બેંકિંગ સાથે સંકળાયેલા લોકો માટે મોટા સમાચાર, આ બેંકે બદલી દીધા છે ચેક પેમેન્ટના નિયમો

જૂન મહિનાની શરૂઆત અનેક મોટા ફેરફાર લઈને આવી છે. આજથી અનેક કામને લઈને નિયમો બદલાયા છે. ખાસ કરીને વાત કરીએ બેંકિંગની. તો આજથી બેંક ઓફ બરોડાના ખાતેદારોએ એલર્ટ રહેવાની જરૂર છે. આ ખાતેદારોએ ચેક પેમેન્ટ કરતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. ચેક પેમેન્ટથી થતી છેતરપીંડીને અટકાવવા માટે બેંકે આ નિયમોને લાગૂ કર્યા છે. આ માટે તમારી પાસેથી ચેક પેમેન્ટ માટે કન્ફર્મેશન લેવામાં આવશે અને પછી જ તમારો ચેક ક્લીયરિંગમાં જશે.

જાણો શું રહેશે નવી ચેક પેમેન્ટ સિસ્ટમ

image source

ગ્રાહકોને હવેથી પોઝિટિવ પે કન્ફર્મેશન નિયમમાં ચેકની કેટલીક વાતોની વિગતો આપવાની રહેશે. બેંકમાં ફ્રોડ થતું અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમમાં ચેક જાહેર કનારાને એસએમએમ, ઈન્ટરનેટ, બેંકિંગ, એટીએમ અને મોબાઈલ બેંકિંગથી મોકલાય છે. ઈલેક્ટ્રોનિક રીતે ચેકની ડેટ, લાભાર્થીનું નામ, એકાઉન્ટ નંબર, કુલ રકમ, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેક નંબરની માહિતી પણ આપવાની રહેશે. આ સિસ્ટમથી તમારું પેમેન્ટ યોગ્ય રીતે કરી શકાશે અને ક્લિયરન્સમાં પણ સમય ઓછો રહેવાથી કામ જલ્દી ખતમ થશે.

કયા ચેક પર આ નિયમ લાગૂ થશે

image source

પોઝિટિવ પે કન્ફર્મેશનમાં 50 હજાર કે તેનાથી વધારે બેંકની ચુકવણી પર આ સિસ્ટમ લાગૂ કરાશે. જો ખાતેદાર તરફથી 2 લાખ કે તેનાથી વધારેનો ચેક જાહેર કરાશે તો આ માટેની કન્ફર્મેશન જરૂરી રહેશે. નવી સિસ્ટમના આધારે ચેક જાહેર કરનારે વ્યક્તિને એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અને એટીએમ દવારા ચેકની વિગતો આપવાની રહેશે. રૂપિયાની ચૂકવણી કરતા પહેલા તમારી તમામ વિગતો યોગ્ય હશે તો જ તમારો ચેક ક્લીઅર કરાશે.

image source

તો તમે પણ આ નવા નિયમોને જાણી લો અને આ સાથે કોરોના મહામારીમાં બેંકમાં કયા કામ માટે કયો સમય નક્કી કરાયો છે તે પણ જાણી લો તે જરૂરી છે. આ સિવાય જો તમને આ નવી સિસ્ટમને લઈને કોઈ પણ સમસ્યા લાગતી હોય તો તમે તમારા બેંકની બ્રાન્ચ પર જઈ શકો છો અને આ નવી સિસ્ટમની માહિતી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!