આટલો બધો બદલાઇ ગયો છે શાહરુખ-કાજોલનો આ દિકરો, જોઇ લો તસવીરોમાં કેટલો સ્માર્ટ છે

મિત્રો, ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મ એ આપણા ભારતીય સિનેમા જગતમા વિશેષ સ્થાન ધરાવે છે. હાલ, લાંબા સમય બાદ પણ લોકો આ ફિલ્મ જોવાનુ પસંદ કરે છે. આ ફિલ્મમા શાહરૂખ ખાન , કાજોલ , અમિતાભ બચ્ચન , જયા બચ્ચન , રિતિક રોશન અને કરીના કપૂર જેવા કલાકારોએ અભિનય ભજવ્યો હતો.

image source

આ ફિલ્મ જ્યારે રીલીઝ થઇ હતી ત્યારે ખુબ જ લોકપ્રિય બની હતી અને હજુ આટલા વર્ષો બાદ પણ આ ફિલ્મની લોકપ્રિયતા ઓછી થઇ નથી. ફક્ત આટલુ જ નહી આ ફિલ્મમા અભિનેત્રી કાજોલ અને શાહરૂખ ના પુત્ર નુ પાત્ર ભજવનાર આ બાળ કલાકારનુ નામ જીબરાન ખાન હતુ.

 

View this post on Instagram

 

A post shared by Jibraan Khan (@jibraan.khan)

આ ફિલ્મમા તેના અભિનય ને લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો પરંતુ, શુ તમે જાણો છો કે આ ફિલ્મ નો બાળ કલાકાર જીબરાન ખાન અત્યારે કેવો દેખાય છે? તે અત્યારે ક્યા છે અને શુ કરી રહ્યો છે? તો ચાલો આજે આ લેખમા આપણે આ બાળ કલાકાર વિશે માહિતી મેળવીએ.

image source

વર્ષ ૨૦૦૧ મા આવેલી આ ફિલ્મ ને ૧૯ વર્ષ થઇ ચુક્યા છે અને અત્યારે જીબરાન નો લૂક પણ ઘણો બદલાઈ ચુક્યો છે. આ ફિલ્મમા માસૂમ બાળકની ભૂમિકા ભજવનાર જીબરાન ખાન આજે મોટો થઇ ચુક્યો છે અને આજે તે ખુબ જ હેન્ડસમ દેખાય છે. ફક્ત આટલુ જ નહી અન્ય તમામ કલાકારો ની જેમ જીબરાન ખાન પણ ઇન્સ્ટાગ્રામ પર હમેંશા એક્ટીવ રહે છે અને તેના એક લાખ ચાલીસ હજારથી વધુ ફોલોઅર્સ છે.

image source

જીબરાન અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે. શુક્રવારના રોજ ૨૭ વર્ષીય જીબ્રાન ખાન હાલમા તેની નવી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમા તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની સાથે જોવા મળશે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે, આ બાળ કલાકાર તરીકે ની કારકિર્દી ની શરૂઆત કરનાર જીબરાન હવે અભિનય ના ક્ષેત્રમાં ખુબ જ આગળ વધવાની દિશામા છે.

image source

“કભી ખુશી કભી ગમ” ફિલ્મમા શાહરૂખ અને કાજોલ પહેલા એકબીજાના પ્રેમમા પડ્યા અને પછી લગ્ન કરે છે અને ત્યારબાદ તે યુ.કે. મા સ્થાયી થઈ જાય છે. આ ફિલ્મમા તેમનો એક પુત્ર પણ હોય છે. આ ફિલ્મમા તેમના પુત્રની ભૂમિકા જીબરાન ખાન ભજવે છે. આ મલ્ટિસ્ટાર ફેમિલી ડ્રામા ફિલ્મ દર્શકો ને ખૂબ જ પસંદ આવી.

image source

ફક્ત એટલુ જ નહી આ ફિલ્મ ના ગીતોએ પણ ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ કરણ જોહર દ્વારા લખવામા આવી હતી અને તેમણે દિગ્દર્શિત પણ કરી હતી, જ્યારે આ ફિલ્મના નિર્માતા યશ જોહર હતા. આ ફિલ્મે સિનેમાજગતમા સારી એવી સફળતા મેળવી હતી અને આ ફિલ્મના કલાકારો ને પણ સારી એવી નામના મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ