જાણો એસ્પિરિનની આડ અસરો અને તેના આયુર્વેદીક વિકલ્પો…

એસ્પિરિનનો ઉપયોગ કરતાં પહેલાં તેની આડ અસરો અને તેના આયુર્વેદિક વિકલ્પો જાણી લો.

એસ્પિરિનના ઉપયોગો

એસ્પિરિન ખાસ કરીને હાર્ટ એટેક અને સ્ટ્રોકની તકલીફથી બચાવવા માટે આપવામાં આવે છે અ જે લોકોને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની તકલીફ થવાની શંકા હોય છે અથવા જેમને પહેલાં આવી તકલીફ થઈ હોય તે દર્દીઓને ઓછા પ્રમાણમાં એસ્પિરિન આપવામાં આવે છે.

એસ્પિરિન હૃદયના રોગોમાં કામ કરે છે

એસ્પિરિન ઓછા પ્રમાણમાં લેવાથી રક્તધમનીઓમાં લોહી જામવાથી રોકે છે આ રીતે એસ્પિરિન લોહીને પાતળુ કરવાનું કામ કેર છે જેનાથી લોહીનો સંચાર યોગ્ય રીતે ચાલુ રહે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકથી બચાવે છે.

રક્તવાહિનીઓમાં લોહી જામવાથી લોહીનો સંચાર હૃદય કે મગજમાં થતો અટકી જાય છે અને તેના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવે છે.

એસ્પિરનના કાર્યનું તંત્ર

એસ્પિરીન મૂળ રીતે સાઇક્લેઓક્સીજીનેસ ઇન્જાઈમને રોકે છે જેનાથી પ્રોસ્ટાગ્લેડીન અને થ્રોમ્બોક્ઝેન એટુ નું ઉત્પાદન ઘટી જાય છે. પ્રોસ્ટાગ્લેડીન પીડા અને સોજાને ઘટાડે છે જ્યારે થ્રોમ્બેક્ઝેન એટુ લોહીને જાડું થતાં રોકે છે.

એસ્પિરિનની આડઅસરો

પેટનો દુઃખાવો, ઉલટી, ઉબકા, પેટમાં રક્તસ્રાવ, છાતીમાં બળતરા, સક્તસ્રાવ સંબંધિત તકલીફો, એલર્જી સંબંધિત સમસ્યાઓ, કિડની અને લીવરના રોગો, શ્વાસ લેવામાં તકલીફ, કાનમાં સીસોટીઓ વાગવી, હેમોર્હેજિક સ્ટ્રોક વિગેરે

આ બિમારીઓમાં એસ્પિરિનનો ઉપયોગ ન કરવો જોઈએ

પેટ કે આંતરડામાં ચાંદી પડી જવી, રક્તસ્રાવ સંબંધિત તકલીફો (હેમોફિલિયા, વિટામિન કેની ઉણપ, પ્લેટલેટ્સમાં ઘટાડો), દમ, હાઇપરસેન્સિટીવીટી, ગર્ભાવસ્થા, સ્તનપાન.

એસ્પિરિનની ક્રિયાપ્રતિક્રિયા

    • કંઈક વાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ નહીંતર વધારે લોહી વહી જાય છે કારણ કે એસ્પિરિન લોહીને જામતા રોકે છે.
    • વધારે લાંબા સમયથી પિડાનાશક દવાઓનો ઉપયોગ કરવાથી એસ્પિરિનની અસર ઓછી થઈ જાય છે.

  • એસ્પિરીનનું સેવન કરનારા લોકોએ લસણ અને હળદરનો ઉપયોગ વધારે ન કરવો જોઈએ નહીંતર રક્તસ્રાવની તકલીફ થઈ શકે છે.
  • એસ્પિરીનનું સેવન કરનારે વધારે પ્રમાણમાં દારુ ન પીવો જોઈએ નહીંતર પેટમાં રક્તસ્રાવ થઈ શકે છે.

એસ્પિરિનના હર્બલ વિકલ્પો

લોહીને પાતળુ કરવા માટે તમે તમારા ભોજનમાં નીચેની ઘરેલુ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તે લોહીને પાતળુ બનાવવામાં મદદ કરે છે. અને આધુનિક વિજ્ઞાન પણ તેને માને છે. અને તે માત્ર તમારા જ્ઞાન માટે જ છે અમે અહીં તમને કોઈ દવા બંધ કરવા તેમજ ચાલુ કરવાનું નથી કહેતા. પણ તમે કોઈ પણ જાતનો પ્રયોગ કરોતે પહેલાં તમારે તમારા ડોક્ટર અને ફાર્માસિસ્ટની સલાહ લેવી જરૂરી છે. તો તે કુદરતી વસ્તુઓ આ પ્રમાણે છે.

લસણ, હળદર, તજ, આદુ, દ્રાક્ષ, કરી પાવડર, ફુદીનો, લાલ કેપ્સિકમ, અજમાના પાંદડા.

એસ્પિરિનનું ઝેર અને તેનું મારણ

વધારે પ્રમણમાં જો ભુલથી એસ્પિરિનનું સેવન થઈ ગયું હોય તો તે તમારા માટે ઝેર સાબિત થઈ શકે છે તેના મારણ માટે સોડિયમ બાઈ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે.

એસ્પિરિનનો ડોઝ

50થી 100 મિલીગ્રામ હૃદય રોગમાં ખાસ કરીને 75 મીલી ગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે.
એસ્પિરિનનો ઉપયોગ ખોરાક સાથે અથવા ખોરાક લીધા બાદ કરવો જોઈએ કારણ કે ખાલી પેટે એસ્પિરિન લેવાથી પેટમાં ચાંદા પડી શકે છે.

ગેસ્ટ્રો રેસિસસ્ન્ટ અને એન્ટ્રીક કોટિંગ વાળી એસ્પિરિનનો ઉપયોગ કરી તમે પેટને લગતી આડઅસરોથી બચી શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ