ભારતના આ મોટા-મોટા મંદિરોમાં છે વિશેષ નિયમો, જ્યાં પુરુષો નથી જઈ શકતાં, માત્ર સ્ત્રીઓ જ કરી શકે પુજા

ભારતમાં ધર્મ વિશે ઘણી વિચિત્ર માન્યતાઓ છે. શું તમે તેમના વિશે જાણો છો? નવાઈની વાત એ છે કે ભલે કેટલી પણ પ્રગતિ થઈ હોય પરંતુ ધર્મ સાથે સંકળાયેલી વાતો સાથે લોકો આજે પણ તેટલી જ આસ્થાથી જોડાયેલાં છે. દરેક મંદિરો પાછળ કોઈક ધાર્મિક પ્રસંગ સંકળાયેલો સામે આવે છે. આ સાથે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મંજૂરી નથી. ઘણા મંદિરોમાં ફક્ત મહિલાઓને જ વર્ષના અમુક દિવસોમાં પ્રાર્થના કરવાની છૂટ છે. ચાલો આપણે ભારતના આવા કેટલાક ધાર્મિક સ્થળોની સફર કરીએ.

બ્રહ્મા મંદિર, રાજસ્થાન:

image source

આ બ્રહ્મા દેવતાના દુર્લભ મંદિરોમાંનું એક છે. આ પ્રખ્યાત મંદિરમાં પરણિત પુરુષોને બ્રહ્મા દેવની ઉપાસના માટે ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી નથી. મંદિરમાં કોઈ એક પુરુષ દેવાની પૂજા થતી હોવા છતાં પણ અહી પુરુષોને આજદિન સુધી જવાની મંજૂરી નથી. વાત કરીએ આ મંદિર સાથે જોડાયેલ ધાર્મિક માન્યતાઓ વિશે તો અહી બ્રહ્મા દેવી સરસ્વતી સાથે યજ્ઞ કરવાના હતા. પરંતુ જ્યારે દેવી સરસ્વતી મોડાં ત્યાં પહોંચે છે ત્યારે બ્રહ્મા દેવી ગાયત્રી સાથે લગ્ન કરી લીધા અને યજ્ઞ પૂર્ણ કર્યો. ત્યારે દેવી સરસ્વતીએ શ્રાપ આપ્યો કે આજ પછી કોઈ પુરુષ આ મંદિરમાં આવશે નહીં અને જો આવશે તો તેનું વૈવાહિક જીવન દુ: ખથી ભરાઈ જશે.

અટ્ટુકલ ભગવંતી મંદિર, કેરળ:

image source

અટ્ટુકલ ભગવંતી મંદિર કેરળના મંદિરમાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેની જવાબદારી ફક્ત મહિલાઓના હાથમાં સોંપવામાં આવે છે. તેનો મુખ્ય તહેવાર અટ્ટુકલ પોંગળમાં ત્યાં ફક્ત મહિલા ભક્તોની ભીડ જ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ધાર્મિક પ્લેટફોર્મ પર એટલી મોટી સંખ્યામાં મહિલાઓ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવામાં આવ્યું છે. અહીં લગભગ 10 દિવસ માટે ઉજવવામાં આવતો આ તહેવાર ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે ઉજવવામાં આવે છે.

માતા મંદિર, મુઝફ્ફરનગર:

image source

આ મંદિર આસામમાં કામખ્યા મંદિર જેવું શક્તિસ્થળ છે. અહીં તે સમયે પુરુષોને મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી જ્યારે તે દેવીનો માસિકનો સમય હોય. આ સમય દરમિયાન અહી ફક્ત મહિલાઓ જ મંદિરની સંભાળ રાખવા માટે પ્રવેશ કરી શકે છે. આ અંગે અહીં ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. મંદિરના પૂજારી પણ આ સમય દરમિયાન પરિસરમાં પ્રવેશ કરી શકતા નથી. મહિલાઓ મંદિરમાં પૂજા અને આરતી માટેની બધી જ જવાબદારી સંભાળે છે.

કામાખ્યા મંદિર, આસામ:

image source

આસામના ગુવાહાટીના નીલાંચલ ટેકરી પર બાંધવામાં આવેલું આ મંદિર દર વર્ષે અમ્બુબાચી મેળાનું ભવ્ય આયોજન થાય છે જ્યાં દૂર-દૂરથી લોકો આવે છે. જો કે આ દરમિયાન મંદિરના દરવાજા ચાર દિવસ સુધી બંધ રહે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દેવીના માસિકનો સમય છે. એટલા માટે આ દિવસોમાં અહીં મંદિરની અંદર પુરુષોને જવાની મંજૂરી નથી. પૂજા અથવા અન્ય કાર્યો માટે ફક્ત મહિલાઓ અથવા સંન્યાસીન પુરુષો જ પરિસરમાં પ્રવેશ લઈ શકે છે.

દેવી કન્યાકુમારી, કન્યાકુમારી:

image source

આ મંદિરમાં વર્ષના 365 દિવસ પુરુષોને પ્રવેશવાની મનાઇ છે. ભારતના દક્ષિણ ભાગમાં આ મંદિર સ્થિત છે. આ મંદિરના દરવાજા સુધી ફક્ત સંન્યાસી પુરુષોને જવાની મંજૂરી છે અને પરિણીત પુરુષોને મંદિરનાં પરિસરમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. આ મંદિરમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે અને તે 52 શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે. પુરાણો અનુસાર સતીના કરોડરજ્જુનો જમણો ખંભનો ભાગ આ સ્થળે પડ્યો હતો જે કન્યાકુમારી મંદિરની અંદર સ્થિત છે. એવી કેટલીક માન્યતાઓ પણ છે કે આ સ્થાન પર ભગવાન શિવએ લગ્ન સમયે માતા પાર્વતીનું અપમાન કર્યું હતું અને ત્યારથી અહીં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong