સલામ છે ગુજરાતના આ ગામના લોકોને, 365 દિવસ એકસાથે જ જમે છે, 11 વાગે એટલે બધાના ઘરે લાગી જાય તાળા

હાલમાં સમય એવો છે કે લોકોને પ્રાઈવર્સી જોઈએ છે. કોઈને એકબીજાની સાથે રહેવું નથી ગમતું. માટે જ હવે સમય એવો આવી ગયો છે કે સંયુક્ત પરિવારમાં ઘટાડો થઈ રહ્યો છે. લોકોમાં એક સાથે રહેવાની ભાવના જાણે ખતમ થતી જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે એક એવો પરિવાર પ્રકાશમાં આવ્યો છે કે જે જોઈને તમને વિશ્વાસ નહીં આવે. કારણ કે મહેસાણાના એક ગામમાં આપસી ભાઈચાર અને વિશ્વ બંધુત્વનું એક ઉત્તમ ઉદાહરણ બધાની સામે પ્રસ્તુત કરી રહ્યો છે.

image source

આજે આ જ પરિવાર વિશે તમારી સમક્ષ વાત કરવી છે. તો આવો જાણીએ મહેસાણાના આ પરિવાર વિશે. મહેસાણાના બહુચરાજીના ગામમાં તમામ વૃદ્ધો આજે પણ એક સાથે જ જમે છે અને આ જોઈને દેશના લોકો પણ ચકિત રહી જાય છે. આ વાત છે એક આખા ગામની. કે જ્યાં ગામના તમામ વૃદ્ધો આજે પણ એક સાથે એક જ રસોડામાં પ્રેમથી ખાવાનું ખાય છે. આ ગામની અન્ય એક વિશેષતા એ છે કે ગામમાં આઝાદી બાદથી આજ સુધી એકવાર પણ સ્થાનીક સરપંચની ચૂંટણી પણ નથી થઈ.

image source

આ ગામ વિશે માહિતી મળી રહી છે કે બહુચરાજીના ચાંદનકી ગામના મોટાભાગના યુવા અમદાવાદ, સુરત, નવસારી જેવા મોટા શહેરોમાં કાં તો વિદેશમાં રહે છે. યુવાનો પોતાના કામ ધંધાની સાથે શહેરના રંગમાં રંગાઈ ગયા. પણ તેમના માતા-પિતાને શહેરમાં ફાવ્યું નથી અને જેના લીધે માટે મોટાભાગના વૃદ્ધો આજે પણ પોતાના વતનમાં જ રહે છે. અહીં રહેતા મોટાભાગના લોકો 55-60 વર્ષથી વધારે ઉંમરના હોવાની માહિતી સામે આવી રહી છે. એવામાં આ ઉંમરમાં રસોઈ બનાવવાની સમસ્યા ન થાય માટે દેશ-વિદેશમાં રહેતા તમામ સંતાનોએ મળીને આ વ્યવસ્થા કરી આપી છે.

જો કે કહેવામાં આવી રહ્યું છે કે સંતાનો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી તેમના માતા-પિતા પણ ઘણા ખુશ છે. સંતોષ અને ત્યાંની પધ્ધતિ પણ ઘણી જ નિરાળી છે અને લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગામના સ્થાનીક શાંતિભાઈ પટેલ આ વિશે વાત કરે છે કે ગામના મોટાભાગના પરિવાર નોકરીના કામથી બહાર જ રહે છે. વર્ષમાં એક કે બે દિવસ માટે જ તેઓ ગામમાં આવે છે. શાંતિભાઈએ જણાવ્યું કે તમામના સંતાનોએ મળીને આ વ્યવસ્થા કરી છે. સવારે આઠ વાગ્યે તેમને ફોન આવી જાય છે અને જ્યારે 11 વાગ્યા સુધી પહોંચે છે તો તમામ લોકો માટે રસોઈ તૈયાર થઈ જાય છે. આ સાથે જ ગામ વિશે માહિતી મળી રહી છે કે ગામમાં સવારે વૃદ્ધોને દાળ, ભાત, રોટલી, શાકભાજી અને સાંજે શાકભાજી, રોટલી, ખીચડી અને દૂધ આપવામાં આવે છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો બીજા એક સ્થાનિક પણ વાત કરે છે કે બરાબર 11 વાગ્યે તમામ વૃદ્ધો ઘરના દરવાજા બંધ કરીને સ્કૂલ તરફ આવવાનું શરૂ કરી દે છે. જ્યાં તેમના માટે સમૂહ ભોજનનું આયોજન થાય છે. આ ગામની જનસંખ્યા તો 1000ની છે, પણ અહીં મુશ્કેલીથી 40-50 વૃદ્ધો રહે છે. તેમનું કહેવું છે કે દરરોજ તેમનું મનપસંદ ખાવાનું મળે છે. એક સાથે મળીને લોકો ભોજનનો આનંદ લે છે અને એક બીજાના સુખ-દુખની વાતો સાંભળે છે. જણાવી દઈએ કે ગામમા સાક્ષરતા દર 100 ટકા છે. ગામના 900થી વધારે લોકો અન્ય સ્થાનો પર જ કામ કરે છે. જેમાંથી 90 તો અમેરિકામાં રહે છે. ત્યારે હવે આ ગામ લોકોના નજરે ચઢી ગયું છે અને વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong