ભારતનું એ શહેર જ્યાં મળે છે બટાટા-કાંદાના ભાવમાં “કાજુ’, કારણ જાણીને ચોંકી જશો…

આમ તો માર્કેટમાં કાજૂનો ભાવ ખૂબ જ વધારે હોય છે. કાજૂ નું નામ સાંભળતા જ બધાને ખાવાનું મન તો થશે પણ માર્કેટમાં કાજૂનો ભાવ વધારે હોવાથી સામાન્ય લોકો માટે કાજૂ લાવવા અને કાજૂને ખાવા એ સપના જોવા બરાબર છે. પરંતુ તમને એ જાણીને જરૂર આશ્ચર્ય થશે કે આપણાં ભારતમાં જ એવું એક શહેર છે જ્યાં તમને કાજૂ ડુંગળીના ભાવમાં મળશે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ કે એવું તે કયું શહેર છે જ્યાં કાજૂ મફતના ભાવમાં મળે છે. અને કાજૂ સસ્તાભાવે મળવાનું કારણ પણ.

જ્યારથી લોકોને આ વાત ખબર પડી કે અહીં બટાટા-કાંદાના ભાવ પર કાજુ મળે છે ત્યારથી અહીં લોકોની આવક જાવક વધવા લાગી છે. આમ અચરજ તો તમને પણ થઇ રહ્યુ હશે કે કાજુ આટલા સસ્તા કઈ રીતે હોઈ શકે છે? ખરેખર, તેના પાછળ એક કારણ છુપાયેલુ છે. જ્યાં સુધી તમે તેને નહિ જાણી લો, ત્યાં સુધી તમને કાજુના સસ્તા હોવાનુ કારણ નહિ ખબર પડે.

કાજુ ખાવા કે ખવડાવાની વાત આવતા જ સામાન્યરીતે લોકો ગજવા ફંફોસવા માંડે છે. એવામાં કોઈ કહે કે કાજુની કિંમત બટાટા-ડુંગળીથી પણ અોછી છે તો તમે કદાચ જ વિશ્વાસ કરશો. એટલે કે જો તમે દિલ્હીમાં ૮૦૦ રૂપિયા કિલો કાજુ ખરીદો છો તો અહીં થી ૧૨૦૦ કિલોમિટર દૂર ઝારખંડમાં કાજુ ખૂબ સસ્તા છે. જામતાડા જિલ્લામાં કાજુ ૧૦ થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો વહેંચાય છે.

જામતાડાના નાળામાં લગભગ ૪૯ એંકડ વિસ્તારમાં કાજુના બગીચા છે. બગીચામાં કામ કરતા બાળકો અને મહિલાઓ કાજુને ખૂબ સસ્તા ભાવમાં વહેંચી દે છે. કાજુના પાકમાં ફાયદા થવાના ચાલતા વિસ્તારના ઘણા લોકોનું રુઝાન આ તરફ થઈ રહ્યુ છે. આ બગીચા જામતાડા બ્લોક મુખ્યાલયથી ચાર કિલોમિટરનાં અંતરે છે.

બગીચા બનવા પાછળની રસપ્રદ કહાની

સૌથી રસપ્રદ વાત એ છે કે જામતાડામાં કાજુની આટલી મોટી પૈદાશ થોડા વર્ષની મહેનત બાદ શરૂ થઈ છે. વિસ્તારના લોકો જણાવે છે જામતાડાના પૂર્વ ઉપાયુક્ત કૃપાનંદ ઝાને કાજુ ખાવા ખૂબ પસંદ હતા. એ જ કારણે તેઅો ઈચ્છતા હતા કે જામતાડામાં કાજુના બગીચા બની જાય તો તે તાજા અને સસ્તા કાજુ ખાઈ શકશે.

આ જ કારણે કૃપાનંદ ઝા એ અોડિશામાં કાજુની ખેતી કરવા વાળાને મળ્યા. તેમણે કૃષિ વૈજ્ઞાનિકોથી જામતાડાની ભૌગોલિક સ્થિતિની જાણ કરાવી. ત્યારબાદ અહીં કાજુની બાગવાની શરુ કરાવી હતી અને કાજૂ વાવવાની નાના પાયે શરૂઆત કરેલ. જોતા જ જોતા થોડા વર્ષોમાં અહીં કાજુની મોટાપાયા પર ખેતી થવા લાગી.

કૃપાનંદ ઝાના અહીંથી જવા બાદ નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને માત્ર ત્રણ લાખ રૂપિયા ભુગતાન પર ત્રણ વર્ષ માટે બગીચાની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી. એક અનુમાન મુજબ બગીચામાં દર વર્ષે હજારો ક્વિંટલ કાજ ફળે છે. સારસંભાળના અભાવમાં સ્થાનિય લોકો અને અહીંથી પસાર થનાર કાજુ તોડીને લઈ જાય છે.

કાજની બાગવાનીમાં જોડાયેલા લોકો એ ઘણીવાર રાજ્ય સરકારથી પાકની સુરક્ષાની ગુહાર લગાવી, પરંતુ ખાસ ધ્યાન ના આપવામાં આવ્યુ. ગત વર્ષે સરકારે નાળા વિસ્તારમાં ૧૦૦ હેક્ટર જમીન પર કાજુના છોડ લગાવવાની વાત કહી હતી. છોડરોપણની બધી પ્રકારની તૈયારી વિભાગે પૂરી કરી લીધી છે. રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ કાજુના છોડ લગાવવાની જવાબદારી જિલ્લા કૃષિ વિભાગને આપવામાં આવી, પરંતુ હજુ સુધી તેના પર કામ શરુ નથી થઈ શક્યુ.

સરકારે વિસ્તારના ખેડુતોની હાલત સુધારવા માટે અહીં કાજુની બાગવાની વધારવા અને તેમને યોગ્ય ભાવ અપાવવાના વચન આપી રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ