બિહારના એક ગામના ખેતરમાં આકાશમાંથી પડ્યો એક રહસ્યમયી પથ્થર, ચુંબક પણ ચોંટી જાય છે આ પથ્થરને !

આપણા જ્ઞાન બહારની બાબતોએ હંમેશા આપણું ધ્યાન આકર્ષિત કર્યું. છે પછી તે કોઈ આધ્યાત્મની વાત હોય કોઈ નવા સંશોધનની વાત હોય કે પછી બ્રહ્માંડમાં ફરતા તારાઓની વાત હોય. આપણને હંમેશા આવી કોઈ બાબત વિષે જાણવા મળે એટલે આપણી આંખો હંમેશા કુતુહલથી ચમકી ઉઠે છે. તેવું જ બિહારના મધુબની જિલ્લામાં બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ricardo Alejandro Dawson (@ricardoalejandrodawson) on


વાત છે બિહાર રાજ્યના મધુબની જિલ્લાના એક નાનકડા ગામની. આ ગામના એક ખેતરમાં એક વિચિત્ર પથ્થર અકાશમાંથી પડ્યો છે. આ પથ્થરનો દેખાવ સામાન્ય પથ્થર કરતાં ઘણો અલગ છે. અને તેની આ વિચિત્રતાથી સ્થાનીક લોકોમાં ખુબ જ જિજ્ઞાસા જાગી છે.

આ પથ્થરનું વજન લગભગ 15 કી.ગ્રામ છે. હાલ જિલ્લા પ્રશાસને આ પથ્થર પોતાના કબજામાં લઈ લીધો છે. આ માટે જિલ્લા અધિકારી કપીલ અશોકે એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પથ્થરના ફિઝિકલ પરિક્ષણ માટે તેને લેબોરેટરી મોકલી દેવામાં આવ્યો છે.


આ ઘટના સોમવારે સવારે બની હતી. તે સમયે ખેતરમાં કેટલાક ખેડૂતો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ધમાકા સાથે આ પથ્થર ખેતર પર આવીને પડ્યો. જ્યાં આ પથ્થર પડ્યો ત્યાં લગભગ 4 ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. તે વખતે ઝરમર વરસાદ પડી રહ્યો હતો. પણ લોકોનું એવું કહેવું છે કે જ્યારે આ પથ્થર પડ્યો ત્યારે તે ગરમ હતો.

પણ તે વરસાદના કારણે ખેતરમાં જમા થયેલા પાણીમાં પડતાં તેમાંથી વરાળ નીકળવા લાગી હતી. હાલ તો આ પથ્થરમાં કઈ ધાતુ છે તે ખબર પડી નથી પણ એટલું ચોક્કસ ખબર પડી છે કે તેમાં ચુંબકીય શક્તિ ચોક્કસ છે કારણ કે જ્યારે તેના પર ચુંબક મુકવામાં આવ્યું ત્યારે તે તરત જ તેને ચોંટી ગયું હતું. આકાશમાંથી પડેલા આ વિચિત્ર પથ્થરના સમાચાર વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાઈ ગયા અને આખું ગામ તેને જોવા ભેગુ થઈ ગયું જોકે પછી સ્થાનિક પોલીસને તેની ખબર આપવામાં આવી હતી.

જો કે ગામના લોકો વચ્ચે તરત જ આ પથ્થર વિષે વિવિધ જાતની વાતો ફેલાવા લાગી. કોઈકે ભગવાનનો ચમત્કાર ગણ્યો તો કોઈએ તેની સાથે પરગ્રવાસીને જોડી દીધો. અને ત્યાર બાદ તો કેટલાક લોકોએ આ પથ્થરને ભગવાનનું રૂપ માનીને તેને પીપળાના જાડ નીચે મુકીને તેને પુજવાનો પણ શરૂ કરી દીધો.

જો કે વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે આ એક ઉલ્કાપિંડ છે. આકાશમાં ચાર્જના કારણે વિજળી થાય છે અને તેના કારણે પથ્થ મેગ્નેટિક પ્રોપર્ટીમાં ફેરવાઈ જાય છે. જો કે આ પથ્થર ક્યાંથી આવ્યો તેમાં કંઈ કઈ ધાતુઓ સમાયેલી છે તેનું શું બંધારણ છે તે બધી જ માહિતી તેની ઉંડી તપાસ બાદ જ ખ્યાલ આવશે.

 

View this post on Instagram

 

#Madhubani लौकही के कौरियाही-ककहिया बधार में सोमवार की दोपहर आसमान से एक बड़े आकार का पत्थर गिरा। एक पत्थर 15 kg का है, जो कि 5 फीट गड्ढा बना गया। इसके बाद वहां खेतों में काम कर रहे किसानों के बीच अफरातफरी मच गई। प्रत्यक्षदर्शी किसानों ने बताया कि तेज आवाज के साथ जब पत्थर खेत में गिरा तो धुआं जैसा निकलने लगा। यह देख खेतों में काम कर रहे मजदूर वहां से भाग गए। थोड़ी देर बाद जब धुआं निकलना बंद हुआ तो लोग फिर से वहां पहुंचे। इस दौरान कौरियाही के युवा किसान श्रवण यादव ने हिम्मत जुटा कर जहां पत्थर गिरा था, उसकी खुदाई शुरू की। खोदने के बाद काले रंग का पत्थर निकला।इसका वजन 10 किलो के करीब है। इसके बाद घटना की सूचना सीओ त्रिपुरारी श्रीवास्तव और प्रखंड प्रमुख वरुण कुमार बिहारी को दी गई। दोनों मौके पर पहुंचे। प्रखंड प्रमुख ने बताया कि इस काले से पत्थर में चुम्बक चिपक जा रहा है। सीओ त्रिपुरारी श्रीवास्तव ने कहा कि इसे जांच के लिए भेजा जाएगा कि आखिरकार यह क्या है? डीएम शीर्षत कपिल अशोक ने बताया कि पत्थर को कड़ी सुरक्षा में रखा जाएगा और उसकी जांच कराई जाएगी। पहले ही बताये रहे कि हमारे पवित्र चाँद पे अतिक्रमण बंद करो.. लेकिन नहीं माने तुम.. हमारे सब्र का इंतिहां हो गई अब… हमारे कश्मीरी और फिलिस्तीनी भाय बहिन सब को ऊपर पहुँचा दिया गया है.. अब एकदम लेग ब्रेक ऑफ ब्रेक इन स्विंग आउट स्विंग के साथ करारा जवाब मिलेगा। 😎😜

A post shared by Nin Ja Brothers (@ask_nayanprakash) on


જો તમને ઉલ્કા વર્ષા વિષે જાણવાની ઇચ્છા હોય તો અમે તમને જણાવી દઈએ કે ઉલ્કા પિંડની શરૂઆત પુરાણકાળથી થઈ છે અને કદાચ તેથી પણ વધારે સમય પહેલાથી. જોકે ઇતિહાસના ગ્રંથોમાં આ પથ્થરોનો ચમત્કારી અથવા તો પવિત્ર પથ્થરો તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં ઉલ્કા પીંડ કહીએ છીએ. પુરાણ કાળમાં અવકાશમાંથી પડતા આવા પથ્થરોની પુજા કરવામાં આવતી હતી. એપોલોના એક મંદીરમાં આવા જ એક આકાશમાંથી આવેલા પથ્થરની પુજા કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jérôme (DaredareMotus) (@jerome.icloud) on


1492માં ફ્રાન્સના એક ગામડામાં 280 પાઉન્ડનો એટલે કે લગભગ ડોઢસો કી.ગ્રામનો એક ઉલ્કા પીંડ અવકાશમાંથી પડ્યો હતો. એક નાનકડા છોકરાએ તે ઉલ્કાને જમીન પર પડેલી જોઈ હતી અને તે ગામના લોકોને ત્યાં દોરી ગયો હતો. જો કે તે વખતે પણ લોકોને વિજ્ઞાનમાં નહીં પણ અલૌકિક શક્તિઓ પર વધારે વિશ્વાસ હોવાથી આ પથ્થરને પણ કોઈ દૈવી વસ્તુ જ માની લેવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Marvelous, Magical Mrs.Claus (@mrs.clauscookies) on


પણ આવા ઉલ્કા પીંડ પૃથ્વી પર અવારનવાર પડતા રહે છે. અને દર વખતે લોકો તેનાથી અચરજ પામે છે. જો આપણી નજર સમક્ષ આવો કોઈ ઉલ્કાપીંડ આકાશમાંથી નીચે ધરતી પર પડે તો તે દૃશ્ય આપણા માટે તો આજીવન યાદગાર રહી જાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ