મોટા થઈને સાવ બદલાઇ ગયા આ જાણીતા ચાઈલ્ડ આર્ટિસ્ટ, બાળપણમાં એમની એક્ટિંગથી દુનિયા હતી દિવાની:PICS

ટીવી સિરિયલ બાલિકા વધુની આનંદી, શાકા લાકા બુમ બુમનો સંજુ અને પૃથ્વીરાજ ચૌહાણનો યોદ્ધા પૃથ્વીરાજ તો તમને યાદ જ હશે. આ બધા જ એવા બાળ કલાકારો રહી ચૂક્યા છે જેમને નાની ઉંમરમાં જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. એવા જ બધા કલાકારોની વાત આજે આપણે કરીશું જે ક્યારેક બાલ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં જોડાયા હતા.

image soucre

સૌથી પહેલા વાત કરીએ બાલિકા વધુની આનંદી એટલે કે અવિકા ગૌરની. એમને ટીવી સીરિયલમાં આનંદીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં પોતાની જગ્યા બનાવી. એ સમયે આનંદી ખૂબ જ નાની ઉંમરમાં એ જાણીતી થઈ ગઈ. પછી એ સાસુરાલ સીમર કા સીરિયલમાં દેખાઈ. ત્યારે એ મોટી થઈ ચૂકી હતી. અવિકાની ઉત્તર ભારતમાં જ નહીં દક્ષિણ ભારતમાં પણ પકડ છે. એમને ઘણી સાઉથ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2013માં આવેલી તેલુગુ ફિલ્મ ઉઇય્યાલા જંપલા, 2015માં રિલીઝ થયેલી સિનેમા ચુપિસ્તા મામા અને 2019માં આવેલી રાજુ ગારી ગદી જેવી તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

image source

શાકા લાકા બુમ બૂમ દ્વારા બાળકો વચ્ચે જાણીતા બનેલા સંજુ એટલે કે કિંશુક વૈધે પણ ઘણી લોકપ્રિયતા મેળવી. વર્ષ 2000 થી 2004 સુધી એમને બાળકોનું ખૂબ જ મનોરંજન કર્યું. એ સમયના બધા બાળકો સંજુના દીવાના હતા. એ પછી એમને મોટા થઈને 2016માં એક રિશ્તા સાજેદારી કાથી એ પરત ફર્યા પણ એમનો સફર લાંબો ન ચાલ્યો. એ 2017 સુધી એ શોમાં દેખાયા. પછી એમને જાત ના પૂછો પ્રેમ કી અને કર્ણ સંગીની જેવી સીરિયલમાં અભિનય કર્યો.

image source

બાલ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનાર રજત ટોકસે 1999માં જ અભિનય શરૂ કરી દીધો હતો. સૌથી પહેલા એ જાદુઈ ચિરાગમાં દેખાયા હતા. એ પછી એમને બોંગો, લાઈટહાઉસ, એક નજર કી તમન્ના, મેરે દોસ્ત, હે હવાએ, ખોજ ખજાના કી અને અભિવ્યક્તિમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. વર્ષ 2005માં આવેલી સાઈ બાબા પછી એમને 2006માં ધરતી કા વીર પૃથ્વીરાજ ચૌહાણમાં દેખાયા. ઘણા બધા શો કર્યા પછી એ 2019માં નાગીન 3માં પણ દેખાયા હતા.

image source

અભિનેત્રી અદિતિ ભાટિયાએ બાલ કલાકાર તરીકે જાહેરાતોથી શરૂઆત કરી હતી. એ પછી એ વિવાહ, શૂટ આઉટ એટ લોખંડવાલા, ધ ટ્રેન, ચાન્સ પે ડાન્સ અને સરગોશિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. એ સિવાય એમને ટીવી શો હોમ સ્વીટ હોમ, ટશન એ ઇશ્ક, યે હે મહોબ્બતે, કોમેડી નાઈટ્સ બચાઓ તાજા, કોમેડી સર્કસ, ખતરા ખતરા ખતરામાં પણ કામ કર્યું હતું. અદિતિએ પોતાના અભિનયથી લોકોના મનમાં પણ સારી જગ્યા બનાવી લીધી હતી.

image source

અહસાસ ચન્ના 5 ઓગસ્ટ 1999માં મુંબઈમાં જન્મી હતી. એમને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. એમના પિતા ઇકબાલ ચન્ના પંજાબી ફિલ્મોમાં નિર્માતા હતા અને માં કુલબીર કૌર એક અભિનેત્રી હતી. અહસાસે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એમને ખૂબ જ નાની ઉંમરમાં વાસ્તુ શાસ્ત્ર નામની ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં એ લીડ અભિનેત્રી સુસ્મિતા સેનના દીકરાના રોલમાં દેખાઈ હતી. એમને નાના છોકરાની ભૂમિકા ભજવી હતી. એમના કેરેકટરનું નામ રોહન હતું. કભી અલવિદા ના કહેના, આર્યન, માય ફ્રેન્ડ ગણેશા, ફૂંક, ફૂંક 2, 340 અને રૂખ જેવી ફિલ્મોમાં કામ કરનારી અહસાસ હવે વધુ સુંદર દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ