ભાભીજી ઘર પર હૈ’ના ચાહકોને હવે સિરિયલમાં જોવા મળશે કંઇક ‘આવું’

ટીવીના લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈ ના વિભૂતિ નારાયણ મિશ્રા એટલે કે એક્ટર આસિફ શેખે સૌથી મોટા ખલનાયક એટલે કે વિલન બનવાનું સ્વપ્ન જોયું હતું. શોમાં હવે તેઓ લીજેન્ડરી ડીસી યુનિવર્સના ધ જોકરની ભૂમિકામાં જોવા મળશે. સ્વર્ગીય અભિનેતા હીથ લેજરને શ્રદ્ધાંજલી આપતા, આસિફ શેખ લાલ સ્મિત અને લીલા રંગવાળા વાળમાં જોવા મળશે. તેમનું આ પાત્ર આ શોમાં તેમના દ્વારા ભજવવામાં આવેલા 300 કરતાં વધારે પાત્રોમાંનું એક અને યાદગાર બનવાનું છે.

image source

પોતાના આ રોમાંચક અનુભવ વિષે જણાવતા વિભૂતિ મિશ્રા એટલે કે આસિફ શેખે જણાવ્યું, ‘આ પહેલાં મારા વેનિટી રૂમમાં કલાકો એકલા સમય વિતાવવા માટે હું ક્યારેય આટલો ઉત્સાહીત નહોતો થયો. શરારત ભર્યા જોકરના લૂકમાં પોતાની જાતને ઢાળવા માટે, પ્લાસ્ટર્ડ ચહેરાથી લઈને બ્લડ રેડ સ્મર્ક અને લીલા રંગના ચમકદાર વાળ અને તે સૂટ,

image source

મને આ આખી પ્રોસેસમાં ખૂબ આનંદ આવ્યો. કાશ હું ફરી વિતેલા સમયમાં જઈ શકતો અને મારી જાતને એ કહી શકતો કે આ અવસર ભવિષ્યમાં યોગ્ય સમયમાં મારા જીવનમાં આવશે. હું કોમિકનો ખૂબ મોટો પ્રશંસક રહ્યો છું. અને મને જેનું વ્યક્તિત્વ સૌથી વધારે પસંદ હતું તે હતો સનકી જોકર.’

image source

આ મહત્ત્વપૂર્ણ પાત્રમાં દેસી ટ્વિસ્ટ લાવવા વિષે આસિફે જણાવ્યું, ‘સ્વર્ગિય હીથ લેજર દ્વારા નિભાવવામાં આવેલા આ લિજેન્ડરી પાત્રમાં – તેમના રીત-ભાત, દુર્ભાવનાપૂર્ણ હાસ્ય અને અવાજમાં અભિવ્યક્તિ બધું જ ખુબ જ શાનદાર હતું. તેમનો આ સંવેદનશીલ અને દીલને ખુશ કરનારું પર્ફોમન્સ કંઈક એવું હતું, જેનો અભ્યાસ હું માત્ર સેટ પર જ નથી કરતો પણ સેટ બહાર પણ કરું છું.

image source

હું મારા સહ-કલાકારોની પાસે જઈને તેમની આસપાસ ફરું છું અને ભય પમાડનાર બોલીમાં તેમને પ્રશ્નો કરું છું – વ્હાઇ સો સીરિયસ ? (આટલા ગંભીર કેમ છો ?) મેં આ પાત્રની તૈયારીમાં કલાકો લગાવ્યા છે અને ભારતીય દર્શકોને તેની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. હું ખૂબ વધારે ઉત્સાહિત છું અને મારા મિત્રો, પરિવાર અને પ્રશંસકોની પ્રતિક્રિયા જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

image source

મારા પર પોતાનો વિશ્વાસ બનાવી રાખવા માટે અને આ ડ્રીમ રોલ પર મારી સલાહને લઈને તેને હકીકતમાં બદલવા માટે હું હંમેશા ભાભીજી ઘર પર હૈની પૂરી ટીમનો આભારી રહીશ. હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મને મારા જન્મ દિવસ પર મારી અત્યાર સુધીની શાનદાર ભેટ મળી છે અને તે મારા સ્વપ્નનું પાત્ર છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ