ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ, ડે.સીએમ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ રહ્યા હાજર

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને દરેક ભક્તોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહીં. નોધનિય છે કે ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રા મોકુફ રખાઈ હતી. જો કે આ વખતે સ્થિતિ થોડા સારી છે અને કોરોનાના કેસ ઝડપી ઘટી રહ્યા છે તેથી ભક્તો માગ કરી રહ્યા છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવી જોઈએ.

image source

તો બીજી તરફ કોરોના મહામારીને લઈને ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે હજુ સરકારે કોઈ નિર્ણય બહાર પાડ્યો નથી. પરંતુ રથયાત્રા પહેલા આજે સવારથી જળયાત્રા મહોત્સવ શરૂ થયો છે. નોંધનિય છે કે, જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે.

image source

તમને જણાવી દઈએ કે આ જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી છે. હાલમાં ત્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ ગઈ છે. નોંધનિય છે કે, પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને તેના દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.

image source

આ જળયાત્રાના પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. તમને જણાવી દઈએ કે, મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન, પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યાં નથી. કોરોના મહામારીના કારણે આ વર્ષે સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

image source

આ જળયાત્રા અંગે વાત કરતા મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. નોંધનિય છે કે, ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. તેમણે કહ્યું કે,પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કરે છે. આ ઉપરાંત બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે.

image source

તો બીજી તરફ કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે આ વખતે ફક્ત 50થી ઓછા લોકો હાજર રહ્યા છે જેમાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા. તમને જમાવી દઈએ ક, જળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવે છે.

image source

તો બીજી તરફ સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. નોંધનિય છે કે, દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જળયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ શકશે નહીં અને ભક્તો વિના યોજાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong