નાના બાળકો મૃત્યુને કેવી રીતે સમજે છે, જાણો તમે પણ આ આર્ટિકલ પરથી..

નાના બાળકો મૃત્યુને કેવી રીતે સમજે છે – અને તેમની સાથે તે વિષે કેવી રીતે વાત કરવી

“મમ્મી, આપણા મૃત્યુ પછી શું થાય છે ?” ઘણા બધા માતાપિતાને આ પ્રશ્ન પુછવામાં આવે છે અને તેનો યોગ્ય જવાબ કેવી રીતે આપવો તે આપણને ખબર નથી હોતી. શું તમે તમારી માન્યતાઓ પ્રમાણે તેને જવાબ આપશો – પછી તે ધાર્મિક, સિદ્ધાંતવાદી કે પછી નાસ્તિક પણ હોઈ શકે છે. અને શું તેને આ સંદર્ભમાં અસ્વાભાવિક રીતે રજૂ કરવી યોગ્ય છે ? તાજેતરના વિકાસલક્ષી મનોવિજ્ઞાન સંબંધીત એક સંસોધન દ્વારા આ બાબતે કેટલીક સલાહ આપવામાં આવે છે.

image source

ઘણા બધા બાળકોમાં મૃત્યુ એ એક રસપ્રદ વિષય છે, જો તમારે તેમના આ કૂતુહલ વિષે ખાતરી કરવી હોય તો તેઓ જ્યારે મૃત પ્રાણી કે મૃત છોડવાને જુએ ત્યારે જે પ્રતિક્રિયાઓ આપે તે જુઓ. તેમનું નિરીક્ષણ અને તેમના પ્રશ્નોમાં એક સ્વસ્થ કુતૂહલ જોવા મળે છે જાણે તેઓ ખરેખર આ જટીલ વિશ્વને જાણવાનો પ્રયાસ ન કરવા માગતા હોય !

જો કે ઘણા બધા માતાપિતા પોતાના બાળક સાથે મૃત્યુના વિષય પર ચર્ચા કરવા નથી માગતા હોતા. પણ બાળકોના પ્રશ્નો વાસ્તવમાં તેમની જિજ્ઞાશાને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ તક છે અને તેઓ તેમાંથી ઘણું બધું શીખી પણ શકે છે, દા.ત. જીવશાસ્ત્ર અને જીવન ચક્ર. તેમ છતાં, ક્યારેક એવી સ્થિતિ પણ ઉભી થઈ જાય છે જ્યારે તમારે ખુબ જ સંવેદનશીલતા દાખવવી પડે છે.

બાળકો શું જાણે છે

image source

મોટા ભાગના નર્સરીમાં જતાં બાળકોને મૃત્યુનો જીવશાસ્ત્ર આધારિત સમજણનો ખ્યાલ નથી આવતો અને તેઓ એવું માને છે કે મૃત્યુ એ જીવનની જ એક બીજી સ્થીતી છે જેમ કે લાંબી ઉંઘ. આ ઉંમરે, બાળકો હંમેશા એવું કહેતાં સાંભળવા મળતા હોય છે કે માત્ર વૃદ્ધ અને બિમાર માણસો જ મૃત્યુ પામે છે. તેઓ એવું પણ વિચારે છે કે મૃત માણસોને પણ ભૂખ લાગે છે, તેમને પણ હવાની જરૂર હોય છે અને તેઓ હજુ પણ જોઈ શકે છે, સાંભળી શકે છે અને સપનાં પણ જોઈ શકે છે. જો તેમને જીવશાસ્ત્રના આધાર પર મૃત્યુ વિષે સમજાવવું હોય તો તેમણે મૃત્યુ વિષેના કેટલાક મુખ્ય પરિબળો વિષે જાણકારી મેળવવી પડશે.

ખાસ કરીને, ચાર વર્ષથી 11 વર્ષના બાળકો ધીમે ધીમે સમજવા લાગે છે કે મૃત્યુ એ સર્વવ્યાપક, અનિવાર્ય અને અફર છે, જે શરીરના નિષ્ક્રિય થવાથી થાય છે અને બધી જ શારીરિક અને માનસિક પ્રક્રિયાના અંત તરફ મૃત્યુ દોરી જાય છે. 11 વર્ષની ઉંમરે મોટા ભાગના બાળકો સમજી જાય છે કે બધા જ લોકો મૃત્યુ પામે છે – તેમાં તેમના પોતાના નજીકના લોકો અને તેમનો પોતાનો પણ સમાવેશ થાય છે.

image source

કેટલાક નાના બાળકો આ તત્ત્વને થોડું વહેલું સમજી જાય છે કારણ કે તેમના સાંભળવામાં આ વિષેના અનુભવો આવ્યા હોય અથવા તો તેઓએ કોઈક મૃત્યુ બાબતેની વાતચીત સાંભળી હોય છે અને તે જ તેમના પર અસર કરી ગઈ હોય છે. દા.ત. તેવા બાળકો કે જેમણે પોતાના નજીકના સંબંધી અથવા પાલતું પ્રાણીના મૃત્યુનો અનુભવ કર્યો હોય, અને તેવા બાળકો પણ કે જે પ્રાણીઓ સાથે વધારે હળીમળી જતાં હોય તેઓ પણ મૃત્યુના ખ્યાલને સરળતાથી સમજી જાય છે.

બીજા સંજોગોમાં બાળક ત્યારે મૃત્યુને સમજતું થાય છે જ્યારે તેના માતાપિતા સારી રીતે શીક્ષિત હોય, જો કે તે પણ બાળકની બૌદ્ધિકતા પર આધાર રાખે છે. આ બાબત દર્શાવે છે કે માતાપિતા બાળકને યોગ્ય તકો પુરી પાડીને અને પ્રાથમિક વર્ષોમાં જીવશાસ્ત્રને લગતી હકીકતોને સ્પષ્ટપણે સમજાવીને મૃત્યુને સમજવામાં મદદ કરી શકે છે .

image source

બાળકની માન્યતાને આકાર આપવામાં ધર્મ અને સંસ્કૃતિ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. પોતાના વડીલો સાથેના વાર્તાલાપ દરમિયાન ઘણીવાર તેઓનો સામનો જીવશાસ્ત્રને લગતી હકીકતો સાથે થઈ જાય છે પણ તેની સાથે સાથે મૃત્યુ બાદની અને આધ્યાત્મિક જગતની કેટલીક ‘પારલૌકિક’ માન્યતાઓના પરિચયમાં પણ તેઓ આવે છે. વિકાસલક્ષી મનોવૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તેમની મૃત્યુ પ્રત્યેની સમજણો વધતી જાય છે પણ આ સમજણ બે રીતે તેમના મગજમાં વિકાસ પામે છે એક જીવશાસ્ત્રની રીતે અને બીજી પારલૌકિક માન્યતાઓના આધારે.

દા.ત. 10 વર્ષના બાળકો એટલું સમજે છે કે મૃત લોકો હલતા નથી કે જોઈ નથી શકતા કારણ કે તેમનું શરીર કામ કરતું બંધ થઈ જાય છે પણ તેની સાથે સાથે તેઓ એવું પણ માને છે કે મૃત લોકો સ્વપ્ના જુવે છે અને લોકોને યાદ કરે છે.

પ્રામાણિકતા અને સંવેદનશીલતા

image source

તાજેતરના બાળકોની મૃત્યુ વિષેની સમજણ પર કરવામાં આવેલા એક સંશોધનમાં બાળકો સાથે આ જટીલ અને હંમેશા સંવેદનશીલ એવા વિષયની ચર્ચા કેવી રીતે કરવી તે દર્શાવવામાં આવ્યું છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળવાનું નથી કે તે બાબતે શર્માવાનું નથી અને નથી તો બાળકના પ્રશ્નને અવગણવાના અને નથી તો વિષયને બદલવાનો. તેના કરતાં આ બાબતને એક તક તરીકે ગણો કે જેના દ્વારા તમે તમારા બાળકના કુતૂહલને પોષી શકો અને ધીમે ધીમે તેમની જે જીવનચક્ર બાબતની સમજણ છે તેમાં થોડો ફાળો આપી શકો છો.

image source

તેવી જ રીતે બાળકો મૃત્યુ વિષે શું પુછે છે અને શું કહે છે તે સાંભળવાથી તમે તેમની લાગણીઓ અને તેમની સમજણના સ્તરને માપી શકો છો અને તમે સમજી શકો છો કે તેમને કેવી સમજણની જરૂર છે અને કેવા આશ્વાસનની જરૂર છે. એક વધારે પડતો સાદો સંદેશો બિનરચનાત્મક રહેશે અને વધારે પડતી જટીલ સ્પષ્ટતા આપવાથી બની શકે કે તે વધારે મુંઝાય અને તે ગેરમાર્ગે દોરાય.

દા.ત. કોઈ વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી અથવા મૃત શરીરનું શું થાય છે તે બાબતે વધારે પડતી વિગતવાર માહિતી અથવા ગ્રાફિક ડીટેઇલ્સ (સજીવ માહિતીઓ) આપવાથી બની શકે કે તેઓ બીનજરૂરી રીતે ડરી જાય, ખાસ કરીને નાના બાળકો. કેટલાક બાળકો માટે એવો ખ્યાલ કે મૃત્યુ બાદ પણ વ્યક્તિ આપણા પર નજર રાખતી હોય છે તે કદાચ સાંત્વના આપતી હોઈ શકે પણ બીજાઓ માટે તે એક મુંઝવણ બની જાય છે.

image source

બીજું એક મુખ્ય પાસું એ છે કે તમે પ્રામાણિક રહો અને અસ્પષ્ટતાને અવગણો. દા.ત. જ્યારે તમે બાળકને એમ કહો છો કે મૃત વ્યક્તિ ‘લાંબી ઉંઘ’માં સરી પડ્યો છે ત્યારે તેઓ એવું માનવા લાગે છે કે મૃત વ્યક્તિ ગમે ત્યારે જાગી શકે છે. સંશોધન જણાવે છે કે જે બાળકો મૃત્યુની સામાન્યતા, અનિવાર્યતા અને અંતિમતા સમજે છે તેઓ તે માટે સારી રીતે તૈયાર રહે છે, અને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના અર્થને સારીરીતે સમજી શકે છે. વાસ્તવમાં તો જે બાળકોમાં આવી સમજ વિકસેલી હોય છે તેમને મૃત્યુનો ભય ઓછો લાગે છે.

પ્રામાણિક હોવાનો અર્થ એવો પણ થાય છે મૃત્યુનું રહસ્ય અને તેની અનિશ્ચિતતા અને કોઈ નિશ્ચિત માન્યતાને અવગણવી. તેમને એ સમજાવવું મહત્ત્વનું છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે કોઈ જાણતું નથી અને તેવા સમયે અસંગત માન્યતાઓ ધારાવવી એ સાવ જ સામાન્ય છે. તમારી ધાર્મિક કે સૈદ્ધાંતિક માન્તતાઓ ગમે તેટલી મજબુત કેમ ન હોય તમારે અન્યના દ્રષ્ટિકોણને પણ માન આપવાનું છે. બીજાની માન્યતાઓ પ્રત્યે સહિષ્ણું રહેવાનો તમારો આ અભિગમ બાળકને કુદરતી રીતે વિશ્વને સમજવાની તેમજ તેની અજાયબી અને રહસ્યને સ્વીકારવા માટે પ્રેરણા આપશે.

કદાચ સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઉદાસી એ સામાન્ય લાગણી છે અને તેને તમારે માન આપવાનું છે અને મૃત્યુ પ્રત્યે ભય હોવો તે પણ સામાન્ય છે. આપણી નજીકની વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણે બધા ઉદાસ થઈએ છીએ પણ ધીમે ધીમે આપણે તે ઉદાસીમાંથી બહાર આવીએ છીએ અને જીવન એમજ ચાલ્યા કરે છે. ચિંતા ઓછી કરવા તમે તેમને વાસ્તવિક આશ્વાસન આપી શકો છો. ઉદાહરણ તરીકે, તે અને તેના નજીકના લોકો સાથે લાંબુ જીવન પસાર કરશે.

image source

જો બાળકનું પોતાનું નજીકનું કોઈ મૃત્યુ પામ્યું હોય અથવા તે પોતે મૃત્યુ પામવાનું હોય ત્યારે તમારે ખુબ જ સંવેદનશીલતા દાખવવી પડે છે. તેનો અર્થ એ નથી થતો કે તમે ઓછા પ્રામાણિક અને ઓછા વાસ્તવિક બનો. બાળકોને જ્યારે પોતાની નજીકના વ્યક્તિના મૃત્યુ બાબતે વાસ્તવિક, સત્યઆધારિત સ્પષ્ટતાઓ આપામાં આવે ત્યારે તેઓ પોતાની ચિંતા તેમ જ ભયને યોગ્ય રીતે મેનેજ કરી શકે છે. જે બાળકો કે જેમને ખબર હોય છે કે તેઓ મૃત્યુ પામી રહ્યા છે, તેમના માટે મહત્ત્વનું એ છે કે તમે તેમને પ્રશ્નો પુછવા પ્રેરો તેમને પોતાની લાગણીઓ અને ઇચ્છાઓ વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરો.

સંજોગો ગમે તે હોય જો બાળકોને સત્ય આધારિત માહિતી આપવામાં ન આવે તો તેઓ હંમેશા પોતાના જ્ઞાનનમાં જે ખાલીજગ્યા પડેલી હોય છે તેને જાતે જ પુરવાનો પ્રયાસ કરે છે. આવા સંજોગોમાં હંમેશા એવું બને છે કે તેમની કલ્પનાઓ વાસ્તવિકતા કરતાં ક્યાંય વધારે ભયપમાડનારી અને નુકસાનકારક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ