નરગીસ ફખરીના આ સિક્રેટ જાણીને તમે પણ ફોલો કરો તેને આજથી જ, ત્વચા થઇ જશે એકદમ મસ્ત

નગગિસ ફખરી જેવી બેદાગ – કોમળ ત્વચા માટે તેનું આ સિક્રેટ જાણો

નરગિસ ફખરી ભલે બોલીવૂડમાં આવી અને જતી રહી તેના કામની ભલે કોઈએ નોંધ ન લીધી હોય પણ તેણીના સૌંદર્યએ તો ચોક્કસ કરોડોની નજરને આકર્ષિ હશે. તમને એમ લાગતુ હશે કે તેણી એક નિષ્ફળ ફિલ્મ અભનેત્રી છે પણ તેણીને નિષ્ફળતા માત્ર ફિલ્મોમાં જ મળી છે પણ તેણી એક ઇન્ટરનેશનલ સૂપર મોડેલ છે.

તેણીના પિતા પાકિસ્તાનમાં જન્મેલા હતા જ્યારે તેની માતા ઝેક રિપબ્લિકની હતી. તેણીને બોલીવૂડ હાર્ટથ્રોબ રનબીર કપૂર સાથે ઇમ્તિઆઝ અલિ જેવા પ્રતિભાશાળી ફિલ્મ ડીરેક્ટરે લોન્ચ કરી હતી. આથી સારું લોન્ચ બીજું કોઈ ન હોઈ શકે.

image source

નગરીસ ફખરી ચાલીસ વર્ષની ઉંમર વટાવી ચૂકી છે જો કે તેને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકે.

જો કે તેણીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, ‘સારું દેખાવું મહત્ત્વનું છે. પણ જુવાની સાથે તમારા દેખાવને કોઈ જ સંબંધ નથી. મારા માનવા પ્રમાણે તમે પોતાના વિષે શું વિચારો છો તે વધારે મહત્ત્વનું છે. હું હજુ પણ મારી જાતને હૃદયથી તો 12 વર્ષની કિશોરી જ માનું છું. માટે જ હું જે રીતે ઇચ્છું તે રીતે અનુભવી અને દેખાઈ શકું છું.’

image source

તો આજે જાણો નરગીસ ફખરી દ્વારા કેટલીક બ્યુટી ટીપ્સને.

નરગીસ માટે સૌથી મહત્ત્વનું છે સારી ટેવો

– નરગીસનું એવું ખાસ માનવું છે કે સારી ટેવો જ સારા જીન્સને જન્મ આપે છે. માટે જ તેણી યોગ્ય ખોરાક લે છે અને દિવસ દરમિયાન ઓછામા ઓછું 2 લિટર પાણી પીવે છે.

 

image source

– તે એ વાતનુ પણ ખાસ ધ્યાન રાખે છે કે તે રાત્રે તેણી ઓછામાં ઓછી આંઠ કલાકની ઉંઘ તો લે જ.

– અને એવો ખોરાક આરોગે જેમાં તેણીને શરીર માટે જરૂરી વિટામિન્સ, ખનીજ તત્ત્વો તેમજ અન્ય પોષકતત્ત્વો મળી રહે.

– તેણી દર બે કલાકે થોડો-થોડો ખોરાક ખાતી રહે છે. નરગીસનું એવું માનવું છે કે સ્વસ્થ રહેવા માટે માણસે પોતાના સ્વસ્થ ખોરાક સાથે વળગી રહેવુ જેઈએ.

image source

– તેણી પોતાના ખોરાકમાં તાજા શાકભાજી, કેળા, ઇંડાનું સેવન કરે છે આ ઉપરાંત તેણી એરેટેડ ડ્રીન્ક્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને ખાંડને સદંતર અવોઈડ કરે છે. સાથે સાથે તેણી દૂધ અને બ્રેડ પણ બને તેટલા ઓછા લે છે.

– આ સિવાય તેણી પોતે જ પોતાનો ખોરાક રાંધે છે તે પણ પુરા પ્રેમથી. તે પોતાના ડાયેટમાં દાળ તેમજ અનાજનો પણ સમાવેશ કરે છે અને તેણીને ડાર્ક ચોકલેટ ખુબ પસંદ છે.

ત્વચાને હંમેશા પોષણ આપો

image source

– નરગીસ ફખરી ડીપ ક્લિન્ઝિંગ તેમજ ત્વાચને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં માને છે. તેણી ન્યુટ્રોજેના ફેસ વોશનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેણી મેકઅપ દૂર કરવા માટે ઓલિવ ઓઇલમાંથી તાજું જ કાઢેલું તેલ વાપરે છે. તેણીને મેકઅપ બહુ પસંદ નથી. તેણીને કોઈ પણ બ્રાન્ડનું વળગણ નથી અને તે કુદરતી ઉપચારમાં જ માને છે.

– તેણી માને છે કે તમારે ફળો તેમજ શાકભાજીઓના ગુણો તેમજ તેની પ્રોપર્ટીઓ વિષે સમજવું જોઈએ અને તેનો જ ઉપયોગ તમારી ત્વચા પર કરવો જોઈએ. તેણી દૂધની તાજી મલાઈને મોઇશ્ચરાઇઝર તરીકે વાપરવાની સલાહ આપે છે.

image source

– તે ક્યારેક ક્યારેક ગ્લાઇકેલીક પિલ અથવા તો ઓક્સી ફેશિયલથી પોતાની ત્વચાને પેમ્પર કરે છે. આ સિવાય તેણી પ્રોએસીટી ફેસ માસ્કનો પણ મહિનામાં કેટલીકવાર ઉપયોગ કરે છે.

નાળિયેર તેલનો આ રીતે કરે છે ઉપયોગ

image source

– ઉપર જણાવ્યું તે પ્રમાણે તે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે અઠવાડિયામાં કેટલીકવાર નાલિયેર તેલનું વાળમાં મસાજ કરે છે આ ઉપરાંત તે તેને કન્ડીશ્નર તરીકે પણ ઉપયોગ કરે છે.

– વાળને કન્ડીશન્ડ કરવા માટે તે વાળ ધોયા બાદ એક-બે ટીપાં નાળિયેર તેલના વાળમાં નાખે છે. અને પછી વાળને તેમજ રહેવા દે છે. આમ કરવાથી તેના વાળ હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રહે છે.

image source

– નાળિયેર તેલનો કન્ડીશ્નર તરીકે ઉપયોગ કરવાથી તમારા વાળ હંમેશા સિલ્કી અને સ્મૂધ રહે છે.

શરીરને ફીટ રાખવા આ કરે છે નરગીસ ફખરી

– નરગીસ ફખરી અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મોડેલની એક કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. તેણીનું સૂપર ફીટ બોડી જોતાં તમને એ જાણીને નવાઈ લાગશે કે તેણીને જીમીંગથી સખ્ત નફરત છે.

image source

– તેની જગ્યાએ તેણી પોતાની જાતને સુપર એક્ટિવ રાખીને તેમજ આમતેમ ફરીને, લિફ્ટ નહીં વાપરીને સીડીઓનો ઉપયોગ કરીને તેમજ ઝુમ્બા પ્રેક્ટિસ દ્વારા જ પોતાના શરીરને ફીટ રાખે છે.

– તમને તેની સીડીઓ ચડવા બાબતેની આ હકીકત જાણીને આશ્ચર્ય થશે. તેણી 52 માળ સીડી ચડીને પણ જાય છે. વાસ્તવમાં ન્યૂ યોર્કના મેનહટન વિસ્તારની એક બહુમાળી બિલ્ડિંગમાં તેણીની એક મિત્ર રહે છે જે 52માં માળે રહે છે અને નરગીસે 52માં માળે સીડી ચડીને જ પહોંચી હતી.

image source

– જો કે તેણીએ 20માં માળે બે મિનિટનો બ્રેક લીધો હતો અને ત્યાર બાદ બાકીના 32 માળ તેણીએ સીડીઓ ચડીને જ સર કર્યા હતા. હવે તમે જાણી શકો છો કે તેણી સીડીને ખરેખર પોતાના એક વર્કાઉટ રુટિન તરીકે જ લે છે.

– તેણીને ડાન્સ કરવો ખુબ પસંદ છે અને સાથે સાથે તેણીને હસવું પણ ખુબ ગમે છે. અને માટે જ તેણી કોઈ હાર્ડ કોર એક્સરસાઇઝ નહીં પણ ઝુંબા કરવાનુ પસંદ કરે છે.

જાણો નરગીસનો મિલ પ્લાન

image source

સવારનો નાશ્તો – 3 બાફેલા ઇંડાં

સવારનો નાશ્તો – બદામ, ક્રેનબેરીઝ, અખરોટ

બપોરનું ભોજન – વેજિટેબલ સૂપ, તેની સાથે સલાડ અથવા તો એક ચિકન સેન્ડવિચ

image source

સાંજનો નાશ્તો – બે કેળા અથવા તો એક ઓરેન્જ અને તેની સાથે એક ડાર્ક ચોકલેટનો ટુકડો

રાત્રીનું ભોજન – સારડાઇન્સ (એક પ્રકારની માછલી) તેની સાથે ડુંગળી અને એક મેલબા ટોસ્ટ અથવા તો ક્વિનોઆ ફિશ અને મિક્સ્ડ વેજીટેબલ્સ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ