હવે તમે પણ કરી શકો છો અંતરિક્ષની યાત્રા, જાણો એક વ્યક્તિ દીઠ કેટલી છે ટિકિટ

અવકાશમાં જવા માટે તૈયાર ચાર લોકોનો પ્રથમ ખાનગી ક્રૂ તૈયાર થઈ ગયો છે. આમાંથી ત્રણ લોકો સ્પેસએક્સના રોકેટમાં ઉડાન ભરશે અને પ્રત્યેક વ્યક્તિ દીઠ 55 મિલિયન ડોલર ચૂકવવા પડશે. આ ચાર લોકોનું નેતૃત્વ નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી કરશે.

આ પહેલી ખાનગી ફ્લાઇટ હશે

image source

આ અવકાશયાત્રીઓ હવે એક્સીઅમ સ્પેસ માટે કામ કરી રહ્યા છે. આ કંપની હ્યુસ્ટનમાં સ્થિત છે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સ્પેસ ટ્રિપની તૈયારી કરી રહી છે. એક્સિઅમ સ્પેસના સીઈઓ અને અધ્યક્ષ માઇક સેફરિડેની કહે છે કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની આ પહેલી ખાનગી ફ્લાઇટ હશે, આવુ પહેલા ક્યારેય નથી થયું.

આ પ્રથમ ખાનગી ક્રૂ સ્પેશ સ્ટેશનમાં આઠ દિવસ રહેશે

સેફેરીડેનીએ જણાવ્યું હતું કે મિશન કમાન્ડર માઇકલ લોપેઝ એલિગેરિયાને સ્પેસ સર્કિલ્સ માટે જાણીતા છે, પરંતુ બાકીના ત્રણ લોકો એવા લોકો છે કે જેઓ અવકાશમાં જવા માંગે છે અને લાયક પણ છે અને અમે તેમને આ તક આપી રહ્યા છીએ. આ પ્રથમ ખાનગી ક્રૂ સ્પેશ સ્ટેશનમાં આઠ દિવસ રહેશે. એક્સિ્અમ સ્પેસની વ્યક્તિગત અવકાશી મુસાફરીનો પ્રથમ મુસાફર લેરી કોનોર છે, જે એક રિયલ એસ્ટેટ અને ટેક આંત્રપ્રિન્યોર છે. આ ઉપરાંત, કેનેડિયન ફાઇનાન્સર માર્ક પેથી અને ઇઝરાઇલી ઉદ્યોગપતિ ઇયટેન સ્ટેબ્બ આ યાત્રામાં જોડાશે.

આ ત્રણેય મુસાફરોએ એક મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડશે

image source

આ ત્રણેય મુસાફરોએ એક મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડશે અને 15 અઠવાડિયા સુધી તાલીમ આપવામાં આવશે. એક્સિઅમ સ્પેસ એક વર્ષમાં બે ટ્રિપ્સ કરવાની યોજના બનાવી રહી છે. આ ત્રણેય મુસાફરોમાં લેરી કોનોરની ઉમર 70 વર્ષની છે, તે આ ઉંમરે અવકાશમાં મુસાફરી કરનારો બીજો વ્યક્તિ હશે. જ્હોન ગ્લેઆને અગાઉ 1988 માં 77 વર્ષની વયે અવકાશમાં ઉડાન ભરી હતી.

328 દિવસ અંતરિક્ષમાં વીતાવનારી પ્રથમ અવકાશયાત્રી

image source

તમને જણાવી દઈએ કે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ એક મહિલાના નામે છે. આ મહિલાનું નામ છે ક્રિસ્ટિના. ક્રિસ્ટિના ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરતી પર પરત ફરી હતી. તે 328 દિવસ અંતરિક્ષમાં વીતાવનારી પ્રથમ અવકાશયાત્રી છે. તમને જણાવી દઈએ કે તેણે છ વખત સ્પેસવૉક કર્યું હતું. ક્રિસ્ટિના કોચ સ્પેસ સ્ટેશનથી યાત્રા કરીને કઝાકિસ્તાનમાં ઉતરી હતી. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં નાસાએ અંતરિક્ષમાં મહિલાઓનું એક ગૃપ મોકલ્યું હતું, તેનું નેતૃત્વ ક્રિસ્ટિનાએ કર્યું હતું. તો બીજી તરફ ક્રિસ્ટિનાની ટીમના નામે બીજો પણ એક રેકોર્ડ નોંધાયો હતો. પહેલી વખત અવકાશમાં ત્રણ મહિલાઓએ સ્પેસ વૉક કર્યું હતું. સંપૂર્ણ રીતે મહિલા અવકાશયાત્રીઓએ જ સ્પેસવૉક કર્યું હોય તેવી પ્રથમ ઘટના બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ