અરે બાપ રે! જો તમે આ કંપનીની વેક્સિન લીધી હશે તો US-યુરોપ નહીં જઈ શકો,,

કોરોના વાયરસની વેક્સિન લઈ લીધેલ નાગરિકોને દુનિયાના ઘણા બધા દેશોમાં ત્યાં જવા માટે અને હવાઈ મુસાફરી કરવા સહિત કેટલીક છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ ભારત દેશની બાયોટેક કંપનીની કોરોના વેક્સિન કોવેક્સિન લઈ લીધેલ નાગરિકોને અત્યારના સમયમાં આ છૂટ નહી આપવામાં આવે. એનું કારણ એ છે કે, કોવેક્સિન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની લિસ્ટમાં સમાવવામાં આવ્યું નથી.

image source

હકીકતમાં તો વિશ્વના બધા જ દેશ WHO દ્વારા ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ (ઇયુએલ) દ્વારા પરવાનગી આપવામાં આવેલ કોરોના વેક્સિનને માન્ય ગણાવી રહ્યા છે. આ તમામ દેશો પોતાને ત્યાં વેક્સિન લીધાનું પ્રમાણપત્ર બતાવીને ઈન્ટરનેશનલ મુસાફરી કરવાની પરવાનગી આપી રહ્યા છે.

image source

WHOની ઈયુએલ લિસ્ટમાં સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ, મોર્ડના, એસ્ટ્રાજેનેકા, ફાઈઝર, જોનસન એન્ડ જોનસન અને સિનોફાર્મ/ બીબીઆઈપી કંપનીની જ કોરોના વેક્સિનના નામ સમાવવામાં આવ્યા છે. આ લિસ્ટમાં ભારતની બાયોટેક કંપનીની કોવેક્સિનનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. WHO તરફથી હાલમાં જ આપવામાં આવેલ દિશાનિર્દેશ મુજબ, ઈયુએલ લિસ્ટમાં સામેલ થવા માટે ભારતની બાયોટેક કંપની દ્વારા અરજી કરવામાં આવી છે પણ WHOએ કોવેક્સિન વિષે બાયોટેક કંપની પાસેથી વધારે માહિતીની માંગ કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા બધા મંત્રીઓએ લીધી છે કોવેક્સિન.

image source

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા બધા મંત્રીઓ દ્વારા કોરોના વાયરસની વેક્સિન કોવેક્સિનના ડોઝ લેવામાં આવ્યા છે. આખા દેશમાં અત્યાર સુધીમાં કોવેક્સિનના ૨ કરોડ જેટલા ડોઝ લઈ લેવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે, દિલ્લીના બધા જ કેન્દ્રીય મંત્રાલયોમાં કામ કરતા ઓફિસર્સને પણ કોરોના વાયરસ વેક્સિનની કોવેક્સિનના ડોઝ જ આપવામાં આવ્યા છે. તમામ સરકારી ઓફિસર્સને સહિત પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા લોકોના વિદેશ પ્રવાસ પ્રભાવિત થઈ શકે છે.

image source

જો કે, ભારતની બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કોરોના વાયરસની કોવેક્સિનને WHOની ઈયુએલ લિસ્ટમાં સમાવવા માટે અરજી કરી દેવામાં આવી છે. એટલા માટે કોરોના વાયરસની કોવેક્સિન પર જલ્દી જ નિર્ણય લેવામાં આવી શકે છે. પરંતુ ત્યાં સુધી ભારતમાં કોવેક્સિનની વેક્સિનના ડોઝ લીધેલ નાગરિકોને કેટલાક સમય સુધી US- યુરોપના દેશોમાં મુસાફરી કરવા સહિત કેટલાક લાભો લઈ શકશે નહી.

.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!