અર્ચના અને પરમિત, ટેલિવિઝન દુનિયાના જૂના અને જાણીતા ‘શો બિઝ’ કપલની અજાણી વાતો…

પહેલા લગ્ન તૂટ્યા બાદ અર્ચનાને પ્રેમ થઈ ગયો હતો પરમિત સાથે, આજથી ૨૭ વર્ષ પહેલાંની તેમની લવ સ્ટોરી જાણીને નવાઈ લાગશે… અર્ચના અને પરમિત, ટેલિવિઝન દુનિયાના જૂના અને જાણીતા ‘શો બિઝ’ કપલની અજાણી વાતો…

image source

વર્ષો પહેલાં આવતી લક્સ ક્યા સીન હૈ ટી.વી શોથી લઈને આજે કપિલ શર્મા શોના યજમાન પદની ખુરશીએ બિરાજમાન, સૌને પેટ પકડીને હસાવનાર ટેલિવિઝનની દુનિયાની આ પરિચિત અદાકાર અર્ચના પૂરણ સિંહને કોઈ હિન્દી સિનેમાના ચાહકો ન ઓળખાતા હોય એવું બને જ નહીં.

image source

અર્ચના પુરણ સિંહે ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવ્યું ન હતું પરંતુ તેના નાના પાત્રોએ લોકોનું દિલ જીતી લીધું હતું. તેમાં ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં મિસ બ્રિગેન્ઝા અથવા ‘મોહબ્બતેન’માં પંજાબી મહિલાનું પાત્ર હોવું જોઈએ. જ્યારે આપણે પરમિતને પણ અનેક સિરિયલોમાં અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ફિલ્મોમાં પણ સપોર્ટિંગ એક્ટર તરીકે જોયા છે.

image source

અર્ચના અને પરમીત સેઠીના લગ્નને ૨૭ વર્ષ થયા છે. આ બંને વચ્ચેના સંબંધો આજે પણ એટલા જ મજબૂત છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે અર્ચનાએ પરમિત સાથે બીજા લગ્ન કર્યા છે. પરમિતની અર્ચનાની લવ સ્ટોરી એક ઇવેન્ટ દરમિયાન શરૂ થઈ હતી. તેમના લગ્ન પહેલાં તેઓ રહ્યાં હતાં લિવ ઇન રિલેશનસીપમાં પણ… આવો જાણીએ આ શો બિઝ કપલના જીવનની અજાણી વાતો…

અર્ચના અને પરમિતના સંબંધોની શરૂઆત થઈ કંઈક અલગ રીતે…

image source

એક ઇન્ટરવ્યૂમાં આવેલ રિપોર્ટ અનુસાર અર્ચના પૂરણ સિંહ પહેલું લગ્નજીવન તૂટી ગયા પછી કોઈ બીજી વ્યક્તિ સાથે સંબંધમાં જોડાવવા ઇચ્છતી નહોતી. તે દરમિયાન, તેઓ અચાનક પરમીતને મળ્યા અને બંને એટલા પ્રેમમાં પડ્યાં કે એકબીજાની સાથે જિંદગીભરનો નાતો બાંધી લીધો હતો. અહેવાલ અનુસાર, અર્ચનાને પરમિત એકદમ હેન્ડસમ લાગ્યા અને તેનું દીલ દઈ દીધું હતું, જ્યારે પરમીત અર્ચનાની સુંદરતા અને વિચારોની સ્પષ્ટતા પર ફિદા થઈ ગયા હતા.

લગ્ન પહેલાં રહ્યાં લિવ ઇનમાં…

image source

એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યા પછી, પરમીત અને અર્ચનાએ એવો નિર્ણય લીધો કે જેને એ સમયના લોકો ઝડપથી કદાચ નહોતો સ્વીકાર્યો. તેઓએ લિવ-ઇન રિલેશનશિપમાં જવાનું નક્કી કર્યું હતું. તે સમયે જ્યારે આ બંનેએ આ નિર્ણય લીધો હતો ત્યારે લગ્ન પહેલાં આ રીતે સાથે રહેવું તે બંને માટે એક મોટી વાત હતી. તેઓ પોતાના પ્રેમને અને સંબંધને સમય આપ્યો અને થોડા સમય આ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ ૩૦ જૂન, ૧૯૯૨ના રોજ લગ્ન કર્યા.

લગ્ન વિશે અર્ચના કહે છે…

image source

લગ્નના ઘણા વર્ષો પછી, અર્ચનાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘લગ્ન એક એવું નામ છે જેના કારણે અનેક સંબંધો મળે છે. તે પ્રેમનું બંધન છે જેમાં બે લોકો એક બીજા માટે બધું કરી શકે છે. જ્યારે અમે બંનેએ લીવ-ઇન પર જવાનું નક્કી કર્યું હતું, ત્યારે અમે બંને એકબીજા સાથે અને એકબીજા માટે પડખે ઊભા રહી શકશું એવું સમજી શક્યા હતા. અમારા બાળકોને ઓળખ આપવા માટે, અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.

અમે પ્રેમી કે પતિ – પત્ની નહીં આજે પણ દોસ્ત છીએ…

image source

અર્ચનાએ તેના અને પરમિતના સંબંધો વિશે આગળ કહે છે કે “આજે પણ અમે પતિ – પત્ની કે પ્રેમી કરતાં મિત્રો વધુ છીએ. અમારા લગ્નજીવનને આટલા વર્ષ વીતી ગયા પણ અમે લવબર્ડની જેમ જ રહીએ છીએ. લગ્નજીવનથી અમારા સંબંધો બિલકુલ બદલાયા નથી. અમે આજે પણ મિત્રોની જેમ ઝઘડો કરીએ છીએ અને તરત જ બધું ભૂલી જઈએ છીએ. કાગળના કેટલાક ટુકડાઓ પોતાના લોકોના સાથેના સંબંધોને બદલી શકતા નથી.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ