આ ઇલેકટ્રિક કાર અંદરથી અને બહારથી હશે બધાને ટક્કર મારે એવી, સુવિધાઓ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

2021 ની શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે એપ્પલ પોતાની કાર બજારમાં લાવનાર છે. પોતાની નવી ઇલેક્ટ્રિક કાર માટે એપ્પલ હ્યુન્ડાઇ મોટર્સ સાથે ભાગીદારી કરવા જઈ રહી છે. હવે આ સમાચારની લગભગ પૃષ્ટિ થઈ ગઈ છે કે એપ્પલની ઇલેક્ટ્રિક કાર હ્યુન્ડાઇ મોટર બનાવશે.

2027 માં સેલ્ફ ડ્રાઈવિંગ ઇલેક્ટ્રિક કાર

image source

આ ખબર આવ્યા બાદ હ્યુન્ડાઇના 20 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. એક અહેવાલમાં હ્યુન્ડાઇ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે એપ્પલ સાથે વાતચીત તેના પ્રારંભિક તબક્કામાં છે જ્યારે બીજા મીડિયા અહેવાલોમાં કહેવાયું હતું કે બન્ને કંપનીઓ 2027 માં સેલ્ફ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે.

image soucre

બીજી બાજુ એપ્પલ ઇનસાઈડરના અહેવાલમાં TF સિક્યોરિટીના એનાલિસ્ટ મિંગ ચી કુઓના હવાલાથી પૃષ્ટિ કરી હતી કે એપ્પલ શરૂઆતી મોડલ માટે હ્યુન્ડાઇ સાથે મળીને કામ કરશે અને ત્યારબાદ કંપની જનરલ મોટર્સ અને યુરોપિયન કાર નિર્માતા કંપની PSA સાથે મળીને નવી કારોનું નિર્માણ કરશે.

કીઆ જોર્જીયામાં પ્લાન્ટ સ્થાપિત કરશે

image soucre

કુઓના અનુસાર પહેલી એપ્પલ કાર હ્યુન્ડાઇના E-GMP ઇલેક્ટ્રિક વ્હિકલ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. જ્યારે હ્યુન્ડાઇ મોબિસ આ કારના માલસામાનની ડિઝાઇન અને પ્રોડક્શન કરશે. જ્યારે હ્યુન્ડાઇ સબ્સીડીયરી કંપની કીઆ મોટર્સ એપ્પલ કારનું યુએસમાં ઉત્પાદન કરશે. એક અહેવાલ મુજબ એપ્પલ અને કીઆએ 3.5 બિલિયન ડોલરની એક ડિલ કરી છે જે અંતર્ગત કીઆ જોર્જીયામાં પ્લાન્ટ લગાવશે જ્યાં 2024 થી દર વર્ષે એક લાખ એપ્પલ કારનું ઉત્પાદન કરવામાં આવશે જે વધીને દર વર્ષે ચાર લાખ સુધી વધારવામાં આવશે.

image soucre

હ્યુન્ડાઇ E-GMP પ્લેટફોર્મને ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવી હતી અને કંપનીએ જાહેરાત કરી હતી કે તે આના પર નવી પેઢીની BEV (બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલ) મોડલ બનાવશે. 2021 થી હ્યુન્ડાઇ E-GMP પર કંપનીની loniq 5 સિવાય કીઆ મોટર્સની નવી બેટરી ઇલેક્ટ્રિક કાર પણ બનાવવામાં આવશે જેને આ વર્ષે જ રજૂ કરવામાં આવનાર છે.

મહત્તમ રેન્જ 500 કિલોમીટર

image source

હ્યુન્ડાઇના G-EMP પર બનનાર બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલની ફૂલ બેટરી ચાર્જ કરવા પર તે વધુમાં વધુ 500 કિલોમીટર ચાલશે. જ્યારે તેની બેટરી ચાર્જીંગ કેપેસિટી પણ જબરદસ્ત છે. તેના વિશે એવો દાવો કરવામાં આવે છે કે હાઈ સ્પીડ ચાર્જર દ્વારા માત્ર 18 મિનિટમાં જ 80 ટકા બેટરી ચાર્જ થઈ શકશે અને માત્ર 5 મિનિટ ચાર્જ કરવા પર 100 કિલોમીટર સુધી ચાલશે.

image soucre

કુઓ અનુસાર એપ્પલ તેની નવી કારને લઈને ભારે ગંભીર છે અને આ સમયે ત્રણ ઓટો કંપનીઓ હ્યુન્ડાઇ ગ્રૂપ, જનરલ મોટર્સ અને PSA સાથે મળીને કામ કરી રહી છે. આ કંપનીઓ પાસે ડેવલપમેન્ટ, પ્રોડક્શન અને યોગ્યતાનો વ્યાપક અનુભવ છે જેનો ફાયદો ટૂંકાગાળામાં જ એપ્પલ કાર બનાવવામાં થશે. કુઓને આશા છે કે એપ્પલની કાર વર્ષ 2025 સુધી બજારમાં ઉપલબ્ધ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ