આઠ નાપાસ છોકરાએ ઉભી કરી દીધી 2 હજાર કરોડની કંપની, આજે ગ્રાહક છે મુકેશ અંબાણી જેવા બિઝનેસમેન

આજે વાત કરવી છે ત્રિશનીત અરોડાની કે જે આઠમું ધોરણ ફેઈલ હોવા છતાં હિમ્મત ના હાર્યો અને આજે કરોડોનો માલિક બની ચુક્યો છે. જી હા મિત્રો તમને ભલે સાંભળવામાં અજીબ લાગે અને કદાચ વિશ્વાસ પણ નહીં આવતો હોય પણ ખરેખર આ વાત સાચી છે. ત્રિશનીતનો જન્મ 2 નવેમ્બર 1993ના દિવસે લુધિયાણા (પંજાબ) માં થયો હતો. મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલ ત્રિશનીત અરોડાનું બાળપણથી જ ભણવામાં મન નહોતું. પરંતુ હા તેને કોમ્પ્યુટરમાં એટલો રસ હતો કે બધો જ સમય તેમાં જતો રહેતો હતો અને બાકીના વિષયો પર તે ધ્યાન આપી નહોતો શકતો.

image source

પછી એવું બન્યું કે પોતાના કોમ્પ્યુટર પ્રત્યેના આકર્ષણને કારણે અને વિષયોમાં ફેઈલ થવાના લીધે મમ્મી–પપ્પાએ ફણ ઘણો જ ગુસ્સો કર્યો. મિત્રો અને પરીવારના લોકોએ પણ મજાક ઉડાડી પરંતુ તેમણે હિમ્મત ના હારી. નાપાસ થયા બાદ રેગ્યુલર ભણવાનું છોડીને તેમણે પોતાનું સમગ્ર ધ્યાન કોમ્પ્યુટર પર લગાવ્યું અને તેની સાથે સાથે તે કોમ્પ્યુટર અને હેકિંગના ક્ષેત્રથી ઊંડાણથી જોડાતા ગયો. જો કે આ બધી જ વાત તેના માતા પિતાને પસંદ નહોતી. છતાં ત્રિશનીત કોમ્પ્યુટરના પોતાના શોખને જ કેરિયર બનાવવાનું નક્કી કરી ચુક્યો હતો અને એને નક્કી કરી લીધું કે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે.

image source

ત્યારબાદ તેણે પોતાના પરિશ્રમથી એ કરી બતાવ્યું જે ઘણા ઓછા લોકો વિચારી પણ નથી શકતા. ત્યારે તો માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પોતાના આઈડિયાને એક સફળ બિઝનેસમાં બદલી નાખ્યો. આજે ત્રિશનીત કરોડપતિ બની ચુક્યો છે અને તેના ક્લાયન્ટ મુકેશ અંબાણીથી લઈને દેશ વિદેશની ઘણી મોટી કંપનીઓમાં છે. ભલે આ વાત જાણીને તમે ચોંકી હયા પણ ખરેખર 19 વર્ષની ઉંમર સુધી ત્રિશનીત અરોડાએ કોમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લીનીંગ કરવાનું શીખી લીધું હતું.

image source

આગળ વાત કરવામાં આવે તો ત્રિશનીતને પોતાના પહેલા પ્રોજેક્ટની અમાઉન્ટ 60 હજાર રૂપિયા મળી હતી જેની પછી તેણે તે પૈસા જોડીને પોતાની એક તી.એ.સી. સિક્યોરીટી સોલ્યુશન નામની કંપની શરુ કરી. જોતજોતામાં તેની કંપની એ ક્ષેત્રમાં દેશની ટોચની કંપનીઓમાં ગણાવા લાગી અને તે એક સફળ કરોડપતિ યુવાન બની ગયો. હવે રિલાયન્સ, CBI, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમુલ અને એવન સાઇકલ જેવી કંપનીઓને સાયબર સાથે જોડાયેલી સર્વિસ પણ આપતી હોવાનું સામે આવ્યું છે. તેણે કેટલીક પુસ્તક જેવી કે હેકિંગ ટોક વિથ ત્રિશનીત અરોડા, ‘ધિ હેકિંગ એરા’ અને હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ લખી છે જે પણ ખરેખર ખૂબ લોકોએ વાંચી છે.

image source

જો ત્રિશનીતના બિઝનેસ વિશે વાત કરવામાં આવે તો દુબઈ અને યુકેમાં તેમની કંપનીની ઓફીસ છે. લગભગ ૪૦ ટકા ક્લાયન્ટ આ ઓફિસથી જ ડીલ કરે છે. દુનિયાભરમાં ૫૦ ફોર્ચ્યુન અને ૫૦૦ કંપનીઓ ક્લાયન્ટ છે. તેણે ઉત્તર ભારતની પ્રથમ સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનું સેટપ કર્યું. તેમનું કહેવું છે કે શોખની આગળ દરેક વસ્તુ નાની છે અને સફળતા ત્યાં જ છે જ્યાં પોતાને કામ પ્રત્યે લગાવ હોય. જો કે આ નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ થવાને બદલે તે જ આગળ વધવાનો રસ્તો બતાવે છે અને પોતાને મજબુત પક્ષની સારી ખબર પડે છે. ત્યારે આ દાખલો લોકો માટે ખરેખર પ્રેરણાદાયી છે અને હવે લોકો પોતે આ દાખલામાંથી પ્રેરણા લઈ રહ્યા છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong