આવી ગયો નવો નિયમ, જો હવે ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થયું હશે તો પણ પોલીસ નહીં ફાડી શકે મેમો

હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ છે ત્યારે પણ ભીડને એકઠી થતી અટકાવવા માટે કેન્દ્ર સરકાર અનેક નિયમોમાં ફેરફાર કરી રહી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે એક મોટી જાહેરાત કરી હતી. સરકારે વાહન ચાલકોને મોટી રાહત આપતા કહ્યું હતું કે Driving License, RC, ફિટનેસ સર્ટિફિકેટની તારીખને હવે નવા નિયમ અનુસાર સરકારે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ પહેલા આ તમામ ડોક્યુમેન્ટની વેલિડિટી 30 જૂને પૂરી થઈ રહી હતી. સરકારના આ પગલાથી કરોડો લોકોને રાહત મળી છે.

image source

આ સમયે યૂનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ઉપરના ડોક્યુમેન્ટને લઈને વાહનચાલકોને કોઈ પરેશાની ન રહે તેનું ધ્યાન રાખતા ઈનફોર્સમેન્ટ એજન્સીને ખાસ આદેશ આપ્યા છે. જેમાં કહેવાયું છે કે જો વાહન ચાલકો પાસે સંબંધિત ડોક્યુમમેન્ટ નથી કે પછી તેમના પીયુસી કે લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યા છે તો તમે તેને ચેક કરીને જવા દેશો.

પોલીસ નહીં ફાડી શકે મેમો

image source

કેન્દ્ર સરકારના ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ માટે તારીખ વધારવાનો અર્થ છે કે તમે પોલીસ ચેકિંગમાં રોકાશો તો તમારી પાસેના ડોક્યુમેન્ટ્સને ફક્ત ચેક કરાશે. જો નક્કી સમયગાળામાં તમારા ડોક્યુમેન્ટ એક્સપાયર થયા છે તો પોલીસ તેના માટે મેમો ફાડી શકશે નહીં.

30 સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે ડ્રાઈવિંગ લાયસન્સ અને RC

image source

સડક પરિવહન મંત્રાલયની તરફથી જાહેર આદેશ અનુસાર આ ડોક્યુમેન્ટ્સ જે 1 ફેબ્રુઆરી 2020 સુધી એક્સપાયર થયા હતા તેને અને જે 30 સપ્ટેમ્બર સુધી એક્સપાયર થવાના છે તેને લોકડાઉનને કારણે રીન્યૂ કરાવી શકાયા નથી તેને હવે સરકારના નવા આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધી વેલિડ માનવામાં આવશે. મંત્રાલયની તરફથી સંબંધિત વિભાગો વિશે આદેશ જાહેર કરાયા છે. તેમને કહેવાયું છે કે તેનાથી નાહરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓમાં કોઈ પણ તકલીફ થશે નહીં. દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ તરત આદેશથી આ નિયમ લાગી કરે જેથી ટ્રાન્સપોર્ટ અને અન્ય સંસ્થાઓ જે મુશ્કેલ સ્થિતિમાં કામ કરી રહી છે તેમને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે.

સરકારે અત્યાર સુધી 6 વખત સરકારે વધારી છે વેલિડિટી

image source

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને જોતા સરકારે આ પહેલા પણ 6 વખત ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટની વેલિડિટીને વધારી છે. આ પહેલા પણ દરેક ડોક્યૂમેન્ટને 30 જૂન સુધી વેલિડ માનવાનું સરકારે કહ્યું હતું. તેની પહેલા 30 જૂન 2020, 9 જૂન 2020, ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021ના રોજ પણ સડક અને પરિવહન મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી હતી. સરકારનું કહેવું છે કે લોકડાઉનના પ્રતિબંધના કારણે જરૂરી સામાનનું ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન યોગ્ય રીતે ચાલતું રહે આ માટે પેપર્સની વેલિડિટીને વધારવામાં આવી છે. સરકારે આ વાતનું ધ્યાન રાખ્યું છે કે નાગરિકોને મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ્સના રીન્યુઅલમાં મુશ્કેલી આવી રહી છે તો સરકારે તેની લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong