મલાઈકા અરોરા માનસિક અને શારીરિક રીતે ભાંગી પડી હતી, કોરોના પોઝિટિવ આવ્યાના 8 મહિના પછી શેર કર્યો અનુભવ.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મલાઈકા આરોરાને કોરોના સંક્રમણ થયું હતું અને અમુક દિવસ સુધી એ કોરોન્ટાઇન પણ રહી હતી. લગભગ 21 દિવસમાં એમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર મલાઈકાએ કોરોનાને હરાવ્યાનો સફર ફેન્સ સાથે શેર કર્યો છે. એ સાથે જ એમને આખી દુનિયાને જલ્દી રિકવર થવાની પ્રાર્થના પણ કરી છે. મલાઈકાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. સાથે જ અભિનેત્રીએ લખ્યું કે એ એવા દિવસો હતા જ્યારે એ કમજોર અને નિરાશ મહેસુસ કરતી હતી, એટલે સુધી કે એમનું વજન પણ વધી ગયું હતું, પણ આશાએ એમને એ સમયમાં પણ મજબૂત રહેવાની શક્તિ આપી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, તાકાતને કેવી રીતે બતાવી શકાય છે. તમે ખૂબ જ નસીબદાર છો, એ કેટલું સરળ રહ્યું હશે. એ કંઈક એવું છે જે હું નિયમિત રૂપે સાંભળી રહી છું. હા, હું મારા જીવનમાં ઘણી વસ્તુઓ માટે આભારી છે. પણ કિસ્મતે એમાં ખૂબ જ નાની ભૂમિકા ભજવી અને સરળ? ઓ ભાઈ, એ એવું નહોતું.

image source

એમને લખ્યું કે હું પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના સંક્રમિત થઈ હતી. અને એ ખૂબ જ ખરાબ હતું. જો કોઈ એવું કહે કે કોરોનાથી રિકવરી ખૂબ જ સરળ છે તો કાં તો એ ખૂબ જ સારી ઇમ્યુનિટી ધરાવે છે કા તો પછી એને કોરોનાથી થતું સ્ટ્રગલ નથી ખબર. મને ખુદ કોરોના થયા પછી હું એના માટે સરળ શબ્દ નહિ પસંદ કરું.

image source

અભિનેત્રી લખે છે કે એને મને શારીરિક રીતે તોડી નાખી હતી. બે ડગલાં ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ કામ હતું. બેસવું, બેડ પરથી બહાર આવવું અને બારી પાસે ઉભા રહેવાની ઈચ્છા જાણે એક કહાની હતી. મારુ વજન વધી ગયું હતું, હું કમજોર થઈ ગઈ હતી. પોતાનો સ્ટેમીના ખોઈ દીધો હતો. હું મારા પરિવાર અને ઘણી વસ્તુઓથી દૂર હતી. 26 સપ્ટેમબરે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો. મેં જે પણ કર્યું એના માટે આભારી હતી. પણ કમજોરી તો હતી જ. હું નિરાશ થઈ રહી હતી કારણ કે માઈ બોડી એવી રીતે સ્પોર્ટ નહોતી કરી રહી જેવું મારુ દિમાગ મહેસુસ કરી રહ્યું હતું. હું ડરી ગઈ હતી કે હું ક્યારેય મારી સ્ટ્રેન્થ પાછી નહિ મેળવી શકું. હું હેરાન હતી કે શું કોઈ એક્ટિવિટી કરવામાં 24 કલાક લાગશે.

image source

મારુ પહેલું વર્કઆઉટ ખૂબ જ મુશ્કેલ હતું. હું કઈ પણ સારી રીતે નહોતી કરી શકતી. હું એકદમ તૂટી ગઈ હતી. પણ બીજા દિવસે હું ઉઠી અને પોતાની જાતને કહ્યું કે મેં પોતાની જાતને બનાવી છે અને પછી ત્રીજો, ચોથો, પાંચમો દિવસ ચાલતો રહ્યો. નેગેટિવ થયા પછી લગભગ 32 અઠવાડિયા વીતી ગયા ચ3 અને મેં મારી જાતને મહેસુસ કરવાનું શરૂ કરી દીધું છે. હું વર્કઆઉટ કરી શકું છું જેમ કોરોના પોઝિટિવ થતા પહેલા કરતી હતી. હું શ્વાસ લઈ શકું છું અને માનસિક અને શારીરિક રીતે સ્ટ્રોંગ અનુભવી રહી છું.

image source

મલાઈકા આગળ લખે છે કે ચાર અક્ષરના શબ્દ જેને મને પુષ કર્યું અને એ હતો hope. એક આશા છે કે બધું સારું થઈ જશે જ્યારે મને ફિલ થઈ રહ્યું હતું કે કઈ જ સારું નહીં થાય. એ સાથે જ મલાઈકાએ એમનો સાથ આપનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો છે અને દુનિયાને જલ્દી રિકવર થવાની પ્રાર્થના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!