થોડા જ સમયમાં થવાના છે તમારા લગ્ન? તો આ બેસ્ટ જગ્યાઓ પર પહેલા ફરી લેજો, જ્યાં એટલી મજા આવશે કે ના પૂછો વાત

દર વર્ષે ભારતમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે, આ વિદેશી પર્યટકો પૈકી ઘણા ખરા ભારતના પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરે છે. તેના પાછળનું કારણ એ કે તેઓને પહાડોમાં ફરવું અને ત્યાં સમય વિતાવવો અને પ્રકૃતિના અદભુત નજારાઓ જોવા સારો અનુભવ આપે છે. એક બાજુ અમુક લોકો પરિવારના સભ્યો, મિત્રો અને સ્નેહીઓ સાથે ફરવાનું પસંદ કરે છે ત્યારે બીજી બાજુ અમુક લોકો પોતાના ખાસ લોકો સાથે ફરવા જવાનું પસંદ કરે છે. ખાસ કરીને નવપરિણીત લોકોને પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું વધુ પસંદ કરે છે. જો તમારા લગ્ન પણ હમણાં હમણાં જ થયા હોય અને તમે પણ તમારા સાથી સાથે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય અને તમે કઈ જગ્યાએ ફરવા જવું તે બાબતે અસમંજસમાં હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક પહાડી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં જઈને તમે તમારા સાથી સાથે ફરવા જઈ શકો છો.

શિમલા

image source

તમે તમારા સાથી સાથે હિમાચલ પ્રદેશમાં આવેલા શિમલા ખાતે ફરવા જઈ શકો છો જેને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. શિમલામાં ફરવા માટે અનેક ફરવાલાયક જગ્યાઓ છે. જેમાં મોલ રોડ, તાતા પાની, કૂફરી, નારકંડા, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સડ સ્ટડીનો સમાવેશ થાય છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં નવપરિણિત યુગલો આવે છે અને અહીંના પ્રાકૃતિક વાતાવરણમાં સમય વિતાવે છે.

ચંબા

image source

ચંબા હિમાચલ પ્રદેશમાં આવેલ એક ખૂબસૂરત હિલ સ્ટેશન છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે અને અહીંના આહલાદક વાતાવરણને મન ભરીને માણે છે. અહીં ઘણી ફરવાલાયક જગ્યાઓ અને ઐતિહાસિક ઇમારતો આવેલી છે. એ સિવાય અહીં રોકાવવા માટે સારી હોટલો પણ છે. જો તમે તમારા સાથી સાથે શાંતિ અને શહેરના શોરબકોરથી દુર સરળ માહોલમાં ફરવા માંગતા હોય તો ચંબા તમારા માટે સારો વિકલ્પ છે.

ચૌકોરી

image source

ઉત્તરાખંડમાં આવેલ ચૌકોરી દરેક પર્યટકને પોતાની તરફ આકર્ષે છે. આ જગ્યા પણ ઘણી જ ખુબસુરત છે. નૈનિતાલથી અહીં આવવા માટે લગભગ 173 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અહીં તમને નંદા દેવી અને પંચ ચુલીની પહાડીઓના પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળે છે. એટલું જ નહીં અહીં ચા ના બગીચાઓ પણ છે. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.

ઘંગારિયા

image source

ઘંગારિયા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત એક ગામ છે. જો તમે તમારા સાથી સાથે એડવેન્ચરની મોજ માણવા ઇચ્છતા હોય કે ટ્રેકિંગનો આનંદ લેવા માંગતા હોય તો ઘંગારિયા તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અહીં આવવા માટે તમારે ગોવિંદ ઘાટથી લગભગ 13 કિલોમીટર સુધી ટ્રેકિંગ કરવાનું રહે છે. આ દરમિયાન તમે પ્રકૃતિના અદભુત નજારાઓ અને આહલાદક વાતાવરણને પણ રૂબરૂ માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong