બાળક ગર્ભમાં હતું ત્યારે માતાને થયો હતો કોરોના, જન્મ બાદ બાળકને થઈ ગંભીર સમસ્યા

કોરોના બાદ રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસ મહામારીએ માથું ઊંચક્યું છે. બ્લેક ફંગસના કેસ રાજ્યભરમાં સતત વધી રહ્યા છે તેની સાથે હવે બાળકો માટે વધુ એક જોખમી બીમારી માથું ઊંચું કરી રહી છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ સહિત અનેક જગ્યાએ બાળકોમાં એસ્પરઝિલસ ફુગનાં કેસમાં પણ વધારો થયો છે. જેને MIS-C પણ કહેવામાં આવે છે. નાના બાળકોમાં કોરોના પછી મલ્ટિસિસ્ટમ ઓર્ગન ઈન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઈન ચાઈડલ્ડ એટલે કે MIS-C બીમારી સામે આવી રહી છે. આ સમસ્યાના રોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે.

image source

MIS-C ની સમસ્યામાં બાળકને ન્યુમોનિયા જેવા જ લક્ષણો જોવા મળે છે. જેમાં બાળકને તાવ આવવો, થાતીમાં કફ ભરાઇ જવો, કફમાં લોહી આવવું જેવા લક્ષણો દેખાય છે. આ બીમારીની તપાસ માટે કફમાંથી સેમ્પલ લઈ રિપોર્ટ કરવામાં આવે છે. જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, અસ્થમા જેવી સમસ્યા હોય, કોઈપણ પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હોય તેવામાં આ બીમારી થવાના ચાન્સ વધી જાય છે.

image source

જો કે આ બીમારીને લઈ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. કોરોના બાદ એક પછી એક રેર ગણાતી બીમારીઓ સામે આવવા લાગી છે અને તેનાથી લોકોની ચિંતા વધી રહી છે. તેમાં પણ હાલ તો MIS-C એ ચિંતા વધારી છે. અમદાવાદમાં જન્મના માત્ર 12 કલાકમાં એક બાળકને આ MIS-C બીમારી લાગુ થયાની ઘટના બની હતી.

image source

આ બાળકના રિપોર્ટ જોયા બાદ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. કારણ કે બાળકના જન્મના 12 જ કલાક તેને આ બીમારી લાગુ પડી હતી. આ કેસની વિસ્તારપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે બાળક જ્યારે માતાના ગર્ભમાં હતું ત્યારે તેની માતા કોરોના સંક્રમિત થઈ હતી. તેના કારણે બાળકને જન્મતા બાદ આ બીમારી લાગુ થઈ હોવાની શક્યતા છે. જો કે આ કિસ્સામાં ડોક્ટરોની ચિંતા વધી ગઈ હતી. આ બાળકની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

image source

આ બીમારીના શરુઆતમાં ખૂબ ઓછા કેસ જોવા મળ્યા હતા. આ કેસની શરુઆત રાજકોટથી થઈ હતી. જ્યાં હાલ 100 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ત્યારબાદ અમદાવાદમાં આ બીમારીનો કેસ નોંધાઈ રહ્યા છે. આ બીમારીમાં શરીર લાલ થઈ જવું, સોજો આવી જવો અને દિવસો સુધી સતત તાવ આવે છે, ડોક્ટરોના જણાવ્યાનુસાર બાળકને પેટ અને અન્ય અંગોમાં પાણી પણ ભરાવા લાગે છે. આ સમસ્યા બાળકને કોરોના પછી એન્ટીબોડી વધી જવાથી થતી હોય છે. બાળકોમાં એન્ટીબોડી વધી જાય છે ત્યારે તેની અસર દરેક અંગ પર પડે છે. આ રીતે વધેલી એન્ટીબોડી શરીરનું રક્ષણ કરવાને બદલે શરીરને નુકસાન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!