BIG NEWS: ભારતની બે સ્વદેશી વેક્સિનને મળી મંજૂરી, પીએમ મોદીએ કહી આ વાત

કોરોના વેક્સિન પર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DCGI એ કોરોના રસી અંગે મોટી જાહેરાત કરી છે. ડીસીજીઆઈએ સીરમ ઈન્સ્ટીટ્યુટની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેક રસી કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. હવે આ રસીઓ દેશમાં સામાન્ય લોકોને લગાવી શકાશે. અગાઉ SEC એ 1 જાન્યુઆરીએ કોવિશિલ્ડ અને 2 જાન્યુઆરીએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ DCGI ને કરી હતી. ડીસીજીઆઈએ આજે તેના પર મહોર લગાવી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની જાયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈના ડાયરેક્ટર વી.જી. સોમાનીએ જણાવ્યું કે બંને રસી સંપૂર્ણ સલામત છે અને કટોકટીની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ડીસીજીઆઈના જણાવ્યા અનુસાર, બંને રસીના બે ડોઝ ઇન્જેક્શન તરીકે આપવામાં આવશે.

કોવેક્સિનની વિશેષતા

image source

તમને જણાવી દઈએ કે કોવેક્સિનના ફેઝ-2 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામ 23 ડિસેમ્બરે સામે આવ્યા હતા. ટ્રાયલ્સ 380 સ્વસ્થ બાળકો અને પુખ્ત વયના લોકો પર કરાઈ હતી. 3 માઈક્રોગ્રામ અને 6 માઈક્રોગ્રામના બે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યા. બે ગ્રુપ્સ બનાવવામાં આવ્યા. તેને બે ડોઝ ચાર સપ્તાહની ગેપથી લગાડવામાં આવ્યા. ફેઝ-2 ટ્રાયલ્સમાં કોવેક્સિને હાઈ લેવલ એન્ટીબોડી પ્રોડ્યૂસ કર્યાં.બીજા વેક્સિનેશનના 3 મહિના પછી પણ તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડીની સંખ્યા વધી ગઈ છે.

image source

ટ્રાયલના પરિણામોના આધારે કંપનીનો દાવો છે કે કોવેક્સિનના કારણે શરીરમાં બનેલા એન્ટીબોડીથી 6 થી 12 મહિના સુધી રહે છે. એન્ટીબોડી એટલે કે શરીરમાં હાજર એવા પ્રોટીન, જે વાઈરસ, બેક્ટેરિયા, ફુગ અને પેરાસાઈટ્સના હુમલાને અસરવિહોણા કરે છે. કંપનીનો દાવો છે કે ફેઝ-3 માટે દેશભરમાં સૌથી વધુ 23 હજાર વોલેન્ટિયર્સ પર ટ્રાયલ થઈ. ભારત માટે ખુશીના વાત છે કે બન્ને દેશી રસીને મંજૂરી મળી ગઈ છેય આ અંગે પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને બધાઈ આપી હતી અને કહ્યું હતું કે દેશ માટે આ ગૌરવની વાત.

આ સપ્તાહે વેક્સિનેશન શરૂ થઈ શકે છે

image source

તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

કોવીશીલ્ડની વિશેષતા

image source

કોવીશીલ્ડના ક્લીનીકલ ટ્રાયલ્સના એનાલિસિસથી ઘણા સારા પરિણામ સામે આવ્યા છે. વોલેન્ટિયર્સને પહેલા અડધો ડોઝ આપવામાં આવ્યો અને પછી ફુલ ડોઝ. કોઈને પણ હેલ્થ સાથે જોડાયેલા કોઈ પણ ગંભીર સમસ્યા જોવા મળી ન હતી. જ્યારે હાફ ડોઝ આપવામાં આવ્યો તો ઈફિકેસી 90 ટકા મળી. એક મહિના પછી તેને પુરો ફુલ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે બન્ને ફુલ ડોઝ આપવામાં આવ્યા તો ઈફિકેસી 62 ટકા રહી. બન્ને પ્રકારના ડોઝમાં સરેરાશ ઈફિકેસી 70 ટકા રહી. તમામ પરિણામ આંકડા પ્રમાણે ખાસ છે. ઈફિકેસી જાણવા માટે વેક્સિન લગાવ્યાના એક વર્ષ પછી સુધી વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ અને ઈમ્યુનોજેનિસિટી ટેસ્ટ કરાવાશે. ઈન્ફેક્શનની તપાસ માટે દર સપ્તાહે સેમ્પલ લેવાઈ રહ્યાં છે.

કોવીશીલ્ડ અન્ય વેક્સિનના મુકાબલે સસ્તી પણ છે.

ત્રણ કંપનીઓએ વેક્સિનના ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ માંગ્યું હતું

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં ત્રણ ફાર્મા કંપનીઓએ કોરોના વેક્સિનના ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ માંગ્યું હતું. એક્સપર્ટ પેનલે તેમાંથી કોવીશીલ્ડ અને કોવેક્શિનને શરતી મંજૂરી આપી છે, જ્યારે અમેરિકન ફાર્મા કંપની ફાઈઝર તરફથી બનાવવામાં આવેલી વેક્સિન પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. જેને WHOએ આખી દુનિયામાં ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ આપ્યું છે. સાથે જ કોવીશીલ્ડ અથવા AZD1222 ને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી છે. અદાર પૂનાવાલાનું સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેની ભારતમાં ટ્રાયલ્સ કરી રહ્યો છે. 1 જાન્યુઆરીએ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ તેને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. કોવેક્શિન સ્વદેશી છે. તેને હૈદરાબાદની કંપની ભારત બાયોટકે ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે.

સાઈડ ઈફેક્ટ અંગે શું કહ્યું DCGI એ

image source

DCGIના ડિરેક્ટર વી.જી.સોમાનીએ જણાવ્યું કે રસી સંપૂર્ણ સલામત છે. વીજી સોમાનીએ કહ્યું કે આ રસી 110 ટકા સલામત છે. તેમણે કહ્યું કે જો સલામતી અંગે કોઈ ચિંતા હોય તો તે આવી કોઈ રસીને મંજૂરી આપશે નહીં. વીજી સોમાનીએ કહ્યું કે હળવી આડઅસરો થાય છે પરંતુ તેની ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું હતું કે હળવા તાવ, પીડા, એલર્જી જેવી ચીજો દરેક રસી સાથે હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો અફવા છે. તેના પર લોકોએ ધ્યાન ન આપવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ