આ રાજ્યમાં બાળકોને લિઝ પર આપી દે છે તેના માતાપિતા, લગ્ન સમારંભોમાં કરે છે આ રીતે ચોરી

લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે તાજેતરમાં જ દિલ્હી પોલીસ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે એક ગેંગ દ્વારા બાળકોની મદદથી લગ્ન સમારંભોમાં રોકડ અને ઘરેણાં ચોરવાનું કામ કરી રહી છે. પોલીસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ ગુનાહિત કૃત્યમાં ખુદ બાળકોના માતાપિતા પણ શામેલ હોય છે અને તેઓ જ પોતાના બાળકોને આ કામ કરવા માટે નિલામ કરે છે.

image source

લગ્નસરાની સિઝનમાં ઉત્તર ભારતમાં ” બેન્ડ બાજા બારાત ” ગેંગના સભ્ય બનવા માટે 9 વર્ષથી માંડી 15 વર્ષ સુધીના બાળકોને તેના માતાપિતા દ્વારા જ નિલામ કરવામાં આવે છે. આ ગેંગ દિલ્હી, એનસીઆર, લુધિયાણા, અને ચંદીગઢ જેવા શહેરોમાં યોજાતા વીઆઈપી લગ્ન સમારંભોમાં રોકડ અને ઘરેણાં ચોરવા માટે આ બાળકોનો ઉપયોગ કરે છે.

image source

ચોંકાવનારી માહિતી મુજબ આ બાળકો મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના હોય છે. તેઓ ઉત્તર ભારતના મહાનગરોમાં જઇ ત્યાંના લગ્ન સમારંભોમાં ઘુસી ચોરી કરવાનું કૃત્ય કરે છે. પોલીસે ખુલાસો કરતા જણાવ્યું છે કે લગ્નસરાની સિઝનમાં બેન્ડમાં કે અન્ય કામ કરવાના બહાને આ બાળકો લગ્ન સ્થળે પ્રવેશ કરી લે છે અને બાદમાં પોતાનો હેતુ પાર પાડે છે.

માતાપિતા જ કરે છે પોતાના બાળકોને નિલામ

તમને જાણીને નવાઈ લાગશે કે ઉપરોક્ત ગુનાહિત કૃત્ય માટે ખુદ બાળકોના માતાપિતા જ બાળકોને આગળ કરે છે અને 9 થી 15 વર્ષના પોતાના બાળકને ગેંગનો જ એક ભાગ બનાવવા નિલામ કરી દે છે. બાદમાં આ બાળકોને ચાલાક ગેંગ દિલ્હી, એનસીઆર, લુધિયાણા અને ચંદીગઢ જેવા શહેરોમાં યોજાતા લગ્ન સમારંભોમાં ચોરી કરવા મોકલે છે.

image source

સાથે જ એ વાત પણ એટલી જ આશ્ચર્યજનક છે કે બાળકોને ભાડે લેવાનું પણ કામ થાય છે જેની વાર્ષિક કિંમત 10 થી 12 લાખ રૂપિયા છે. હાલમાં જ પોલીસે એક ગેંગના સાત સભ્યોને પકડી પાડયા હતા જેમાં બે કિશોરવયના સભ્યો હતા અને તેઓએ દિલ્હી અને પંજાબમાં ચોરીઓ કરી હતી.

બાળકોને આપવામાં આવે છે ચોરી કરવાની ટ્રેનિંગ

image source

ડીસીપી ક્રાઈમ ભીષ્મ સિંહે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના અમુક ગામમાં આવી ગેંગ સક્રિય છે જે બાળકોનો ચોરી કરવાના કામ માટે ઉપયોગ કરે છે. આ બાળકોને નિલામી બાદ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી તેઓ સિફત પૂર્વક લગ્ન કાર્યક્રમોમાં રોકડ, ઘરેણાં, કિંમતી સામાન અને બેગની ચોરી કરી શકે.

image source

વધુમાં જણાવતા ભીષ્મ સિંહે કહ્યું કે મહાનગરોમાં બાળકોને લાવ્યા બાદ પરીક્ષણમાં એ શીખવાડવામાં આવે છે કે ચોરી કઈ રીતે કરવી અને લગ્ન સ્થળે લોકોને કઈ રીતે મળવું ? એ ઉપરાંત બાળકોને માનસિક અને શારીરિક રીતે પણ તૈયાર કરવામાં આવે છે જેથી જો તેઓ પકડાઈ જાય તો પોતાનું રહસ્ય અકબંધ રાખે.

image source

બાળકોને લગ્ન સમારંભોમાં પ્રવેશ કરવા માટે અને કોઈને શંકા ન પડે તે માટે સારા કપડા અને ખાવા પીવાની સ્ટાઇલ પણ શીખવવામાં આવે છે. ગેંગમાં વયસ્ક પુરુષો અને મહિલાઓ પણ શામેલ હોય છે જે ભાડાના ઘરોમાં રહેતા હોય છે અને બાળકોની લગ્ન કાર્યક્રમો બહાર ઓટોરિક્ષા અને મોટરસાયકલ પર રાહ જોવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ