બેન્કને લગતા જરૂરી કામ પતાવી લેજો, જુલાઈમાં અડધો મહિનો રહેશે રજા, આ લિસ્ટ પર કરી લો એક નજર

જુલાઈ મહિનામાં બેંકો લગભગ અડધા મહિના માટે બંધ રહેશે. સપ્તાહના અંતની રજાઓ અને વિવિધ તહેવારોને કારણે જુલાઈમાં 15 દિવસની રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના અનુસાર જુલાઈ મહિનામાં છ વિકેન્ડ અને નવ ઉત્સવની રજાઓ હશે. આમાં બીજા, ચોથા શનિવાર અને ચાર રવિવારની રજાઓ સહિત છ વિકેન્ડ રજાઓ શામેલ છે.

બેંકોની રજાઓ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે

image source

જુલાઈમાં, બેંકો અડધા મહિના માટે બંધ રહેવા જઈ રહી છે, એટલે કે, 31 દિવસમાંથી, બેંકની રજાના 15 દિવસ હશે. આ પહેલા કે તમે બેંક શાખા પર જાવ અને ગેટ પર તમને લોક જોવા મળે તેથી તમે પહેલા જ આ રજાઓ વિશે અગાઉથી જાણીલો. તમને જણાવી દઈએ કે બેંકોની રજાઓ રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા નક્કી કરવામાં આવે છે. આમાં, બધા રાજ્યો અનુસાર રજાઓ આપવામાં આવે છે. બધા રાજ્યોની બેંકો રજાના દિવસે બંધ હોવી જરૂરી નથી, કારણ કે દરેક ખાસ રાજ્યમાં દરેક તહેવારની ઉજવણી થતી નથી. જે તહેવારની ઉજવણી કરવામાં આવે છે તે રાજ્યમાં ફક્ત બેંકો બંધ રહેશે.

image source

જુલાઈમાં રથયાત્રા ભાનુ જયંતિ, બકરીદ, કેર પૂજા જેવા તહેવારો આવી રહ્યા છે. પ્રથમ તહેવાર રથયાત્રાનો છે 12 મી જુલાઈએ ભુવનેશ્વરના ઇમ્ફાલમાં વધુ મનાવવામાં આવે છે. તે જ સમયે, છેલ્લી રજા 31 જુલાઈએ કેર પૂજા માટે હશે. ચાલો તમને જણાવીએ કે જુલાઈમાં બેંકો ક્યારે બંધ થશે.

  • 4 જુલાઈ – રવિવારની રજા
  • 10 મી જુલાઈ- મહિનાનો બીજો શનિવાર રજા
  • 11 મી જુલાઈ- રવિવારની રજા

    image source
  • 12 જુલાઈ – કાંગ રથયાત્રા તહેવારની રજા
  • 13 જુલાઈ – ભાનુ જયંતિની રજા
  • 14 જુલાઈ – દ્રુકપા ત્સેચિ તહેવારની રજા
  • 16 જુલાઈ – હરેલા તહેવારની રજા

    image source
  • 17 જુલાઈ – ખારચી પૂજા રજા
  • 18 જુલાઈ – રવિવારની રજા
  • 19 જુલાઈ- ગુરુ રિમ્પોચેના થુંગકર ત્સેશુની રજા
  • 20 જુલાઈ – બકરીદ

    image source
  • 21 જુલાઈ – ઈદ-ઉલ-ઝુહા તહેવારની રજા
  • 24 જુલાઈ – મહિનાનો ચોથો શનિવાર રજા
  • 25 જુલાઈ – રવિવારની રજા
  • 31 જુલાઈ – કેર પૂજાની રજા

બધા રાજ્યોમાં રજાઓ એક સાથે લાગુ થતી નથી

image source

નોંધનીય છે કે આરબીઆઈની રજાઓ એક સાથે દરેક રાજ્યમાં લાગુ થતી નથી. રાજ્યો અનુસાર બેંકોમાં રજાઓ હોય છે. તેથી, આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર બેંક રજાઓની સંપૂર્ણ સૂચિ જોઈને, તમે જાણી શકો છો કે તમારા રાજ્યમાં કયા તહેવારની બેંક રજા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong