આ શખ્સની 39 પત્નીઓ અને 94 બાળકો છે, જાણો કેવી રીતે રહે છે ઘરમાં

આ દુનિયા ખુબ મોટી છે અને અનોખી છે. જેમાં તમને વારંવાર કંઈક અજીબ અજીબ જોવા મળતું રહે છે. એ જ રીતે હાલમાં એક વાત કરવી છે જે પણ કંઈક અજીબ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ દુનિયાનો સૌથી મોટો પરિવાર ભારતમાં રહે છે. મિઝોરમની રાજધાની આઈજોલ પાસે જખ્તવાંગ ગામમાં રહેતા આ પરિવારમાં 167 સભ્યો છે અને તે દરેક એક જ મકાનમાં છે. સામાન્ય રીતે લગ્ન જીવનમાં કોઈ પણ પતિ-પત્ની બીજા કોઈ પણ સ્ત્રી કે પુરૂષની દરમિયાનગીરી પસંદ કરતા નથી. ભૂલથી પણ કોઈ પતિ અન્ય સ્ત્રી સાથે કે કોઈ પત્ની અન્ય પુરુષ સામે જુએ કે તેના વખાણ કરે તો ગમતું નથી હોતું.

image soucre

સામાન્ય રીતે આપણાં ત્યાં લગ્ન જીવનમાં એક સ્ત્રી કોઈ બીજી સ્ત્રીની દરમિયાનગીરી ક્યારેય ચલાવી લેતી નથી. મિઝોરમમાં એક એવું ગામ છે જ્યાં એક એવો વ્યક્તિ રહે છે જેને 39 પત્નીઓ રાખી છે. 39 પત્નીઓ સાથે આ મહાશય એક જ ઘરમાં રહે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફેબ્રુઆરી 2011માં તેનો દુનિયાના સૌથી મોટા પરિવાર તરીકેનું સ્થાન મળ્યું હતું. આ ઘરના મુખિયા જિયોના ચાનાની 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્ર અને પૌત્રીઓ છે.

image source

વધારે વાત કરીએ તો આ પરિવારના દરેક લોકો માટે એક જ રસોડામાં રસોઈ બને છે અને એક જ ડાઈનિંગ હોલમાં બેસીને બધા જમે છે. જિયોના દુનિયાનો સૌથી મોટો પરિવાર ધરાવતો વ્યક્તિ છે. તે તેના પરિવાર સાથે 100 રૂમના એક ઘરમાં રહે છે. જિયોનાના 167 સભ્યોના પરિવારમાં રોજ 130 કિલો અનાજની રસોઈ બને છે.

image source

જિયોના એવા પરિવારથી સંબંધ ધરાવે છે જે તેમને બહુવિવાહ માટેની મંજૂરી આપે છે. તેમને આટલી બધી પત્ની હોવાનું પણ આ જ કારણ છે. તેમના પરિવારનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. 39 પત્નીઓના પતિ જિયોના આ વાતને ઈશ્વરનું વરદાન માને છે અને પોતાની જાતને નસીબદાર ગણે છે.

image source

ચાનાની દરેક પત્નીઓ ખૂબ આજ્ઞાકારી છે. તે બધા એક સાથે એક જ ઘરમાં રહે છે અને એકબીજાને ખૂબ પ્રેમ પણ કરે છે. એક દિવસના કરિયાણામાં 45 કિલો ચોખા, 25 કિલો દાળ, 20 કિલો, 30થી 40 મુર્ગા અને 50 ઈંડાની જરૂર પડે છે. 167 સભ્યોનો પરિવાર જે ઘરમાં રહે છે તેનું નામ છૌન થર રન (ન્યૂ જનરેશન હોમ) છે. જિયોનનો પરિવાર એક 4 ફ્લોરના મકાનમાં રહે છે, તેમાં 100થી વધારે રૂમ છે. એક મોટા ડાઈનિંગ હોલમાં 50 ટેબલ પર જમવાનું પીરસવામાં આવે છે. જિયોનની પત્નીઓ જમવાનું બનાવે છે.

image source

જ્યારે દીકરીઓ ઘરનું અન્ય કામ અને સાફ-સફાઈનું કામ કરે છે. કપડા ધોવાનું કામ પરિવારના દરેક સભ્યો ભેગા મળીને કરે છે. હવે આ ઘરની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકોના મોઢે એક જ વાત છે કે ખરેખર આ તો અદ્બૂત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ