જો તમે પણ ઘરમાં રાખશો આ 5 વસ્તુઓ તો રહેશે લક્ષ્મીજી પ્રસન્ન

અનેક પૌરાણિક માન્યતાઓ અનુસાર અનેક એવી ચીજોને મહત્વ આપવામાં આવે છે કે જેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. માન્યતાઓ પણ જીવનમાં અનેક મોટા ફેરફાર લાવી દેતી હોય છે. જો તમે ઘરમાં એક સુંદર મંદિરની સાથે કેટલીક નકારાત્મક ચીજોને હટાવી દો છો તો તમને અનેક ગણી સફળતા મળે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. તો જાણો શું કરવું અને શું નહીં તે વિશે વિગતે.

ઘડો કે સુરાહી

image source

વાસ્તુ અનુસાર ઘરમાં માટીની સુરાહી કે ઘડો હોવો શુભ માનવામાં આવે છે, આ સિવાય તેની દિશાની વાત કરીએ તો ઉત્તર દિશા તેને રાખવા માટેનું ઉત્તમ સ્થાન છે. જો તમે આ કામ કરો છો તો તમારા ઘરમાં ધનની ખામી રહેતી નથી અને સાથે જ ધ્યાન રાખો કે આ બંનેમાંથી જે પણ ચીજ ઘરમાં રાખો તે હંમેશા ભરેલી રહે.

બજરંગબલીની પ્રતિમા

image source

હનુમાનજીને સંકટ મોચક માનવામાં આવે છે. તેઓ કોઈ પણ સંકટમાં તમારી રક્ષા કરે છે જો તમે ઘરમાં હનુમાનજીની પ્રતિમા લગાવો છો તો તમે તેને દક્ષિણ પશ્ચિમ દિશામાં લગાવો તે યોગ્ય છે. આમ કરવું એ શુભ માનવામાં આવે છે. અહીં દિવાલ પર હનુમાનજીનો ફોટો પણ લગાવી શકાય છે અને રોજ તેની પૂજા કરો તે પણ યોગ્ય છે.

લક્ષ્મી-કુબેરની પ્રતિમા

image source

જો તમે ઘરમાં લક્ષ્મી અને કુબેરની પ્રતિમા લાવ્યા નથી તો જલ્દીથી તેને ખરીદી લાવો. લક્ષ્મી માતા અને કુબેર દેવતાને ઘરના ખજાનાના રક્ષક અને સુખ તથા સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મી અને સાથે ભગવાન કુબેરનો ફોટો શુભ માનવામાં આવે છે. મુખ્ય દ્વાર પર સાથિયાનું ચિહ્ન હોવું પણ જરૂરી છે. તેનાથી માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ રહે છે. કેટલાક લોકો પૂાઘરમાં પણ કુબેર દેવતાનો ફોટો અને પ્રતિમા લગાવે છે. આમ કરવાથી તમે સમૃદ્ધ રહો છો.

ગંગાજળ

image source

પ્રાણદાયિની અને જીવનદાયિની ગંગા મૈયાને ધર્મમાં માતાનો દરજ્જો અપાયો છે. આ માટે દરેક પ્રકારના પૂજાપાઠના કામમાં ગંગાજળનો પણ ખાસ પ્રયોગ કરાય છે. દરેક ઘરમાં ગંગાજળ હોવું જરૂરી માનવામાં આવ્યું છે. કોઈ પણ શુભ તિથિ જેમ કે પૂનમ કે અગિયારસના દિવસે ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરો. આમ કરવાથી ઘરની નેગેટિવ એનર્જી ખતમ થાય છે અને તમારી પ્રગતિ કાયમ બની રહે છે.

મોરપંખ

image source

ઘરમાં મોરપંખ લગાવવું એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. મોરપંખને ભગવાન શ્રીકૃષ્ણના અંશ માનવામાં આવે છે અને સાથે તેના હોવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ