હીરાથી પણ કિંમતી છે આ બબુલની ફળી, જે હાડકાંથી લઇને અનેક સમસ્યાઓને ચપટીમાં કરી દે છે દૂર

મિત્રો, આજે અમે તમને બબુલીની ફળી એટલે કે તેના ફળ વિશે જણાવીશુ. જો કે, બબુલના વૃક્ષનો દરેક ભાગ જેમકે, તેના પાન, ફૂલો, છાલ, ફળી અને દરેક ભાગ ઔષધિ સમાન છે પરંતુ, આજે અમે તમને આ વસ્તુના સેવનથી થતા સાત ફાયદાઓ વિશે જણાવીશુ. તો ચાલો તેના વિશે જાણીએ.

હાડકા સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

જો તમે ત્રણ દિવસ સુધી આ બીજને મધ સાથે પીસીને તેનુ સેવન કરો તો હાડકાના ફ્રેક્ચરની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે અને તમારા હાડકા મજબૂત બને છે. જો તમે નિયમિત સવારે અને સાંજે એક ચમચી આ બબુલીની ફળીનો પાવડર નિયમિત રીતે સેવન કરો તો તમને આ તૂટેલા હાડકાની સમસ્યામાંથી તુરંત મુક્તિ મળી જાય છે.

દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

જો તમે આ બબુલની ફળીની છાલ અને બદામની છાલની રાખમા નમક મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને દાંત સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા મુક્તિ મળી શકે છે.

મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

જો તમે બબુલની ફળીને છાંયડામા સુકવી દો અને ત્યારબાદ ઘીમા આ પાવડર મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો આ પાવડરનુ દૈનિક ૩-૩ ગ્રામ સેવન કરવાથી મૂત્ર સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

શારીરિક નબળાઈ સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image soucre

આ ઉપરાંત જો તમે બબુલની ફળીને પીસી લો અને ત્યારબાદ એક ચમચીના પ્રમાણમા તેનુ નિયમિત સવારે અને સાંજે પાણી સાથે તેનું સેવન કરો તો તમારા શારીરિક બળમા વૃદ્ધિ થાય છે અને તમારી શારીરિક નબળાઈ સાથે સંકળાયેલ તમામ બીમારીઓ દૂર થાય છે.

રક્તસ્ત્રાવ સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

બબુલની ફળીઓ , કેરીનુ ફૂલ, મોચરસના વૃક્ષની છાલ અને લેસોડનાં બીજને પીસીને જો તમે આ મિશ્રણને દૂધ સાથે મિક્સ કરો અને તેનુ સેવન કરો તો તમે રક્તસ્ત્રાવ સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ મજબુત બને :

image source

આ ઉપરાંત જો તમે બબુલની ફ્લીઓના રસમા એક મીટર લાંબું અને એક મીટર પહોળુ કપડું પલાળી અને ત્યારબાદ સૂકવી અને એકવાર સૂકાઈ જાય પછી તેને ફરીથી પલાળીને સૂકવવામા આવે અને આ પ્રક્રિયા ૧૪ વખત કરી અને ત્યારબાદ આ કાપડને ૧૪ ભાગમા વહેંચીને નિયમિત ૨૫૦ ગ્રામ દૂધમા ઉકાળીને તેનુ સેવન કરવામા આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે.

ઝાડા સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

જો તમે બબુલની ફળીઓ ખાઈને તેના ઉપરથી છાશનુ સેવન કરી લો તો તમને ઝાડાની સમસ્યામા તુરંત રાહત મળે છે. અમને આશા છે કે આજની માહિતી તમારા જીવનમાં ઘણી ઉપયોગી સાબિત થશે. અમે તમારા સ્વાસ્થ્ય વિશે આવી જ ઉપયોગી માહિતી લાવવાનું ચાલુ રાખીશું. ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત