ્ચે પ્રેમ પણ ખૂબ સારો છે.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા

 

View this post on Instagram

 

A post shared by Pulkit Samrat (@pulkitsamrat) on

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટનો પ્રેમ પણ તાજો જ છે. બોલિવૂડમાં પણ ઘણી બધી ગોસિપ ચાલી રહી છે. પરંતુ, આ કપલ આ બધાથી દૂર આ કિંમતી સમયને મનભરીને જીવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તસવીરોમાં બંનેનો પ્રેમ સાફ જોવા મળી રહ્યો છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા:-

image source

સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા વચ્ચે પણ ખૂબ સુંદર સંબંધ છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે. જે તેમની તસ્વીરો પરથી જ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ