બારીમાં લગાવેલી મચ્છર જાળી સાફ કરવાના આ ઉપાયો છે એકદમ સરળ, જાણો અને ઓછી મહેનતે ફટાફટ પતાવી લો કામ

જો તમારા ઘરમાં સ્વચ્છ રૂમની બારીમાં લગાવવામાં આવેલી મચ્છરજાળી ગંદી હોય તો આખા રૂમની રોનક ખરાબ થઈ જાય છે. ઘરમાં લગભગ બધા ખૂણાની સફાઈ સમયાંતરે થતી હોય છે પરંતુ મચ્છરજાળી ગંદી થયેલી હોય તો તેની સફાઈ જૂજ લોકો જ કરતા હોય છે. આમ તો મચ્છરજાળી સાફ કરવાની અનેક રીતો છે. મચ્છરજાળીમાં થયેલા ડાઘ દૂર કરવા ફક્ત પાણી જ કાફી નથી. આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવા સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ઘરની બારીમાં લગાવવામાં આવેલી મચ્છરજાળી સાફ કરી શકો છો. તેના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે પણ જોઈએ.

આ સામગ્રીની પડશે જરૂર

image source

બારીમાં લગાવવામાં આવેલી મચ્છરજાળીને સાફ કરવા માટે તમારે સૌ પ્રથમ અમુક સામગ્રી જોઈશે. આ સામગ્રીમાં સરકો, બેકિંગ સોડા, બે ત્રણ કપ પાણી, એક સ્પ્રે બોટલ, ભેજ સાફ કરવા કપડાનો ટુકડો, ક્લિનિંગ બ્રશ, હાઇડ્રોજન પેરોકસાઈડ, હેર ડ્રાયર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જો ઘરની બહાર બારી ઊંચાઈ પર હોય તો ત્યાં પહોંચવા માટે સીડીની જરૂર ઓન પડી શકે છે.

સફાઈ કરવા માટે મિશ્રણ તૈયાર કરો

image source

મચ્છરજાળીની સફાઈ કરવા પહેલા તમારે એક સ્પ્રે તૈયાર કરી લેવો જરૂરી છે. આ માટે સૌ પ્રથમ તમારે બે થી ત્રણ કપ પાણીમાં બે ચમચી હાઇડ્રોજન પેરોકસાઈડ નાખીને મિક્સ કરવું, બાદમાં તેમાં એક કે બે ચમચી બેકિંગ સોડા પણ નાખો અને બરાબર મિક્ષ કરો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં એક થી બે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. (એગજોસ્ટ ફેનની સફાઈ કરવા માટે) હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં નાખી બરાબર હલાવી લો.

આ રીતે કરો મચ્છરજાળીની સફાઈ

image source

સૌથી પહેલા મચ્છરજાળીને સામાન્ય કપડાથી સાફ કરી લો જેથી સામાન્ય ધૂળ સાફ થઈ જાય. કપડાથી સાફ કર્યા બાદ હવે જરૂર છે તેને આપણે તૈયાર કરેલા સ્પ્રેથી સાફ કરવાની. આ માટે તમે પહેલા મચ્છરજાળીના બધા ભાગમાં સ્પ્રેનો છંટકાવ કરી લો અને થોડી વાર માટે એમને એમ રહેવા દો. બાદમાં ક્લિનિંગ બ્રશ વડે જાળીને વ્યવસ્થિત રીતે ધીમે ધીમે સાફ કરી અને ત્યારબાદ પાણીથી પણ આ જ રીતે સફાઈ કરો.

મચ્છરજાળીની બહારની બાજુએ સફાઈ

image source

જો મચ્છરજાળી બારીની બહારની બાજુએ લગાવેલી હોય અને ઊંચાઈ પર હોય તો તમારે સીડી વડે ત્યાં પહોંચવું પડશે. આ માટે શક્ય હોય તો અન્ય એક વ્યક્તિને પણ સીડી પકડવા માટે ઉભો રાખવો હિતાવહ છે જેથી અકસ્માત ન થાય. બહારના ભાગને પણ સ્પ્રે છંટકાવ કરીને બાદમાં ક્લિનિંગ બ્રશ વડે સફાઈ કરો. જ્યારે બન્ને બાજુથી મચ્છરજાળી સાફ થઈ જાય અને પાણી ન સુકાયું હોય તો તમે હેયર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. જો મચ્છરજાળી પ્લાસ્ટિકની હોય તો હેયર ડ્રાયરનો ઉપયોગ ન કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong