પ્રભાબેનનો જીવનદીપ બુઝાયો પણ તેમણે 5 લોકોને આપ્યું નવજીવન

સુરતવાસીઓના નામે જેમ જમણ વખણાય તેમ છેલ્લા કેટલાક સમયથી એક અનોખી સેવાની સરવાણી પણ ચર્ચામાં છે. સુરતીઓ જેમ મોજ મજા કરવા માટે જાણીતા છે તેમ હવે સુરતવાસીઓએ ઉમદા કામ માટે પણ પ્રખ્યાત થવા લાગ્યા છે. આ અનોખું કામ છે અંગદાનનું.

અંગદાન એ મહાદાન છે તે વાતને સાર્થક કરતાં સુરતના વધુ એક પરીવારે લોકોને પ્રેરણા પુરી પાડતું ઉદાહરણ પુરું પાડ્યું છે. થોડા સમય પહેલા સુરતમાં રહેતા ધીરુભાઈ ભુવાના પરીવાર પર દુખનો ડુંગર તુટી પડ્યો હતો. ધીરુભાઈ કુરજીભાઈ ભુવાના 63 વર્ષીય પત્નીનું અવસાન થયું હતું. એકદમ તંદુરસ્ત એવા મહિલાના મોત બાદ તેમની કિડની, લિવર અને આંખનું દાન કરવામાં આવતાં 5 લોકોને નવું જીવન મળ્યું છે. આ રીતે ભુવા પરીવારે અંગદાન કરી સમાજમાં અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.

વાત વિસ્તારથી જણાવીએ તો મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવાના વતની અને નિવૃત્તિનું જીવન પરીવાર સાથે વિતાવતા ધીરુભાઈ ભુવાના પત્ની સ્વભાવે શાંત અને ધાર્મિક હતા. પતિ-પત્ની બંને તેમના બે પુત્ર જે સુરતમાં રત્નકલાકાર છે તેમની સાથે સુરતમાં વસતા હતા. લેઉઆ પાટીદાર એવો ભુવા પરીવાર વર્ષોથી સુરતમાં સ્થાયી થયો હતો. પ્રભાબેન સ્વભાવે ધાર્મિક હોવાથી રોજ સાંજે સોસાયટીમાં અન્ય મહિલાઓ સાથે બેસી અને સત્સંગ કરતા. આ નિત્યક્રમ પ્રમાણે તેઓ સોસાયટીમાં સાંજના સમયે સત્સંગ કરી રહ્યા હતા અને અચાનક તેમને ચક્કર આવ્યા. કોઈ કંઈ સમજી શકે અને કરી શકે તે પહેલા તો પ્રભાબેન ઢળી પડ્યા.

પ્રભાબેનને બેભાન હાલતમાં જ વરાછાની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે ન્યૂરોસર્જન ડો હિતેશ ચિત્રોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં નિષ્ણાંતોએ તેમના રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેમને બ્રેન હેમરેજ થયું છે. જ્યારે દાખલ થયાના બીજા દિવસે તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા.

આ સમાચારથી ભુવા પરીવાર પર રીતસર આભ તુટી પડ્યું. તે સમયે તેમના પુત્રોને ધ્યાનમાં આવ્યું કે તેમના માતા સત્સંગમાં જતા ત્યારે તેમણે અંગદાન વિશે સાંભળ્યું હતું અને ઘરે આવી જણાવ્યું હતું કે મૃત્યુ બાદ શરીર બળીને ખાખ થઈ જાય તે પહેલા જો અંગદાન કરી કોઈને કામ આવીએ તો ભવ સુધરી જાય. આ વાત યાદ કરી તેમણે પ્રભાબેનની કિડની, આંખ અને લિવરનું દાન કરવાનું નક્કી કર્યું.

હોસ્પિટલ તરફથી સંસ્થાને જાણ કરવામાં આવી અને જરૂરી કાર્યવાહી કરી અંગદાનની પ્રોસેસ પુર્ણ કરવામાં આવી. ત્યારે હવે પ્રભાબેનના અંગોના દાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!