આવનારા દિવસોમાં આ જગ્યાઓએ વાવાઝોડ સાથે આવશે વરસાદ, આ રાજ્યો માટે જાહેર થઈ આગાહી

ઉત્તર ભારતના અનેક લોકો હાલમાં ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 40-42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 એપ્રિલ બાદ સ્થિતિ વણસી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે યૂપી, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિતના કેટલાક સ્થળોએ જેમકે છત્તીસગઢ, વિદર્ભ, ઓરિસ્સા, ઝારખંડ, મરાઠાવાડામાં પણ કેટલીક જગ્યાઓએ 40 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે.

ખેડૂતોની વધી રહી છે ચિંતા

image source

શ્રીગંગાનગરમાં આજે બપોરે હવામાનને પલટી મારી છે. આ પછી ઘડસાના અને સૂરતગઢના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદની સાથે ખેડૂતોના માથા પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. આ દિવસોમાં એક તરફ ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઈને પડ્યો છે તો મંડીમાં ઘઉં રાખ્યા છે. વરસાદના કારણે ખેડૂતોને આ પાકને નુકસાન થવાની ચિંતા છે.

આ જગ્યોએ મૌસમે બદલ્યો મિજાજ

image soucre

હનુમાનગઢમાં વાવાઝોડા અને વરસાદ, બીકાનેરમાં બૂંદાબૂંદી અને શ્રીગંગાનગરની નજીકના હનુમાનગઢ જિલ્લામાં બપોરે હવામાને મિજાજ બદલ્યો છે. સૂરજ વાદળોમાં છૂપાયો છે અને સાથે જ વરસાદના કારણે થોડી ઠંડક મળી રહી છે. બીકાનેરમાં મોસમે અંગડાઈ લીધી છે અને સાથે જ હવામાં થોડી રાહત મળી રહી છે. લોકો ગરમીમાં રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

20-21 એપ્રિલે એક વધુ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થશે

image soucre

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારે પ્રદેશના અનેક ભાગમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે 18 અને 19 એપ્રિલે આ પશ્ચિમી વિક્ષોત્રની અસર સમાપ્ત થઈ જશે. આ પછી હવામાન ફરી ગરમ અને શુષ્ક હોઈ શકે છે. 20-21 એપ્રિલે નવા પશ્ચિમી વિક્ષોભને ફરી સક્રિય કરી દેવાશે અને સાથે પ્રદેશના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!