ડાયટિંગ બંધ કરવા માટે શરીર આપે છે આ 7 સંકેતો, જાણો અને ભૂલથી પણ એને અવગણશો નહિં…

અત્યારના સમયમાં લોકો થોડો પણ વજન વધવાની સાથે જ ડાયટિંગ શરુ કરી દે છે, પરંતુ શું તમે જાણો છો કે ડાયટિંગ તમારી સમસ્યા ઘટાડવાના બદલે વધારી શકે છે. ડાયટિંગ કરવાથી ઘણી શારીરિક સમસ્યા થઈ શકે છે અને આ અચાનક નથી થતું. જયારે આપણા શરીરમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે આપણું શરીર આપણને સંકેતો આપવાનું શરુ કરે છે, પરંતુ આપણે આ સંકેતોની અવગણના કરીએ છીએ. જે ઘણી સમસ્યાનું કારણ બની શકે છે. ડાયટિંગ બંધ કરાવવાના સંકેતો શું છે ? ડાયેટિંગ દરમ્યાન તમારી સહેજ ભૂલ એ તમારા સ્વાસ્થ્ય પર તણાવનું કારણ બની શકે છે. ડાયટિંગ દરમિયાન ઓછો અથવા વધુ ખોરાક લેવો અથવા ખોટો આહાર લેવાથી પણ શરીર પર ઘણી નકારાત્મક અસરો પડે છે. શરીર આ સંકેતોને ઘણી રીતે કહે છે, તમારે તે સંકેતો પર ધ્યાન આપવાની જરૂર છે. વધારે પ્રમાણમાં ખોરાક લેવાથી તમારા શરીરને પોષક તત્વો મળતા નથી, જેના કારણે નબળાઇ, પેટમાં દુખાવો થવાની સમસ્યા શરૂ થાય છે. સ્ત્રીઓમાં પીરિયડ્સ અથવા અનિયમિત પીરિયડ્સ જેવા લક્ષણો ડાયટિંગના કારણે પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ તે 7 સંકેતો વિશે જે તમને ડાયેટિંગ દરમિયાન અવગણવા જોઈએ નહીં.

1. એસીડીટી

image source

જો તમે ખોરાક સાથે યોગ્ય સબંધ નહીં રાખો તો તમારું પેટ હંમેશા બીમાર રહેશે. લોકો ડાયટિંગ દરમિયાન ઓછો ખોરાક ખાય છે, જેનાથી ગેસ અથવા પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સંકેત સૂચવે છે કે તમારે ડાયટિંગ કરવાનું બંધ કરવું પડશે અને થોડો સ્વસ્થ ખોરાક લેવો પડશે.

2. દુઃખી મેહસૂસ કરવું

image source

ડાયટિંગ દરમિયાન, કેટલીકવાર આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ. ડાયટિંગનો અર્થ ભૂખ્યા રેહવું નથી, પરંતુ તમારે સંતુલિત આહાર લેવો જોઈએ. ઘણી વખત તમે ખોટા ખોરાક અથવા આદતોથી ડાયટિંગ કરવાનું શરૂ કરો છો પણ તેની અસર દેખાતી નથી. આવી સ્થિતિમાં તમે નાખુશ થઈ જશો. જો તમને તેવું લાગે છે, તો ડાયેટિંગ કરવાનું બંધ કરો અને વજન ઓછું કરવાની બીજી કોઈ રીત અપનાવો.

3. ડાયેટિંગ દરમિયાન વધુ ખાવું

image source

જો તમને એવું લાગે છે કે ડાયટિંગ કર્યા પછી પણ તમને ગમે ત્યારે ભૂખ લાગે છે અને તમે તમારી જરૂરિયાત કરતાં વધુ ખાવ છો તો તરત જ ડાયટિંગ કરવાનું બંધ કરો અને બેલેન્સ ડાયટ લો. તમારે ડાયેટિશિયનને જરૂરથી મળો, કારણ કે તમે જે ખાઈ રહ્યા છો તે સ્વાસ્થ્યપ્રદ છે અથવા તેનું પ્રમાણ બરાબર નથી એ તમને જણાવશે.

4. વારંવાર ચિડાય જવું

image soucre

જ્યારે શરીરને પોષક તત્ત્વો મળતા નથી, ત્યારે આપનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જો તમને પણ ડાયટિંગ કરો ત્યારે ચીડિયાપણું લાગે છે, તો તરત જ ડાયટિંગ રોકો અને તમારા ડોક્ટરનો સંપર્ક કરો. તમે તમારી કાર્યક્ષમતાથી વધુ અથવા ઓછો ખોરાક લો ત્યારે પણ આવું થઈ શકે છે. તમારા વજન, ઉંચાઈ અને ઉંમરના આધારે, ડોકટર તમને યોગ્ય આહાર કહી શકે છે.

5. ડાયેટિંગ દરમિયાન અનિયમિત પીરિયડ્સ

image source

ડાયેટિંગ દરમિયાન શરીરનું મેટાબોલિઝમ ઓછું થાય છે જેના કારણે શરીરમાં હોર્મોન્સ બદલાય છે. આનાથી સ્ત્રીઓમાં અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં વધારો થાય છે. આ સમસ્યા વધુ રોગોનું કારણ બની શકે છે. તેથી જો તમને આવા સંકેત દેખાય, તો ડાયટિંગ કરવાનું બંધ કરો.

6. ડાયેટિંગ કરતી વખતે ભૂખ ન લાગવી

image source

જે લોકો ડાયટિંગ કરે છે તેઓ આખો સમય વજન ઘટાડવાનું વિચારે છે જેના કારણે તેઓ તાણમાં રહે છે. આ તેમની ભૂખને અસર કરે છે. ડાયટિંગ શરૂ કર્યા પછી, જો તમને ભૂખ ના લાગવાની તકલીફ હોય, તો થોડા સમય માટે ડાયેટિંગ કરવાનું બંધ કરો.

7. ડાયેટિંગ કરતી વખતે થાક લાગવો

image source

જો તમને ડાયટિંગની શરૂઆત કર્યા પછી ટૂંક સમયમાં થાક લાગે છે, તો તમારે ડાયટિંગ કરવાનું બંધ કરવું જોઈએ. આવું થાય છે કારણ કે તમારા શરીરમાં પોષક તત્ત્વો નથી મળતા. વજન ઘટાડવા પાછળ આપણે જરૂરી પોષણ લેવાનું બંધ કરીએ છીએ. આવી ભૂલ ન કરો. સંતુલિત આહાર લો અને જો તમને નબળાઈ લાગે છે તો ડાયેટિંગ કરવાનું બંધ કરો.

જો તમારું શરીર આમાંના કોઈપણ સંકેતો આપી રહ્યું છે, તો તરત જ ડાયટિંગ રોકો અને તમારા ડોક્ટર અથવા ડાયટિશિયનનો સંપર્ક કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત