UN એ ભાંગને દવા તરીકે આપી માન્યતા, જોખમી ડ્રગ્સના લિસ્ટમાંથી હટાવી દીધી, જાણો કેટલા દેશે આપ્યુ સમર્થન

છેલ્લા ઘણા વર્ષોથી ભાંગને લઈને એક ચર્ચા વૈશ્વિક સ્તરે ચાલી રહી હતી. કે ભાંગ એક દવા છે કે પછી તે એક નશીલી વનસ્પતિ છે. તેનાથી કેટલું નુકસાન થાય છે ? તેનાથી કેટલો ફાયદો થાય છે ? પણ હવે આ બધી જ ચર્ચાઓનો અંત આવ્યો છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્રમાં તાજેતરમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામા આવ્યો છે જે પ્રમાણે હવેથી ભાંગને કોઈ નશીલા પદાર્થ એટલે કે ડ્રગ તરીકે નહીં પણ એક દવા તરીકે માન્યતા આપવામા આવી છે.

image soucre

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોએ ભાંગને લઈને કેટલીક ભલામણો કરી હતી જેને ધ્યાનમા રાખીને યુ.એન દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના કમિશન ફોર નાર્કોટિક ડ્રગ્સે ભાંગને નશિલા પદાર્થોના લિસ્ટમાંથી હટાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ભાંગને આ પહેલા હેરોઈન જેવી જોખમી ડ્રગ્સ સાથેની યાદીમા સમાવવામાં આવી હતી.

image soucre

જે યાદીમાં હેરોઈન જેવું જેખમી ડ્રગ્સ સમાયેલું છે તેમાં એવા જોખમી ડ્રગ્સનો સમાવેશ થાય છે જે માણસને પોતાના એડિક્ટિવ બનાવે છે, જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે જોખમી અને ક્યારેક ક્યારેક જીવલેણ હોય છે. તેના ઉપયોગથી માણસને શારીરિક નુકસાન વધારે થાય છે પણ ફાયદો સાવ જ નજીવો થાય છે. પણ હવે ભાંગને આ યાદીમાંથી હટાવીને તેને દવા તરીકેની માન્યતા આપવામા આવી છે.

નોન-મેડિકલ યુઝ માટે ભાંગ પર પ્રતિબંધ

image soucre

સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયથી ભાગંને દવા તરીકેની મંજુરી તો મળી ગઈ છે પણ તેના બિન-તબીબી ઉપયોગ માટેની મંજુરી આપવામાં નથી આવી. યુ.એનના કાયદા પ્રમાણે તેનો ઉપયોગ માત્ર દવા તરીકે જ કરી શકાશે કોઈ માદક પદાર્થ તરીકે નહીં. ભાંગને પ્રતિબંધિત માદક પદાર્થોના લિસ્ટમાંથી દૂર કરવા માટે એક મતદાન કર્યું હતું, જેમાં 27 દેશોએ તેના પક્ષમાં વોટ આપ્યા હતા જ્યારે 25 દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત, પાકિસ્તાન, રશિયા, નાઇઝિરિયા જેવા દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યા હતા જ્યારે બ્રીટેન અને અમેરિકા જેવા દેશોએ તેના પક્ષમાં વોટ આપ્યા હતા.

image soucre

હવે જ્યારે યુ.એન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એવી શક્યતાઓ રહેલી છે કે ભાંગમાંથી બનેલી દવાઓનો ઉપયોગ વધી જાય. આ સિવાય ભાંગ સંબંધિત કેટલાક વૈજ્ઞાનિક સંશોધનોને પણ પ્રોત્સાહન મળશે. હવે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય લઈ લીધો છે ત્યારે બની શકે કે કેટલાક દેશો પોતાના દેશમાંના ભાંગના કાયદાને લઈને ફેરફાર કરે.

image source

છેલ્લા ઘણા સમયથી ભાંગ તેમજ ગાંજો એક દવા તરીકે વાપરી શકાય છે કે નહીં તેની ચર્ચાઓ ચાલી રહી હતી. અને એવા ઘણા બધા પુરાવાઓ મળ્યા છે કે ભાંગ અને ગાજો બન્ને મેડિકલી માનવજાતીને ઘણા લાભ પોહંચાડી શકે તેમ છે. તમને જણાવી દઈએ હાલના સમયમાં 50 કરતાં વધારે દેશોમા ભાંગને કાયદેસરની કરવામાં આવી છે ખાસ કરીને તેની મેડિકલ વેલ્યુઝને ધ્યાનમાં રાખીને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ