ભૂલથી પણ યુઝ ન કરો ફ્રી વાઇફાઈ, જાણો શું નુકશાન થઇ શકે છે…

ભૂલથી પણ યુઝ ન કરો ફ્રી વાઇફાઈ

જીયો આવ્યા પહેલાં આપણને અન્ય મોબાઈલ નેટવર્ક કંપનીઓ તરફથી મહિનાના ગણતરીના 1થી 2 જીબી હાઇ સ્પિડ ડેટા મળતો હતો અને આપણે ખુબ જ સાંચવીને તેને વાપરતા હતા. પણ છેલ્લા બે વર્ષથી જીયો તેના ગ્રાહકોને રોજના બે-બે જીબી હાઇસ્પીડ ડેટા પુરો પાડે છે અને લોકો હવે તેનો ભરપૂર ઉપયોગ કરે છે અને હવે દિવસના બે-બે જીબી પણ લોકોને ઓછા પડવા લાગ્યા છે. ત્યારે આવા સંજોગોમાં આપણને ખુલ્લા વાઇફાય એટલે કે ફ્રી વાઇફાઈ એટલે કે અનપ્રોટેક્ટેડ પાસવર્ડ વગરના વાઇફાઇનો ઉપયોગ કરવાની લાલચ થઈ આવે છે અને જો ફ્રી વાઇફાઈ મળતું હોય તો આપણે તેનો ઉપયોગ પણ કરી લેતા હોઈએ છીએ. પણ આમ કરવું તમને ભારે પડી શકે તેમ છે. કારણ કે આવા ખુલ્લા વાઇફાઇ થકી તમારા ફોનમાં રહેલો ડેટા ચોરાવાનું પુરતું જોખમ રહેલું હોય છે.

માટે અહીં તમને સલાહ આપવામાં આવે છે કે તમારે ક્યારેય પબ્લીક વાઈફાઈ કે પછી અનપ્રોટેક્ટેડ વાઇફાઈનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે વાઇફાઈના ધોરણનો જરા પણ સુરક્ષિત નથી.

અહીં મોટામાંમોટો ભય હેકર્સથી હોય છે. કારણ કે તમારા ડીવાઈઝથી તમે જે વેબસાઇટ પર સંપર્ક કરી રહ્યા હોવ છો તે બન્ને વચ્ચેનો જે ખાલી ગાળો હોય છે ત્યાં હેકર્સ ફાવી જાય છે અને પોતાને મનફાવતી ઇન્ફોર્મેશન તમારા ડીવાઇઝ પરથી ચોરી લે છે. અને આમ તમે અજાણતા જ તમારી બધી જ માહિતી હેકર્સને પહોંચતી કરી દો છો. તમે જે કોઈ પણ ઇન્ફોર્મેશન જે તે વેબસાઇટને મોકલી હોય છે તે પછી તમારા ઇમેઇલ્સ હોય, ફોન નંબર હોય, ક્રેડીટ કાર્ડની માહિતી હોય, ધંધાને લગતી કોઈ માહિતી હોય તે બધું જ સીધે સીધું હેકર્સ પાસે જતું રહે છે. જો તમે એવી દલીલ કરતા હોવ કે તમે તમારા પર્સનલ ઇમેઇલ્સ કે બેન્ક એકાઉન્ટ ડીટેઇલ નથી શેયર કરી રહ્યા છો તમે તો માત્ર કોઈ વિડિયો જોઈ રહ્યા છો તેમાં શું લુંટાઈ જવાનું છે પણ તે પણ યોગ્ય નથી.

જ્યારે તમે ફ્રી પબ્લીક વાઇફાઇનો ઉપયોગ કરવાનું વિચારો છો ત્યારે એટલુ જાણી લો કે અહીં અસંખ્ય હેકર્સ તમારા જેવાને નિશાનો બનાવવા ટાંપીને બેઠા હોય છે. માત્ર તમારા ફ્રી વાઇફાઇ યુઝ કરવાની જ વાર હશે અને તેઓ તમારો શિકાર કરી લેશે.

તેમ છતાં તમારે મજબૂરીથી આ પબ્લીક વાઇફાય યુઝ કરવું પડ્યું તો દા.ત. તમે ક્યાંય આઉટ ઓફ કન્ટ્રી હોવ અને ના છૂટકે તમારે એયરપોર્ટ પર વાઇફાઇ વાપરવું પડે તેમ જ હોય તો નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો.

તમારે તમારી કોઈ પણ જાતની અંગત માહિતિનો ઉલ્લેખ વાઇફાઇના ઉપયોગ દરમિયાન કરવાનો નથી. તે બાબતેની તમારા ફોન કે લેપટોપ પર રહેલી ફાઈલોને પણ તમારે ટચ નથી કરવાની.

અહીં તમે વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરી શકો છો

વિપીએન તમને એક સુરક્ષિત નેટવર્ક પુરુ પાડશે. હા બની શકે કે તમારે તેના માટે કેટલાક રૂપિયા ખર્ચવા પડે પણ તે તમને સામે સુરક્ષા પણ પુરી પાડે છે. ઘણી બધી કંપનીઓ પોતાના એમ્પ્લોઇને વીપીએનની સેવા આપે છે જેથી કરી તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે.

જો તમારી પાસે વીપીએનનો વિકલ્પ ઉપલબ્ધ ના હોય તો ચિંતા ન કરો બીજો પણ એક વિકલ્પ તમારા માટે ખુલ્લો છે. તે છે એસએસએલ કનેક્શન. એસએસએલ કેન્ક્શનથી તમે તમારા કનેક્શન પર એન્ક્રીપ્શનનું એક પડ ચડાવો છો. જ્યારે તમે ફ્રી વાઇફાઇનો યુઝ કરતા હોવ ત્યારે તમારે ઇન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે હંમેશા “Always Use HTTPS” ના વિકલ્પ પર ક્લિક કરવું. આમ કરવાથી તમારા જે મેસેજીસ હશે તે એનક્રીપ્શનવાળા હશે જેને હેક કરવા અઘરા હોય છે. જેનાથી તમે ઓછામાં ઓછું નવશિખિયા હેકર્સથી તો બચી જ શકો છો.

અનલિમિટેડ ડેટા પ્લાન કરાવી લો

જો તમારો ડેટાનો ઉપયોગ ખરેખર વધારે હોય તો તમારે તમારો ડેટા પ્લાન બદલી લેવો જોઈએ અને તમારા વપરાશ પ્રમાણે કરવો જોઈએ. તેને તમે અનલિમિટેડ કરી શકો છો અને માત્ર એક જ કનેક્શનથી તમે અનેક ડીવાઝ પર સિક્યોર ઇન્ટરનેટ મેળવી શકો છો. તમે તમારા ફોનમાં હોટસ્પોટ એનેબલ કરીને ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો.

આજે આપણે ઘણું બધું કામ આપણા ફોન તેમજ લેપટોપ દ્વારા કરવા લાગ્યા છે અને મોટા ભાગના વ્યવહારો પણ ઇન્ટરનેટ દ્વારા થવા લાગ્યા હોવાથી તમારા આ અત્યંત મહત્ત્વના ડીવાઈઝ અને તેમાં રહેલી માહિતિઓ સુરક્ષિત રહે તે ખુબ જરૂરી છે. માટે આજની અમારી આ પોસ્ટને અનુસરો અને તમારા મિત્રોને પણ તે વિષે જાણકારી આપો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ