ચેતી જજો ગુજરાતીઓ, કોરોનાને લઈ હાજા ગગડાવી નાંખે એવી આગાહી થઈ, મે મહિનામાં રોજ આવશે 20 હજાર કેસ

હાલમાં કોરોના માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે. રોજ નવા કેસમાં ધમાકો જ થાય છે. કંઈ કેટલા રેકોર્ડ પણ તૂટી ગયા છે અને લોકોના ટપોટપ મોત પણ થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 8,152 પર પહોંચી છે, જ્યારે ભારતમાં આ આંકડો બે લાખને પાર પહોંચ્યો છે. આ આંકડાએ કરોડો લોકોને હચમચાવી નાંખ્યા છે અને રડાવી દીધા છે. ત્યારે હાલમાં આ બધાની ચોંકાવનારી વાત સામે આવી છે કે ગુજરાત સરકારની ટાસ્કફોર્સના સભ્ય અને વરિષ્ઠ તબીબ ડો. વી. એન. શાહ જણાવે છે કે આ આંકડો મેના પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતમાં 4થી 4.5 લાખ પર અને એની સાપેક્ષે ગુજરાતમાં હાલના કેસની સરખામણીએ રોજના 16થી 20 હજાર કેસને આંબી શકે છે.

image soucre

આ આગાહીલ થતાં જ લોકોના હાજા ગગડી ગયા છે અને આગળ વાત કરીએ તો ડો. શાહે વાત કરતાં જણાવ્યું હતું કે ગુરુવારે જ કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું છે કે ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસ બમણાથી અઢી ગણા થઈ જશે. હાલની પરિસ્થિતિ પણ ખૂબ સંવેદનશીલ સાબિત થઇ શકે છે. કારણ કે આવનારી 21 તારીખ સુધીમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હશે એવું કોરોનાની પીકનો ગાણિતિક અભ્યાસ કરનારા તજજ્ઞોએ પણ જણાવ્યું હતું. જો કે આ ગણિતજ્ઞો મે મહિનાના અંત સુધીમાં સ્થિતિ સુધરશે એવું પણ જણાવે છે.

image source

ઘાતક પરિસ્થિતિ વિશે વાત કરતાં ડો શાહ જણાવ્યું હતું કે કોરોનાના નિયંત્રણ માટે હર્ડ ઇમ્યુનિટી જ ઇલાજ છે. 70 ટકા લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઇ હોય તો જ શક્ય બને. માત્ર રસીકરણથી વધુ સરળ રીતે થઇ શકે છે, તેથી તમામ સરકારોએ રસીકરણ ખૂબ ઊંચું લઇ જવું પડશે. જો સરખામણીની વાત કરીએ તો અત્યારસુધીમાં અમેરિકા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ એક જ દિવસમાં 3 લાખ નવા કેસ નોંધાવા સાથે વિશ્વમાં મોખરે રહ્યું છે. જો ભારતમાં 4થી 4.5 લાખ કેસ રોજના નોંધાય તો અમેરિકાનો રેકોર્ડ તૂટી જશે.

image source

જો કે હાલમાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણે વાત કરીએ તો ભારતમાં રોજના જે કેસ નોંધાય છે એ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ છે. આ રાષ્ટ્રોમાં કોવિડના દૈનિક કેસો અમુક હજારોની સંખ્યામાં જ છે. ડો. શાહે એવું પણ કહ્યું હતું કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં સંક્રમણ નહિવત્ હતું, પરંતુ અચાનક ઉછાળો આવ્યો, કારણ કે લોકો નિશ્ચિંત થઇને વર્ત્યા હતા. હજુ વિશ્વ આરોગ્ય સંસ્થા હુના તજજ્ઞો ત્રીજા વેવનું ભવિષ્ય ભાંખી રહ્યા છે.

image source

એક મહિના પહેલાં વિધાનસભામાં એવો પણ ખુલાસો થયો હતો કે કોરોના મહમારી વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં કુલ મળીને મંજૂર મહેકમ 10,356 સામે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની 3,469 જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે પરિસ્થિતિ બગડશે તો લોકો હેરાન થઈ જશે અને મોત પણ ટપોટપ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!